________________
(૧૮શું
નવિધિ સહિત બાર વર્ષ ઉપર મને જણાઈ હતી અને તે વખતે આ વિધિ છાપવાની તૈયારી પણ કરી હતી, પણ એક યા બીજા કારણે તે બન્યું નહિ. આજે તે મુદ્રિત થઈને બહાર પડી રહી છે ત્યારે તેને આનંદ અને સંતોષ થાય તે સ્વાભાવિક છે. જોકે સળંગ અને સરળ પ્રતિક્રમણવિધિની બુકે બીજી સંસ્થાઓ તરફથી પણ પ્રગટ છે. એમ છતાં આમાં સંખ્યાબંધ ચિત્રોની ઉપસ્થિતિ વગેરેથી આ પુસ્તિકા અનેરી ભાત પાડશે એમ માનું છું. આમાં કેટલીક નીચે મુજબની નવીનતાઓ છે.
૧. મહત્વના સૂત્રોને જરૂરી ભાવાર્થ અને તેની વિશેષ સમજ તે તે સૂત્રો વગેરેની પહેલાં જ આપી છે.
૨. તે તે સ્થળે તે તે ક્રિયા કેવા આસને કે મુદ્રાથી કરવી તે માટેનાં ચિત્રો આપ્યાં છે.
૩. મુહપત્તીનાં પચાસ બેલનાં (ચિ. ૧૦થી ૨૨) ચિત્રો આપ્યાં છે.
સમાજને ચૌદ પંદર આની વર્ગ પજુસણમાં, અને પંદરઆનીથી વધુ વર્ગ સંવછરીના દિવસે પ્રતિક્રમણ કરવા આવતો હોય છે.
સમાજને એકાદ આની વર્ગ વ્યાખ્યાન શ્રવણ કરતો હશે બહુ બહુ તો ચાર આની વર્ગ પ્રતિકમણના સૂત્રોને જાણતા હશે. એમાંય અર્થનું જાણપણું એકાદ આની વર્ગને હશે. એ એક આનીની પણ જે પુરુષ–સ્ત્રી વચ્ચે વહેંચણી કરીએ તો બે ભાગમાં સ્ત્રીઓ અને એક ભાગમાં પુરુષો આવે. આ પરિસ્થિતિમાં પ્રતિક્રમણના સૂત્ર અને તેના અર્થજ્ઞાનની સ્થિતિ શું હોઈ શકે છે, એમાંય વળી પ્રતિક્રમણના સૂત્રોની મુદ્રાઓ કે આસનેનું જાણપણું કેટલું હશે? તે સમજી શકાય તેવું છે.
બતાવેલાં આસને-મુકાઓ અપ્રમત્તભાવ ટકાવી રાખવા, વિને દૂર કરવા શારીરિક સ્વાથ્ય જાળવવા માટે છે અને એનું એજ ફળ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org