SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ - ભારતીય દર્શનોમાં ઈશ્વર જ્ઞાન કરાવનાર છે. આ અર્થમાં જ તે કર્મકારયિતા છે. તે બળજબરીથી કોઈની પાસે કર્મ . કરાવતા નથી. વૈદ્ય કેવળ દવા બતાવે છે તેમ છતાં આપણે કહીએ છીએ કે વૈદ્ય રોગ મટાડડ્યો. તેવી જ રીતે, ઈશ્વર પણ રાગાદિ રોગનો ઈલાજ બતાવે છે તેમ છતાં આપણે કહીએ છીએ કે ઈશ્વરે એ રોગ મટાડ્યો, ઈશ્વરે ફળ આપ્યું, ઈશ્વરે અનુગ્રહ ર્યો. આ અર્થમાં જ ઈશ્વર ફળકારયિતા યા ફળસંપાદયિતા છે. આમ ઈશ્વર પ્રાણીને ઇચ્છિત ફળ (=મોક્ષ)ને અનુરૂપ કર્મ કર્યું તેનું જ્ઞાન કરાવી તેના પ્રયત્નને, તેની સાધનાને સફળ બનાવે છે. જો તેને તે જ્ઞાન ન કરાવવામાં આવે તો તેને ઈષ્ટ ફળની પ્રાપ્તિ ન થાય તે જ્ઞાન આપનાર ઈશ્વર છે. ઉદાહરણાર્થ, ધૂમ અને અગ્નિ વચ્ચે કાર્યકારણભાવનો નિયત સંબંધ છે. પરંતુ જ્યાં સુધી આ સંબંધનું જ્ઞાન વ્યક્તિને નહોય ત્યાં સુધી તે ધૂમ ઉપરથી અગ્નિનું અનુમાન કરી શકે. ધૂમ અને અગ્નિ વચ્ચેના નિયત સંબંધનું જ્ઞાન થયા પછી જ તે ધૂમ ઉપરથી અગ્નિનું અનુમાન કરી શકે છે. તેવી જ રીતે, ઇચ્છિત ફળ મેળવવા માટે તે ફળ અને અનુરૂપ કર્મ વચ્ચેના નિયત સંબંધનું જ્ઞાન જરૂરી છે. આ જ્ઞાન આપનાર ઈશ્વર છે. દર્શનોમાં પરમ ઇષ્ટ ફળ મુક્તિને માનવામાં આવ્યું છે. સૌ મુક્તિ (= દુઃખમુક્તિ) ઇચ્છે છે. એ ઇચ્છિત ફળ માટે ક્યું કર્મ કરવું જોઈએ, શી સાધના કરવી જોઈએ, ક્યા ક્રમે કરવી જોઈએ એનું જ્ઞાન સાધના કરી દુઃખમુક્ત થયેલ જીવન્મુક્ત જ આપે છે. જીવન્મુક્ત જ મોક્ષમાર્ગના ઉપદેષ્ટા બનવાને લાયક છે. નવશૈવ ઉપકૃત્વમવત્ | સાંપ્રવચનમાણ રૂ.૭૧. આમ ગૌતમે જીવન્મુક્તને માટે જ ‘ઈશ્વર’ શબ્દનો પ્રયોગ કર્યો જણાય છે. જીવન્મુક્ત ઉપદેષ્ટા જ તેમનો ઈશ્વર છે. • ઉપરના વ્યાખ્યાનના પ્રકાશમાં, વારંવાર ઉદ્ધત કરવામાં આવેલ નીચેના શ્લોકનો અર્થ એકદમ સ્પષ્ટ થઈ જાય છે.. ___ ईश्वरप्रेरितो गच्छेत् स्वर्ग वा श्वभ्रमेव वा। __ अज्ञो जन्तुरनीशोऽयमात्मनः सुखदुःखयोः ।। અનુવાદ: ઈશ્વરપ્રેરિત જીવ સ્વર્ગે જાય છે કે નરકે જાય છે. અજ્ઞાની જીવ પોતાના સુખ કે દુઃખનો પ્રભુ નથી, નિયંતા નથી. સમજૂતી ઈશ્વરેચ્છા સર્વશક્તિમાન છે, આપણાં સુખદુઃખ તેના ઉપર આધાર રાખે છે, આપણા પ્રયત્ન, પુરુષાર્થ ઉપર આધાર રાખતાં નથી–એવા મતના સમર્થનમાં આ શ્લોકને સામાન્ય રીતે ટાંકવામાં આવે છે. પરંતુ શ્લોકનો ખરો અર્થ-આશય આ નથી. તેનો ખરો અર્થ-આશય તો નીચે પ્રમાણે છે. જન્તનું વિશેષણ અજ્ઞ અત્યન્ત મહત્ત્વનું છે કારણ કે તે જ શ્લોકના ખરા અર્થઆશયની ચાવી પૂરી પાડે છે. સુખ અને દુઃખ જીવે કરેલાં કર્મોનાં ફળો છે. જો તેને સુખ જોઈતું હોય તો સુખને પેદા કરનાર કર્મો ક્યાં છે તે તેણે જાણવું જોઈએ. જો તેને દુઃખ જોઈતું હોય તો દુઃખને પેઠા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001201
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherJagruti Dilip Sheth Dr
Publication Year1998
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy