________________
એકસૂત્રરૂપે રહેલી છે. કર્મના પ્રકારો, કર્મના રંગો, કર્મનું ફલદાનસામર્થ્ય, કર્મબંધનાં કારણો, કર્મનાશના ઉપાયો, ઈત્યાદિ અનેક બાબતોની વિચારણા આ પ્રકરણમાં કરવામાં આવી છે. પ્રવૃત્તિ કર્મબંધનું કારણ ત્યારે જ બને છે જ્યારે તે રાગદ્વેષપૂર્વક કરવામાં આવી હોય. આમાં સર્વસંમતિ પ્રવર્તે છે. એટલે પ્રવૃત્તિ છોડવાના બદલે રાગદ્વેષ છોડવા ઉપર સૌ ભાર મૂકે છે. પુરુષપ્રયત્નથી કર્મની અસરો હળવી કરી શકાય છે. કર્મસિદ્ધાન્તમાં પુરુષસ્વાતંત્ર્યને, સ્વતંત્ર ઈચ્છાશક્તિને પૂરતો અવકાશ છે. પ્રાચીન કાળથી કર્મવાદનો વિરોધ કરનારી એક વિચારધારા હતી. તે નિયતિવાદ (predeterminism)ને સ્વીકારતી હતી. કર્મવાદીઓએ નિયતિવાદનો જોરદાર પ્રતિવાદ ક્યો છે. પરંતુ વિચિત્રતા તો એ છે કે આ જ કર્મવાદીઓએ સર્વદ્રવ્યોની સર્વ વ્યક્તિઓની સૈકાલિક સઘળી અવસ્થાઓના યુગપદ્ સાક્ષાત્કારી જ્ઞાનરૂપ સર્વજ્ઞત્વને સ્વીકારી બીજારૂપે નિયતિવાદનો જ સ્વીકાર કરી લીધો. આવું સર્વજ્ઞત્વ ચુસ્ત જડ નિયતિ વિના સંભવે જ નહિ. આવો સર્વાવાદ નિયતિવાદ વિના સંભવે નહિ, તેનો આધાર જ નિયતિવાદ છે.
ચોથું પ્રકરણ ભારતીય દર્શનોમાં પ્રાપ્ત ઈશ્વરવિભાવનાને સ્પષ્ટપણે સમજાવે છે. ઈશ્વર પરત્વે ભારતીય ચિંતકો બે વર્ગોમાં વહેચાઈ જાય છે : એક વર્ગ નિત્યમુક્ત જગત્કર્તા એક ઈશ્વરનો સ્વીકાર કરે છે. નિત્યમુક્તનો અર્થ એ છે કે જે ભૂતકાળમાં કદી બદ્ધ ન હતો, વર્તમાનમાં બદ્ધ નથી અને ભવિષ્યમાં બદ્ધ થવાનો નથી. બીજો વર્ગ સાધના કરી કલેશમુક્ત વીતરાગ થઈ જીવોને રોગમુક્ત થવાનો - મોક્ષમાર્ગનો ઉપદેશ આપનાર જીવન્મુક્તને જ ઈશ્વર ગણે છે. આ બીજો વર્ગ નિત્યમુક્ત જગર્તા ઈશ્વરને સ્વીકારતો નથી. પ્રથમ વર્ગમાં શેવપુરાણોથી પ્રભાવિત ઉત્તરકાલીન ન્યાયશષિક ચિંતકો તેમ જ ભાગવતપુરાણ-વિષ્ણુપુરાણથી પ્રભાવિત વેદાન્તી વૈષ્ણવાચાર્યો રામાનુજ વગેરે સમાવેશ પામે છે. બીજા વર્ગમાં જેન, બૌદ્ધ, પતંજલિ અને પ્રાચીન ચાયવૈશેષિક સમાવેશ પામે છે. જૈન અને બૌદ્ધ ચિંતકોએ પ્રથમ વર્ગના ચિંતકોની ઈશ્વરવિભાવનાની ક આલોચના કરી છે. આ બધાંનું વિસ્તૃત નિરૂપણ આ પ્રકરણમાં છે.
વસ્તુનું યથાર્થ જ્ઞાન કોને ગણવું? યથાર્થ જ્ઞાન કરવાનાં સાધનો (પ્રમાણો) કેટલાં છે? આ સાધનોની સંખ્યાનાં નિયામક કારણો ક્યાં છે? જ્ઞાનનું જ્ઞાન કેવી રીતે થાય છે ? જ્ઞાનના યથાર્થ્યનું (પ્રામાયનું) જ્ઞાન કેવી રીતે થાય છે? એક જ વિષયમાં એક્થી વધુ પ્રમાણો પ્રવૃત્ત થઈ શકે ? જ્ઞાન અંગેની આ કેટલીક સમસ્યાઓ છે. આ સમસ્યાઓ પરત્વે ભારતીય દાર્શનિકોના ઉત્તરોનું સંક્ષિપ્ત નિરૂપણ પાંચમા પ્રકરણમાં ક૨વામાં આવ્યું છે.
છઠ્ઠી પ્રકરણમાં જ્ઞાનના પ્રામાયની ઉત્પત્તિ અને જ્ઞપ્તિ વિશે વિસ્તારથી વિચારણા કરવામાં આવી છે. જે કારણ જ્ઞાનને ઉત્પન્ન કરે છે તે જ કારણ પ્રમાણને
Jain Education International
For Private & Personal Use Only,
www.jainelibrary.org