SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ ભારતીય તત્ત્વજ્ઞાન ધર્માધર્મ. જીવોના ધર્માધર્મ અનુસાર તેમના ભોગ અને અપવર્ગ માટે પ્રકૃતિ વિચિત્ર જગતનું સર્જન કરે છે. સૃષ્ટિના પ્રારંભે કર્માધીને પુરુષોના સંસ્પર્શના પ્રભાવે પ્રકૃતિની સામ્યવસ્થાનો ભંગ થાય છે અને સૃષ્ટિક્રિયાનો પ્રારંભ થાય છે. સાંખ્યકારિકાના ટીકાકાર વાચસ્પતિ પોતાની સાંખ્યતત્ત્વકૌમુદી(કારિકા-૫૭)માં સૃષ્ટિવ્યાપારમાં ઈશ્વરની અપેક્ષા પુરવાર કરનારું કોઈ પ્રમાણ નથી એમ જણાવે છે. જગત્કર્તા ઈશ્વરના સમર્થકો કહે છે કે અચેતન અને અજ્ઞ પ્રકૃતિ વિચિત્ર જગતનું સર્જનન કરી શકે; વળી, તેતે દેહસ્થજીવાત્માઓ પ્રકૃતિના પ્રેરક બની જગતનું સર્જન કરી શકે નહિ કારણ કે તેઓ પ્રકૃતિના સ્વરૂપથી અજ્ઞાત છે; એટલે સર્વદર્શી નિત્ય ઈશ્વર જ પ્રકૃતિના સૃષ્ટિકાર્યનો પ્રેરક બની શકે. આ આપત્તિના ઉત્તરમાં વાચસ્પતિ જણાવે છે કે વત્સપોષણ માટે ગાયના સ્તનમાંથી જેમ અજ્ઞ દૂધ ઝરે છે તેવી રીતે પુરુષના ભોગ અને મોક્ષ માટે અજ્ઞ પ્રકૃતિ સૃષ્ટિકાર્યમાં પ્રવૃત્ત થાય છે. ઈશ્વરને જો પ્રકૃતિનો પ્રેરક માનીએ તો સૃષ્ટિકાર્યમાં તેની પ્રેરણારૂપ પ્રવૃત્તિનું પ્રયોજન શું હોઈ શકે? જગતમાં બુદ્ધિમાન લોકો સ્વાર્થથી પ્રેરાઈને કે કરુણાથી પ્રેરાઈને પ્રવૃત્તિ કરે છે. પરંતુ ઈશ્વરને તો કોઈ સ્વાર્થ હોઈ શકે નહિ, કારણ કે તે તો પૂર્ણ છે. કરુણાવશે પણ તેની પ્રવૃત્તિ ઘટતી નથી. સૃષ્ટિ પહેલાં દુઃખ હોતું નથી, કારણ કે જીવોનાં દેહ, ઇન્દ્રિયો અને દુઃખદાયક વસ્તુઓની ઉત્પત્તિ થઈ જ હોતી નથી, એટલે સૃષ્ટિ પૂર્વે કરૂણા જ સંભવતી નથી. સૃષ્ટિ પછી દુઃખ જોઈને ઈશ્વરને કરુણા જન્મે છે એમ પણ ન કહી શકાય, કારણ કે એમ માનતાં ઈતરેતરાશ્રયદોષ આવે- કરુણાવશે સૃષ્ટિ અને સૃષ્ટિજન્ય દુઃખ જોઈને કરુણા. વળી, કરુણાવશે ઈશ્વરની સૃષ્ટિકાર્યમાં પ્રવૃત્તિ હોય તો તે બધાં પ્રાણીઓને સુખી જ કેમ ન સર્જે? કોઈ સુખી અને કોઈ દુઃખી એવી વિચિત્ર અને વિષમ સૃષ્ટિ કેમ કરે ? ખરેખર તો જીવોના ધમધર્મરૂપ કર્મવચિત્ર્યને પરિણામે સૃષ્ટિવૈચિત્ર્ય છે. કર્મોના અધિષ્ઠાતારૂપે ઈશ્વરને સ્વીકારવાની કોઈ જ જરૂર નથી. કમ સ્વયં પોતપોતાનું ફળ આપે છે. પ્રકૃતિ અજ્ઞ છે; તે સ્વાર્થે કે કરુણાવરો સૃષ્ટિ કરતી નથી. તે પોતે સ્વયં મહત્વ વગેરે રૂપે પરિણમે છે. જગતનું ઉપાદાનકારણ પ્રકૃતિ છે, નિમિત્તકારણ જીવોનાં ધર્માધર્મરૂપ કર્યો છે. તેથી સૃષ્ટિવ્યાપારમાં ઈશ્વરની કોઈ જરૂર યા અપેક્ષા નથી. સાંખ્યકારિકાની પ્રાચીન વ્યાખ્યા “યુક્તિદીપિકા’માં નિત્યમુક્ત જગત્કર્તા ઈશ્વરના અસ્તિત્વને પૂર્વપક્ષના રૂપમાં રજૂ કરી સાંખ્યસિદ્ધાન્ત અનુસાર એનું ખંડન કરવામાં આવ્યું છે. યુક્તિદીપકાના તર્કોને અહીં રજૂ કરવા ઉચિત જણાય છે. જગત્કર્તા ઈશ્વરમાં માનનારનું કહેવું છે કે પ્રત્યેક કાર્ય અતિશય બુદ્ધિસંપન્ન વ્યક્તિ દ્વારા સંપન્ન થાય છે, જેમ પ્રાસાદ અને વિમાન આદિ શિલ્પી દ્વારા નિર્મિત થાય છે તેમ મહાભૂત, ઇન્દ્રિયો, ભુવન આદિની રચના ઈશ્વર કરે છે. ઈશ્વરની સિદ્ધિમાં તેમની બીજી દલીલ એ છે કે ચેતન અને અચેતનનો સંબંધ ચેતનથી સંપાદિત થાય છે. જેમ બળદ અને ગાડાને વાહક પરસ્પર જોડે છે તેમ શરીરી અને શરીરનો સંબંધ ચેતન વડે સંપાદિત થાય છે અને તે ચેતન છે ઈશ્વર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001201
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherJagruti Dilip Sheth Dr
Publication Year1998
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy