SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ ભારતીય તત્ત્વજ્ઞાન અહીં પણ પ્રા. ઇન્ગાલ્સ વાત્સ્યાયનનો આશય સમજી શક્યા નથી. તેથી તે ખરા મુદ્દાને પકડી શક્તા નથી અને વાસ્યાયનના આ વિધાનની ખોટી ટીકા કરે છે. તેમની ટીકા નીચે પ્રમાણે છે- “Again God is said to act like a father. But who ever heard of a father who in dealing with his children could not transcend their merits and demerits?” પોતપોતાનાં કર્મો અનુસાર જ સર્વ જીવોને ફળો આપનાર-તે વિશે કોઈ પણ પ્રકારનું ઉલ્લંઘન નહિ કરનાર ઈશ્વરની ઉત્તરકાલીન ન્યાયવૈશેષિક વિભાવનાનું ભૂત પ્રા. ઇન્ગાલ્સના મન ઉપર એવું તો સવાર થયેલું લાગે છે કે તે તેમનો પીછો છોડતું જ નથી. કર્માનુસાર ફળદેવાની વાતનો અણસાર પણ આ કંડિકામાં નથી, છતાં તેને જોડી પ્રા. ઇન્ગાલ્સ અપ્રસ્તુત ટીકા કરે છે. (d) न च आत्मकल्पादन्यः कल्पः संभवति। न तावद् अस्य बुद्धिं विना कश्चिद् धर्मो लिङ्गभूतः शक्य उपपादयितुम् । आगमाच्च द्रष्टा बोद्धा सर्वज्ञाता ईश्वर इति । बुद्ध्यादिभिश्चात्मलिङ्गैर्निरुपाख्यम् ईश्वरं प्रत्यक्षानुमानागमविषयातीतं कः शक्त उपपादयितुम् ? સમજૂતીઃ ઈશ્વર આત્મા જ છે, તત્ત્વાન્તર નથી, કારણ કે તેનામાં એવો કોઈ ખાસ ગુણ નથી કે તેને આત્માથી જુદું તત્ત્વ પુરવાર કરે. ઈશ્વરમાં બુદ્ધિ છે અને બુદ્ધિ આત્માનો જ વિરોષ ગુણ છે. આગમમાં પણ ઈશ્વરનો આ જ ગુણ જણાવવામાં આવ્યો છે. આગમ ઈશ્વરને દ્રષ્ટા, બોદ્ધા અને સર્વજ્ઞાતા તરીકે વર્ણવે છે. આમ આગમે પણ એવો. કોઈ ખાસ ગુણ જણાવ્યો નથી કે તેને આત્માથી જુદું તત્ત્વ સાબિત કરે. જો ઈશ્વર આત્મલિંગ બુદ્ધિ વગેરેથી રહિત હોય તો તે નિરુપાખ્ય બની જાય, તેનું વિધ્યાત્મક વર્ણન જ અશક્ય બની જાય, તેને જાણી શકાય જ નહિ; તે પ્રત્યક્ષ, અનુમાન કે આગમથી અગોચર રહે. આમ ઈશ્વર આત્મા જ હોઈ, તે બુદ્ધિ આદિ આત્મવિશેષગુણોથી યુક્ત છે. અહીં વાત્સ્યાયને ઈશ્વરને સર્વજ્ઞાતા તરીકે સ્વીકારેલ છે. તેથી પ્રશ્ન ઊભો થાય છે કે શું વાત્સ્યાયન જીવન્મુક્તને સર્વજ્ઞ ગણે છે?“બધાં જ દ્રવ્યોની બધી જ વ્યક્તિઓની સર્વ સૈકાલિક અવસ્થાઓનું જ્ઞાન ધરાવનાર એવો ‘સર્વજ્ઞ’ શબ્દનો અર્થ સામાન્યપણે પ્રચલિત છે. વાસ્યાયનને ‘સર્વજ્ઞ’ શબ્દનો આવો અર્થ અહીં અભિપ્રેત છે કે કેમ તે ચોક્કસપણે કહી શકાય નહિ. પરંતુ એટલું તો સ્પષ્ટ છે કે વાસ્યાયન સંદર્ભ પ્રમાણે ‘સર્વજ્ઞ’નો જુદો જુદો અર્થ કરે છે. ઇન્દ્રિય પોતપોતાના નિયત વિષયને ગ્રહણ કરે છે જ્યારે આત્મા રૂપ, રસ, ગબ્ધ, સ્પર્શ અને શબ્દ એ પાંચે વિષયોને અર્થાત્ સર્વને ગ્રહણ કરે છે, એટલે આત્મા સર્વા છે અને તેથી ઇન્દ્રિયોથી ભિન્ન છે એવું વાત્સ્યાયને એક સ્થાને કહ્યું છે. તેના શબ્દો છે : યસ્માતુ તુ વ્યવસ્થિતવિષયાળીન્દ્રિયાળિ તમાત તેગોશન્યતઃ સર્વઃ સર્વવિષયાદી વિષયવ્યવસ્થિતિમતમતોડનુનીયતે રૂ.૨.૩. અહીં સંદર્ભ કર્મ અને ફળનો છે. તેથી આ સંદર્ભમાં સર્વા' શબ્દનો અર્થ ‘કર્મો અને તેમનાં ફળો વચ્ચેના નિયત સંબંધને જાણનાર, દુઃખમુક્તિરૂપ પરમફળ અને તેના સઘળા . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001201
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherJagruti Dilip Sheth Dr
Publication Year1998
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy