________________
- ૯સંવપરીપ્રતિકમણ,
મુંબઈ જેવા મોટા શહેરોમાં જગ્યા નાની અને આવનાર વર્ગ ઘણો વિશાળ એટલે જગ્યા અંગે રગડા, ઝઘડા, ટંટા કે ફરિયાદ થવાને પ્રસંગે ઊભા થઈ જાય છે. પવિત્ર સ્થળમાં જ જગ્યાની ગોલમાલે પણ થાય છે, તોફાને થાય છે, અને મામલે કયારેક તો મારામારી સુધી પહોંચી પણ જાય છે. પણ આવું મુંબઈ અમદાવાદ જેવા મોટા શહેરોમાં બને છે એ વખતે આ દિવસ કે મહાન અને પવિત્ર છે તેનું ભાન ક્રાધાન્ય બનતાં ભૂલી જવાય છે, કાઈની નક્કી કરેલી જગ્યાને કાઈએ પડાવી લેવાની અનીતિ કદિ ન કરવી જોઈએ. પણ અજ્ઞાનથી કેઈએ કદાચ તેમ કર્યું હોય તો તે પ્રશ્નનો શાંતિથી નીવેડે લાવ, પણ ગમે તેમ ઝઘડા કરી કર્મ ન બાંધવા અને બીજાને બાંધવામાં નિમિત્ત ન બનવું, આરાધનાનો ઉદ્દેશ જે માર્યો જતો હોય તો પછી આરાધના કરવાને કે ઉપાશ્રયમાં આવવાનો અર્થ પણ શે રહેવાનો !
–ઉપાશ્રયમાં આવ્યા બાદ કટાસણું વગેરેને, જમીનને આંખથી જોઈ, પૂંજી, પ્રમાઈને પાથરવું–મૂકવું જોઈએ જેથી જીવદયા પળાય.
–બને ત્યાં સુધી આવનારે ચરવલો લઈને આવવું એ બધી રીતે શ્રેયસ્કર છે. ન હોય તો તે વસાવી લેવું જોઈએ.
–પ્રતિક્રમણમાં પહેરવાનું ધોતીયું વગેરે વસ્ત્રો જંગલ પેશાબ ગયા વિનાને અને સાદા વાપરવાના હોય છે જે વાત લગભગ સહુની જાણીતી છે.
–સામાન્ય રીતે પ્રતિક્રમણમાં તીયા સિવાય બીજું વસ્ત્ર વાપરવું ન જોઈએ. પણ જેમણે શરદી આદિ વ્યાધિના કારણે છાતીએ ખેસ નાંખો પડતો હોય તો પ્રતિક્રમણ પૂરું થતાં તેની આત્મ સાક્ષીએ ક્ષમા માગી લેવી જોઈએ.
Jain Education International
FOT
For Private & Personal Use Only
| IN
www.jainelibrary.org