________________
૧૦ કી. ફE • વિધિ સહિત
સાથે જ લલાટે અડાડવા પછી એજ પ્રમાણે નવનિ, wi રમે ને વિધિ કરવાનો છે. તે ક્રિયા, પછી ચરલા સુધી માથું નમાવવાનું છે. ગુરુ પ્રત્યેનું સ્થાન જૈન સંઘમાં કેટલું આદર પાત્ર છે તેને વાંચકાને આ “સુગુરુ વાંદણુ” નામના સૂત્ર અર્થન મનનથી સમજાશે.
-વાંદણ કેમ કરવા આ માટે “વાંદણાના ચિત્રો ખાસ જુઓ.
ધ્યાનમાં લેવા જેવી કેટલીક સૂચનાઓ
ઉપાશ્રયે કે પ્રતિક્રમણ કરવાનાં ધાર્મિક સ્થાન એ શાંતિના ધામે છે. પવિત્રતા પ્રાપ્ત કરવાનાં સ્થાને છે. એટલે એ સ્થળામાં પ્રવેશ કર્યા બાદ વિનય-શિસ્ત અને શાંતિને નિયમને ખૂબ જ માન આપવું જોઈએ. બાળક હોય, યુવાને હોય કે વૃદ્ધો હોય, સહુએ ખૂબ ખૂબ શાંતિ જાળવવી જોઈએ. ઘંઘાટ કે કોલાહલ કરો ન જોઈએ. સાંસારિક કે કોઈ પણ જાતની પાપની, વેપાર ધંધે કે આરંભ સમારંભને લગતી વાતો જરા પણ કરવી ન જોઈએ. ક્રિયા ન ચાલતી હોય ત્યારે, અતિ જરૂર પૂરતી માત્ર ધાર્મિક બાબતની વાત કરવી પડે તેટલી જ છૂટ ભલે રાખે, તે સિવાય કાઈની નિંદા, ટીકા, કે ટેટ-ઝઘડે કંઈ ન કરવું જોઈએ, કોઈ તમારી જગ્યા ઝૂંટવી લે, દબાવી દે કે કોઈ અપમાન કરે તો પણ સહન કરવું જોઈએ, અને પરસ્પર સમજુતીથી કામ લેવું જોઈએ. પાપ છોડવાની જગ્યા રખે! પાપ બાંધવાની ન બની જાય એની કાળજી મન પર સતત રહેવી જોઈએ, જ્યારે સમભાવ કેળવવા આવ્યા હોય અને એ વખતે તમારી કસોટી ઉભી થાય, ત્યારે તે તમારે પરીક્ષામાં ખાસ પાસ થવું જ જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org