________________
કર્મ અને પુનર્જન્મ
- ૪૭ કર્મસિદ્ધાંત નિરાશાવાદ કે અકર્મણ્યતા ભણી લઈ જતો નથી પરંતુ આશાવાદ અને પુરુષાર્થનો પોષક છે. કર્મ કરનારને, સાધના કરનારને તેનું યોગ્ય ફળ મળે જ છે એવો વિશ્વાસ આપનાર કર્મસિદ્ધાંત છે. એક જન્મમાં પ્રયત્ન કરવા છતાં પણ પરમપદ(વીતરાગતા)ની પ્રાપ્તિ ન થઈ અને અધવચ્ચે જ મરી ગયા તથા જે કંઈ પ્રાપ્ત ક્યું હતું એ પણ ચાલ્યું ગયું, આગલા જન્મમાં ફરી આ જન્મની જેમ દુઃખી થવું પડશે, વગેરે વિચારોને કર્મસિદ્ધાંતમાં સ્થાન નથી. પોતાના અધિકાર પ્રમાણે સાધના દ્વારા જે કંઈ જ્ઞાન જીવ એક જન્મમાં પ્રાપ્ત કરે છે, તે જ્ઞાનનો નાશમરણથી થતો નથી. એ જ્ઞાન તોજીવાત્માની સાથે એક જર્જર શરીર છોડી બીજા નવા શરીરમાં જાય છે અને બીજા જન્મમાં એ જીવ પૂર્વજન્મના સંચિત જ્ઞાનથી આગળ વધે છે. આમ કર્મવાદ આશા અને પુરુષાર્થનો પ્રેરક છે.
કર્મસિદ્ધાન્તની મહત્તા- ડો. મેક્સમૂલરનું મન્તવ્ય કર્મસિદ્ધાંતનું મહત્ત્વ દર્શાવતાં ડૉ. મેકસમૂલર કહે છે, “એ તો નિશ્ચિત છે કે કર્મના સિદ્ધાંતનો પ્રભાવ માનવજીવન ઉપર બેહદ પડ્યો છે. જો માનવી જાણે કે વર્તમાન જીવનમાં કોઈ જાતનો અપરાધ કર્યા વગર મારે જે કંઈ દુઃખ વેઠવું પડે છે એ મારા પૂર્વજન્મના કર્મનું જ ફળ છે, તો એ, જૂનું દેવું ચૂકવનાર માનવીની જેમ, શાંતપણે એ સંકટને સહન કરી લેશે; અને સાથે સાથે જે એ માનવી એટલું પણ જાણતો હોય કે સહનશીલતાથી જૂનું દેવું ચૂકતે કરી શકાય છે, તથા એથી જ ભવિષ્યને માટે ધર્મની મૂડી ભેગી કરી શકાય છે, તો એને ભલાઈને માર્ગે ચાલવાની પ્રેરણા આપોઆપ જ મળી જવાની... એટલું તો સુનિશ્ચિત છે કે કર્મનો સિદ્ધાંત સૌથી વધારે સ્થાનોમાં સ્વીકારવામાં આવ્યો છે. એનાથી લાખો માનવીઓનાં કષ્ટો ઓછાં થયાં છે. અને એ જ સિદ્ધાંતને લીધે માનવીને વર્તમાન સંકટ સહન કરવાની શક્તિ પેદા કરવાનું અને ભવિષ્યનું જીવન સુધારવાનું ઉત્તેજન મળતું રહ્યું છે."*
કર્મસિદ્ધાન્ત અને સર્વજ્ઞત્વ સામાન્ય રીતે સર્વજ્ઞત્વનો અર્થ એવો કરવામાં આવે છે કે બધાં જ દ્રવ્યોની બધી જ વ્યક્તિઓની સૈકાલિક બધી જ અવસ્થાઓનું યુગપર્દૂ સાક્ષાત્કારી જ્ઞાન. સર્વજ્ઞત્વનો આવો અર્થ કરવાથી દરેક જીવની શૈકાલિક બધી જ અવસ્થાઓ ચુસ્તપણે નિયત (predetermined) છે એવું અવશ્યપણે ફલિત થાય. તેમાં ફેરફારને કોઈ જ અવકાશ નથી. આને જ પં. હુકમચંદ ભારિત ક્રમબદ્ધપર્યાયવાદ કહે છે. એમાં પુરુષપ્રયત્ન, સ્વતંત્ર ઇચ્છાશક્તિ, નૈતિક જવાબદારી, આત્મસુધારણા, સાધના સર્વ જૂઠું ઠરે છે. પરિણામે, જેમાંથી આવો જડ નિયતિવાદ નિતાન્ત ફલિત થાય જ એવું આ સર્વજ્ઞત્વ કર્મસિદ્ધાન્તનું તદ્દન વિરોધી છે. બંનેનું સહાવસ્થાન અસંભવ છે. આવા સર્વજ્ઞત્વને અને કર્મસિદ્ધાન્તને બંનેને કોઈ એક ચિંતક સ્વીકારી ન શકે. બેમાંથી એકનો ત્યાગ કરવો જ પડે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org