________________
૩
કર્મ અને પુનર્જન્મ
જેમ ભૌતિક જગતમાં કાર્યકારણનો નિયમ કાર્ય કરે છે તેમ નૈતિક જગતમાં પણ કાર્યકારણનો નિયમ કાર્ય કરે છે. તેને આપણે કર્મનો નિયમ-કર્મસિદ્ધાન્ત કહીએ છીએ. દરેક ક્રિયાને તેનું ફળ હોય છે. ‘જેવું કરશો તેવું પામશો’ આ ભાવના ભારતીય સંસ્કૃતિમાં વ્યાપ્ત છે. કર્મસિદ્ધાન્તની પાયાની વાત આ જ છે. પરંતુ આ સિદ્ધાન્ત કેવી રીતે કામ કરે છે તે સમજવું કઠણ છે. કર્મની ગતિ વિચિત્ર છે અને ન કળી શકાય એવી છે.
આપણે ઘણી વાર જોઈએ છીએ કે સજ્જન માણસ સુકાર્યો કરવા છતાં આ જન્મમાં તેના ફળરૂપ સુખ પામતો નથી અને દુર્જન માણસ કુકર્મ કરવા છતાં આ જન્મમાં ભરપૂર સુખ ભોગવે છે. આવી પરિસ્થિતિને લઈ આપણી શ્રદ્ધા કર્મસિદ્ધાન્તમાંથી ન ડગે ? આનો ઉત્તર એ છે કે સુકાર્યોનાં કે કુકર્મોનાં ફળ મળે જ છે-આ જન્મમાં નહિ તો પછીના જન્મમાં. કેટલાંક કર્મો આ જન્મમાં ફળે છે, કેટલાંક પછીના જન્મમાં.
પરંતુ આ માટે તો પુનર્જન્મ સાબિત કરવો જોઈએ. પુનર્જન્મ નીચે પ્રમાણે સાબિત થાય છે. તાજા જન્મેલા બાળકને ભયંકર પદાર્થના દર્શનથી ભય અને ત્રાસ થાય છે. આ ભય અને ત્રાસ દુઃ ખની સ્મૃતિ થવાને પરિણામે થાય છે. તે સ્મૃતિ સંસ્કાર વિના તો સંભવે નહિ અને સંસ્કાર પૂર્વાનુભવ વિના બને નહિ. અને તાજા જન્મેલામાં પૂર્વે દુઃખાનુભવ થયો હોવાનો સંભવ નથી. તેથી તે પૂર્વજન્મમાં થયેલો હોવો જોઈએ. આમ તાજા જન્મેલા બાળકને ભયંકર પદાર્થ જોઈ થતો ભય અને ત્રાસ પૂર્વજન્મને સાબિત કરે છે. વળી, કેટલાકને પૂર્વજન્મનું સ્મરણ પણ આ જન્મમાં થાય છે. આ સ્મરણને જાતિસ્મરણ કહેવામાં આવે છે. જાતિસ્મરણ પણ પૂર્વજન્મને સિદ્ધ કરે છે. પૂર્વજન્મ સિદ્ધ થતાં પુનર્જન્મ પણ આપોઆપ સિદ્ધ થઈ જાય છે.
કરેલું કોઈ પણ કર્મ ફળ આપ્યા વિના રહેતું નથી. કર્મનો આ અટલ નિયમ જન્મજન્માન્તર સુધી વિસ્તરે છે. એ જ નિયમ આપણા ભૂત, ભાવિ અને વર્તમાનને સમજાવે છે.
આમ કર્મ અને પુનર્જન્મ એ બેને એકબીજાથી છૂટા પાડી શકાય એમ નથી. ઋગ્વેદમાં કર્મ અને પુનર્જન્મનો અણસાર
ઋગ્વેદમાં આવતી ૧૦.૧૬.૩ ઋચા નોધપાત્ર છે. તેમાં મૃત મનુષ્યની ચક્ષુને સૂર્ય પાસે અને આત્માને વાયુ પાસે જવાનું કહ્યું છે. વળી, તેમાં એ આત્માને પોતાના ધર્મ (અર્થાત્ કર્મ) અનુસાર પૃથ્વીમાં, સ્વર્ગમાં, પાણીમાં કે વનસ્પતિમાં જવાનું કહેવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org