________________
(૬)
(યથાર્થ જ્ઞાનને) ઉત્પન્ન કરે છે ? જે કારણ જ્ઞાનનું જ્ઞાન કરાવે છે તે જ કારણ પ્રમાણનું (યથાર્થ જ્ઞાનનું) જ્ઞાન કરાવે છે ? સાદી સરળ ભાષામાં પહેલો પ્રશ્ન થશે કે શું જ્ઞાન અને પ્રમાણ (યથાર્થ જ્ઞાન) બંને એક જ વસ્તુ છે ? સાદી સરળ ભાષામાં બીજો પ્રશ્ન થશે કે શું જ્ઞાનને જાણવા સાથે જ જ્ઞાન પ્રમાણ (યથાર્થ) છે એ જણાઈ જાય છે ? આ બે પ્રશ્નોના વિવિધ દાર્શનિકોએ આપેલા રસપ્રદ ઉત્તરોની વિરાદ આલોચના અહીં કરવામાં આવી છે.
સાતમા પ્રકરણમાં, ભારતીય તાર્કિકોએ પ્રત્યક્ષ વિશે જે ચર્ચાવિચારણા કરી છે તેની મહત્ત્વની સારભૂત બાબતોને લક્ષમાં રાખી આલોચના કરવામાં આવી છે. પ્રત્યક્ષલક્ષણપ્રણયનમાં ન્યાયવૈરીષિક, જૈન, બૌદ્ધ અને મીમાંસકને જે સમસ્યાઓનો સામનો કરવો પડ્યો તેનું રોચક નિરૂપણ કરવામાં આવ્યું છે. સામાન્યતઃ બધા ભારતીય તાર્કિકો પ્રત્યક્ષોત્પત્તિની પ્રક્રિયાનાં ચાર સોપાનો સ્વીકારે છે - (૧) ઈન્દ્રિયાર્થસન્નિષ્કર્ષ, (૨) અર્થવિષયક ઈન્દ્રિયાનુભૂતિ, (૩) સ્મૃતિવિશેષ, અને (૪) અર્થવિષયક સવિકલ્પ જ્ઞાન. પરંતુ તેમની વચ્ચે વિવાદ એ અંગે છે કે દ્વિતીય અને ચતુર્થ સોપાનને કઈ સંજ્ઞા આપવી. આનું વિશઠ વિવરણ અહીં પ્રસ્તુત કરવામાં આવ્યું છે.
-
આશા છે કે ભારતીય તત્ત્વજ્ઞાનના વિદ્યાર્થીઓ, અધ્યાપકો, સંશોધકો અને જિજ્ઞાસુઓને આ ગ્રંથ ઉપયોગી અને વિચારપ્રેરક બની રહેશે.
Jain Education International
For Private & Personal Use Only
નગીન જી. શાહ
www.jainelibrary.org