SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય તત્વજ્ઞાન (that is, works) which God himself has accumulated. Finally it is said that all God's wishes are fulfilled...."?? પરંતુ ઇન્ગાલ્સને એ સમજાતું નથી કે જે ઈશ્વર પ્રત્યેક આત્માનાં સંચિત કર્મોને પોતાનાં ફળો આપવામાં પ્રવૃત્ત કરે છે અને જગતનું સર્જન કરે છે તે પોતે જ કર્મસિદ્ધાન્તના નિયમથી કેમ બંધાયેલો હોય, તેમ જ જગતનું સર્જન કરવાની ઈશ્વરની અવ્યાહત ઇચ્છા ઈશ્વરના પોતાના જ પૂર્વકૃત કર્મનું ફળકેવી રીતે હોય! તેથી ઇન્ગાલ્સને વાત્સ્યાયનની વાતો confusing-ગૂંચવાડાભરી લાગે છે. ઇન્ગાલ્સની મતિ મૂંઝાય છે કારણ કે ઈશ્વરને તેનું ઈશ્વરપણું તેના પોતાના પૂર્વકૃત કર્મોના ફળરૂપે પ્રાપ્ત થતું કેવી રીતે ગણી શકાય એ તેમની સમજમાં આવતું નથી. આ ગૂંચવાડાનું કારણ ઉપરિનિર્દિષ્ટ પદોનું કરવામાં આવેલું ખોટું અર્થઘટન છે. જો તે પદોનું નીચે મુજબ અર્થઘટન કરવામાં આવે તો ગૂંચવાડો તરત જ દૂર થઈ જાય. - અહીં પ્રતિ’ પદનો પ્રયોગ પ્રત્યક્ષ ગત “પ્રતિપદના પ્રયોગની જેમ આભિમુખ્ય કે “સન્નિકૃષ્ટ'ના અર્થમાં થયો છે. તેથી, પ્રત્યાત્મવૃત્તી' એટલે ‘માત્માનું'. “પ્રત્યાત્મવૃત્તી’ સમાસનો અર્થ આથશે- “મામાનું પ્રતિ ગામિમુયેન સમવાયસન્વજોન થે વૃત્તિઃ તે, તાનું પ્રત્યાત્મવૃત્તી'. આમ પ્રત્યાત્મવૃત્તીનું ધમધર્મસીયાની સમજૂતી છે-ઈશ્વરના પોતાના જ આત્મામાં સમવાયસંબંધથી રહેલા સંચિત ધર્માધમને. નિryવી 'થી સમજવાનું છે “નિર્માણ પામ્યમ્' (અને નહિ કે ‘ ન ળપ્રાગકુ'). “ નિળયપ્રખ્યY'નો અર્થ છે-નિર્માણકાર્યને અર્થાત્ યોગજ શરીરને બનાવવાની વ્યાઘાત ન પામતી ઇચ્છા. આમ આ કંડિકામાં એવી બે વિભાવનાઓનો ઉલ્લેખ છે જે જીવન્મુક્તનો સ્પષ્ટ નિર્દેશ કરે છે. તે બે વિભાવનાઓ આ છે - (૧) જીવન્મુક્ત પોતાના વર્તમાન જન્મમાં-જે તેનો અંતિમ જન્મ છે તેમાં-પોતાનાં બધાં સંચિત કર્મોને તેમનાં ફળો આપવામાં પ્રવૃત્ત કરે છે, વિપાકોનુખ કરે છે. એવું મનાયું છે કે જીવન્મુક્ત તેના છેલ્લા જન્મમાં પોતાનાં સંચિત કર્મોનાં સઘળાં ફળો ભોગવી લેવા જ જોઈએ. વાસ્યાયન જીવન્મુક્તનું અસ્તિત્વ સ્વીકારે છે, તે તેના માટે વિહરમુક્તપદનો પ્રયોગ કરે છે. તે લખે છે- વરિશ વિવિઘત્તો વિફરભુ ત્યુતે ૪.૭.૬૪. વળી તે સ્વીકારે છે કે જીવન્મુક્ત છેલ્લા જન્મમાં બધાં સંચિત કર્મોનાં સઘળાં ફળો ભોગવી લેવાં જોઈએ, તે લખે છે- સર્વાભિ પૂર્વવર્મા દાન્ત બન્મનિ વિપશ્ચત્તે તિા ૪.૭.૬૪ (૨) અંતિમ જન્મના ટૂંકા સમયગાળામાં બધાં સંચિત કર્મોનાં સઘળાં ફળો ભોગવી લેવા માટે જીવન્મુક્તને અનેક યોગજ શરીરોનું નિર્માણ કરવાની જરૂર પડે છે જે અનેક યોગજ શરીરો દ્વારા એટલાં બધાં ફળોને તે ટૂંકા ગાળામાં ભોગવી શકે. વાત્સ્યાયન આ માન્યતાને સ્વીકારે છે. તે લખે છે- થોરી વસ્તુ ત્રી પ્રદુમ્તાયાં વિધિમાં નિર્ણય સેન્દ્રિયાળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001201
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherJagruti Dilip Sheth Dr
Publication Year1998
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy