SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મ અને પુનર્જન્મ ફેંકવામાં આવેલા લાકડાના ગોળાનું ઉદાહરણ આપે છે. અર્થાત્ જૈનો કહેવા માંગે છે કે , મન-વચન-કાયાની પ્રવૃત્તિ હોવા છતાં પણ જો કષાય ન હોય તો ઉપાર્જિત કર્મોમાં સ્થિતિ તેમ જ રસનો બંધ થતો નથી. સ્થિતિ અને રસ બન્નેના બંધનું કારણ કષાય છે. આથી ક્યાય જ સંસારની ખરી જડ છે. આમ, ખરેખર તો ફળની આકાંક્ષાવાળી પ્રવૃત્તિ જ બંધનું કારણ છે, ફળની આકાંક્ષા વિનાની અનાસક્ત પ્રવૃત્તિ બંધનું કારણ નથી એવું ફલિત થાય છે. (જુઓ તત્ત્વાર્થસૂત્ર ૮.૩, સર્વાર્થસિદ્ધિ ૮.૩, તત્ત્વાર્થસૂત્ર ૬.૪) અહીં ન્યાયવિશારદ ન્યાયતીર્થ મુનિશ્રી ન્યાયવિજયજીના શબ્દો ટાંકવા યોગ્ય છે. તેઓ તેમના જૈનદર્શન પૃ. ૩૭૫ ઉપર કહે છે કે “કર્મદલના અનન્ત વિસ્તારમાં મોહનું –રાગદ્વેષમોહનું, કામ, ક્રોધ, મદ, માયા, લોભ એ ટોળકીનું – પ્રમુખ અને અગ્રિમ વર્ચસ્ છે. ભવચકનો મુખ્ય આધાર એમના ઉપર છે. એઓ સમગ્ર દોષોના ઉપરિ છે. સકલ કર્મતત્ર પર એમનું અગ્રગામી પ્રભુત્વ અને નેતૃત્વ છે. એમનાથી મુક્તિ થઈ જાય તો સમગ્ર કર્મચથી મુક્તિ થયેલી જ છે. એટલા માટે કહ્યું છે : કષાયમુરૂિ તિ મુરિવ અર્થાત્ કષાયોથી મુક્ત થવામાં જ મુક્તિ છે.” પ્રવૃત્તિત્યાગ સંબંધમાં એ વિચારક મુનિવરે જે કહ્યું છે તે વિચારણીય છે. તેઓ કહે છે, અશુભ પ્રવૃત્તિ છોડી જ દેવાની છે, પણ તે ક્યારે બને? જ્યારે મનને શુભ પ્રવૃત્તિઓમાં રોજ્વામાં આવે ત્યારે. જેમ પગમાં વાગેલો કાંટો કાઢવામાં સોયનો ઉપયોગ કરીએ છીએ તેમ અશુભ પ્રવૃત્તિઓથી છૂટવા માટે શુભ પ્રવૃત્તિઓનો આશ્રય લેવાની જરૂર પડે છે. કાંટો કાલ્યા પછી કાંટાને ફેંકી દઈએ છીએ, પણ સોયને ભવિષ્યના ઉપયોગ માટે સાચવી રાખીએ છીએ, તે પ્રમાણે જ્યાં સુધી અશુભ પ્રવૃત્તિઓ પ્રત્યેનું વલણ તદ્દન નાબૂદન થયું હોય ત્યાં સુધી શુભ પ્રવૃત્તિઓ ત્યાજ્ય બનતી નથી. શુભ પ્રવૃત્તિના બંધનથી છૂટવા માટે તે પ્રવૃત્તિનો ત્યાગ કરવાની જરૂર નથી, પણ તે પ્રવૃત્તિના કર્તાએ પ્રવૃત્તિ કરવાના આશયને શુભમાંથી શુદ્ધ રૂપમાં ફેરવવાની જરૂર છે. પ્રસ્તુતમાં કહેવાની મતલબ એ છે કે પ્રવૃત્તિ છોડી છૂટતી નથી. જ્યારે તેની જરૂર નથી હોતી ત્યારે તે આપોઆપ સ્વાભાવિક્મણે છૂટી જાય છે. પણ જ્યાં સુધી જીવનની દશા સ્વભાવતઃ પ્રવૃત્તિગામી છે ત્યાં સુધી માણસે અસત્ પ્રવૃત્તિને ત્યાગી સસ્પ્રવૃત્તિશીલ બનવું જોઈએ. અકાળે કરેલા પ્રવૃત્તિત્યાગમાં કર્તવ્યપાલનના સ્વાભાવિક અને સુસંગત માર્ગથી ગ્રુત થવાપણું છે, એમાં વિકાસ સાધાનાની અનુકૂળતા નથી, પણ જીવનની વિડંબના છે.” (જૈનદર્શન, પૃ. ૩૬૩) જેનો સ્વીકારે છે કે પૂર્વજન્મમાં કરેલાં કર્મ આ જન્મમાં ફળે છે, તેમ આ જન્મમાં કરેલાં કર્મ પણ આ જન્મમાં ફળે છે. આના સમર્થનમાં ન્યાયવિજયજી ભગવતીસૂત્રને અંકે છે. (જૈનદર્શન પૂ. ૩૫૫). દસકાલિયસત્તની અગત્યસિંહચુણિ (પ્રાકૃત ટેસ્ટ સોસાયટી, પૃ. ૫૭) આ બે પ્રકારનાં કર્મો માટે અનુક્રમે પરલોદનીય અને ઈહલોકવેદનીય એવાં નામો વાપરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001201
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherJagruti Dilip Sheth Dr
Publication Year1998
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy