________________
G૨૦ IM) GDA DEAD) •વિધિ સહિત પ્રતિકમણુમાં અનિવાર્ય ઉપયોગી સાધનો અને સૂચનો
[સૂચના–પ્રતિક્રમણમાં વાપરવામાં જરૂરી વચ્ચે તથા જરૂરી ધર્મ સાધનની વ્યવસ્થા પર્વનું આગમન થતાં પહેલાં જ કરી લેવી જોઈએ, ચિત્તની પ્રસન્નતા અને ભાવોલ્લાસમાં, સાધનની શુદ્ધિ પણ એક કારણ છે, માટે સાધન-ઉપકરણે ગંદા, મેલાં ન હોવાં જોઈએ. કટાસણું, મુહપત્તી, ચરવલો વગેરે યથાશક્તિ સારાં, અખંડ અને સ્વચ્છ હોવાં જોઈએ.]
ધર્મ ભાવનાની વૃદ્ધિ કરે તેવાં સાધનને ઉપકરણ કહેવાય છે. આ ઉપકરણ ધર્મભાવનાના પ્રતીકરૂપ ગણાય છે. સંવછરી પ્રતિક્રમણમાં શ્રાવકને ચાર પ્રકારનાં ઉપકરણની અનિવાર્ય જરૂર પડે છે.
૧. સ્થાપનાજી કે સ્થાપનાચાર્યજી, કટાસણું, મુહપત્તી, અને ચરવલે, આ ચાર વસ્તુઓની પ્રતિક્રમણમાં અવશ્ય જરૂર પડે છે. પુરુષોને ચરવલે ગેલિદાંડીવાળા વાપરવાને અને સ્ત્રીઓ માટે ચેરસ દાંડીને વાપરવાને છે.
–સ્થાપના-નવકાર પંચેન્દ્રિય સૂત્ર જેમાં હોય તે, તે ન હોય તે જૈન ધર્મને લગતા સુત્રો હોય તેવી અથવા સ્તવનાદિકની ચોપડીની પણ કરી શકાય છે. આ સ્થાપના બાજોઠી ઉપર સાપડ મૂકીને કરવી, તેમ ન બને તો ઉંચી રહે તે રીતે વ્યવસ્થા કરવી.
–-કટાસણુ-કાંણા (વેન્ટીલેશન) વિનાનું, ફાટેલું ન હોય તેવું, સુતરાઉ નહીં પણ ઉનનું હોવું જોઈએ અને સારી રીતે બેસી શકાય તેવા માપનું રાખવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org