________________
.
.
.
.
.
.
-સંવછરીપ્રતિકમણ
પીકે) વિશાળ સમુદાયમાં સભાની શાંતિ જાળવવા તે શકય ન હોય તો ફક્ત મુખ્ય મુખ્ય વિધિ (ગુરુ આદેશ મેળવીને) ઊભા બભા કરો.
એકંદરે પ્રતિક્રમણના પ્રકાર જો કે પાંચ છે પણ અહીંયા પાંચમાં છેલ્લા સંવછરી પ્રતિક્રમણ અંગે કંઈક કહેવાનું છે. મૂલ વાત :
ભારતના મહાતિમહાનગર મુંબઈમાં સેંકડો સ્થળે સંવછરી પ્રતિ ક્રમણની આરાધના થાય છે. સમાજને પંદરેક આની વર્ગ વરસમાં આ એક જ પ્રતિક્રમણ કરતો હશે એવું મારું અનુમાન અતિશયોક્તિ દોષ રહિત હશે એમ કહું તો ખોટું નહિ હોય.
કાઈ પણ આત્મા બાર મહિનામાં માત્ર એક જ દિવસ અને તેમાંય માત્ર ત્રણ કલાકની, પાપથી પાછા હઠવાની, પાપનું પ્રાયશ્ચિત કરનારી એવી મહાન અને પવિત્ર ક્રિયા કરે અને સાથે સાથે વિધિની અને ભાવની વિશુદ્ધિ બરાબર જાળવે તો ક્રિયા કરવા પાછળનું–બાર મહિનાના પાપ-દેષોની આલોચનાને-જે ઉદ્દેશ તે જરૂર સફળ કરી શકે, ક્રિયા કરીને જે લાભ મેળવો છે તે મેળવી શકે.
- આ ત્યારે શકય બને કે જ્યારે સૂત્ર અર્થનું બરાબર જ્ઞાન હોય પણ આ જ્ઞાન (અને તે પાછું આ શહેરમાં) મેળવવું એ તો તમને ભારે અશક્ય જેવું લાગે, એટલે આરાધકે યથાશક્તિ સાચી સમજણ પૂર્વક ક્રિયા કરી શકે, આત્મા બાર મહિનાનાં પાપના ભારથી હળવો થાય, ક્ષમાયાચના દ્વારા કષાયોનું ઉપશમન થતાં આત્મા સમતાભાવ વાળા બને, અખિલવિશ્વના જીવ માત્ર પ્રત્યે મૈત્રીનું સગપણ બાંધી શકે અને પરિણામે પુરાણાં કર્મોની નિર્જરા અને નવા કર્મોને સંવર-અટકાવ થાય, આ કારણે જરૂરી સૂની ટૂંકી સમજણ આપી શકે તેવી સંવર૭રી પ્રતિકમણની સળંગ વિધિની સચિત્ર પુસ્તિકાની જરૂરીયાત આજથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org