SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય દર્શનોમાં ઈશ્વર . • ૫૭ આ પૂર્વપક્ષનું યુક્તિદીપિકાકારે કરેલું ખંડન સંક્ષેપમાં નીચે પ્રમાણે છે. પ્રાસાદ આદિની જેમ કાર્યવિશેષ આપણા જેવા જીવકર્તક છે કે અતિશયબુદ્ધિશાળી ઈશ્વરફ્લેક એમાં સંદેહ છે. તેથી ઉક્ત અનુમાનથી ઈશ્વરનું અસ્તિત્વ સિદ્ધ નથી થઈ શકતું. વળી, પ્રકૃતિની પ્રવૃત્તિ બુદ્ધિ વિના થતી નથી, કારણ કે સાંખ્ય પરંપરા પ્રકૃતિથી જ બુદ્ધિનો આવિર્ભાવ માને છે. પ્રકૃતિમાં સૌપ્રથમ બુદ્ધિનું પ્રસ્તુરણ થાય છે અને પ્રકૃતિ બુદ્ધિપૂર્વક જ સમગ્ર જગવિલાસનું નિર્માણ કરે છે. એને ઈશ્વરની અપેક્ષા નથી. જો કહેવામાં આવે કે ઈશ્વર સર્વશક્તિમાન છે એટલે પ્રકૃતિ વિના પણ જગનિર્માણમાં એની બુદ્ધિ સ્કુરિત થશે. ઈશ્વર સ્વેચ્છાથી જ બુદ્ધિને આવિર્ભત કરી શકે છે એમ જો કહેવામાં આવે તો એનો ઉત્તર એ છે કે દષ્ટાન્તના અભાવમાં એની ઉપપત્તિ જ નહિ થઈ શકે. બુદ્ધિ ચેતનમાં સ્વતઃ આવિર્ભાવ પામતી હોય એવા દષ્ટાન્તનો સર્વથા અભાવ છે. તેથી દાર્જીન્તિકની સિદ્ધિ કરી શકાતી નથી. પ્રકૃતમાં ઈશ્વરની બુદ્ધિ જ કાછનિક છે. તેથી તેની ઉપપત્તિ નથી થઈ શકતી. . ઉપરાંત, યુક્તિદીપિકાકાર કહે છે કે ઈશ્વર જો સાંસારિક બધા પદાર્થોનો નિર્માતા હોય તો ધર્મ અને અધર્મ પણ ઈશ્વરનિર્મિત જ બની જશે. પરિણામે, નીચે મુજબ આપત્તિ આવશે. ઈશ્વર પરાનુગ્રહાયેં સંસારની રચના કરે છે. તેથી તે કોઈને દુઃખ દેવા નહિ ઈચ્છે. તેથી તે અધર્મની ઉત્પત્તિને રોકી કેવળ ધર્મની ઉત્પત્તિ કરશે, અધર્મને ઉત્પન્ન કરવામાં એનું કંઈ પ્રયોજન નથી. અને જો ધર્મ-અધર્મની ઉત્પત્તિ સ્વભાવતઃમાનવામાં આવે તો ઈશ્વરના સર્વકર્તૃત્વનો ભંગ થાય. તેથી ઈશ્વરના અસ્તિત્વનું પ્રમાણિત હોવું સંભવ નથી.. સંસારની અનાદિતામાં યથાપૂર્વમવન્વયઇત્યાદિ શ્રુતિ પ્રમાણ છે. જીવનું અદષ્ટ પહેલેથી જ વિદ્યમાન છે તથા સંસાર અનાદિ છે. તેથી ઈશ્વરકર્તુત્વની આવશ્યકતા જ નથી. ઈશ્વરની સિદ્ધિમાં આપવામાં આવેલ બીજી દલીલ પણ ઉચિત નથી, કારણ કે ચેતન અને અચેતનનો સંબંધ જો ચેતનકૃત જ માનવામાં આવે તો અનવસ્થાદોષ અનિવાર્ય છે. કેમ? કારણ કે ઈશ્વર તથા કાર્યવિશેષ અચેતનમાં જે કાર્યકારણભાવરૂપ સંબંધ છે તેને પણ ચેતનકૃત માનવો પડશે – ઈશ્વરનો ઈશ્વર માનવો પડશે અને આ પરંપરાનો અંત જ નહિ થાય. સાંખ્યસૂત્રકાર ઈશ્વરનો દઢ પ્રતિષેધ કરે છે. ઈશ્વરને પુરવાર કરનાર કોઈ પ્રમાણ નથી." “પ્રમેયસિદ્ધિ પ્રમાદ્ધિના નિયમને માનનાર સાંખ્યોને મતે પ્રમેયની અસિદ્ધિ અને પ્રમેયનો અભાવ બે જુદી વસ્તુ રહેતી જ નથી કારણકે પ્રમેયનું અસ્તિત્વ હોય તો કોઈ ને કોઈ પ્રમાણથી ગ્રાહ્ય યા સિદ્ધ થાય જ એવો સાંખ્ય મત છે. એટલે, ઈશ્વર કોઈ પ્રમાણથી સિદ્ધ થતો નથી એનો અર્થ ઈશ્વરનું અસ્તિત્વ નથી એ જ થાય. સૂત્રકાર કહે છે કે જો ઈશ્વર હોય જ તો તે કાં તો બદ્ધ હોય કાં તો મુક્ત હોય, ત્રીજો કોઈ પ્રકારયા વિકલ્પ સંભવતો નથી. ઈશ્વરને બદ્ધ (કલેશાદિયુક્ત) માની શકાય નહિ કારણ કે એમ માનતાં તો ઈશ્વર સાધારણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001201
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherJagruti Dilip Sheth Dr
Publication Year1998
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy