________________
૧૩૮
ભારતીય તત્ત્વજ્ઞાન
છે, નિરર્થક છે. તેથી યથાર્થ જ્ઞાન જો અગૃહીતગ્રાહી હોય તો જ તેને પ્રમાપઢે સ્થાપવું જોઈએ, અન્યથા નહિ. આ મીમાંસક મતનો નૈયાયિકો સખત વિરોધ કરે છે. તેઓ કહે છે કે ગૃહીત વિષયને ગ્રહણ કરનારો યથાર્થ અનુભવ વિફળ યા નિરર્થક નથી. સાપ, કાંટો, રીંછ, મગર, વિષધર, વગેરે હેય વિષયો ફરી ફરી દેખાય છે ત્યારે દરેક વખતે તેમને દૂર કરવા સત્વર પ્રવૃત્તિ થાય છે. ચંદન, કપૂર, હાર, રમણી, વગેરે ઉપાદેય વિષયો ફરી ફરી દષ્ટિગોચર થાય છે ત્યારે દરેક વખતે અત્યંત સુખ થાય છે, આ સુખ દરેકને અનુભવગમ્ય છે. આમ ત્યાજ્ય વસ્તુનું પુનઃ પુનઃ દર્શન કે ગ્રાહ્ય વસ્તુનું પુનઃ પુનઃ દર્શન અકિંચિત્કર નથી. તેથી જ્ઞાનને પ્રમા બનવા અગૃહીતગ્રાહી હોવું જરૂરી નથી. અગૃહીતગ્રાહિત્વ ઉપરાંત અડુટકારણજન્યત્વને પણ ભાટ્ટ મીમાંસકોએ પ્રમાણલક્ષણમાં સ્થાન આપ્યું છે. આમ કરીને તેમણે કણાદનું અનુસરણ કર્યું છે.
-
૧.
11
૩
બૌદ્ધ ધર્મકીર્તિ અવિસંવાદિતાને પ્રમાણના લક્ષણ તરીકે રજૂ કરે છે. તે અવિસંવાદિતાને જ્ઞાન અને તજન્ય પ્રવૃત્તિનો સંવાદ સમજે છે. જે વિષયનું જ્ઞાન થયું હોય તે જ વિષયને પ્રાપ્ત કરવા કરાયેલી તે જ્ઞાનજન્ય પ્રવૃત્તિ તે વિષયને પ્રાપ્ત કરે તો તે જ્ઞાન અવિસંવાદી ગણાય. વિરોધીઓએ જણાવ્યું કે બૌદ્ધ મતે વસ્તુ ક્ષણિક હોઈ જ્ઞાને દર્શાવેલ વિષય અને તે જ્ઞાનજન્ય પ્રવૃત્તિ વડે પ્રાસ વિષય કદી એક હોઈ શકે જ નહિ; પરિણામે, ક્ષણિકવાઠમાં જ્ઞાન અને પ્રવૃત્તિ વચ્ચેનો અવિસંવાદ જ અસંભવ હોઈ કોઈ જ્ઞાનને પ્રમાણ ગણી શકાય નહિ. આ મુશ્કેલીનો ઉકેલ ધર્મોત્તર એમ સૂચવીને કરે છે કે પ્રમાણનું લક્ષણ બાંધતી વખતે ધર્મકીર્તિએ વિષયસન્તતિને દષ્ટિ સમક્ષ રાખી છે, તે સન્તતિની ક્ષણોને દષ્ટિ સમક્ષ રાખી નથી.૧૨ ધર્મકીર્તિએ પ્રમાણની સમસ્યાને વ્યાવહારિક દષ્ટિએ વિચારી છે, જે દષ્ટિ વસ્તુને સ્થાયી સ્વીકારે છે. ઉપરાંત, ધર્મકીર્તિને માટે પ્રમાણે અજ્ઞાત અર્થને ગ્રહણ કરવું આવશ્યક છે. પ્રમાણ એ કંઈક નવું જ્ઞાન છે, તે અગૃહીતગ્રાહી છે, અજ્ઞાત અર્થનો પ્રકાશ કરનારું છે. ધર્મકીર્તિને કોઈ આપત્તિ આપે છે કે પ્રમાણનું આવું લક્ષણ માનતાં તો સ્વલક્ષણરૂપ વિશેષને ગ્રહણ કરનાર જ્ઞાન પછી તરત ઉત્પન્ન થનારું સામાન્યગ્રાહી જ્ઞાન પ્રમાણ બની જશે કારણ કે સ્વલક્ષણગ્રાહી પૂર્વ જ્ઞાને ન જાણેલા વિષયને (સામાન્યને) તે જ્ઞાનથી જન્મ ઉત્તર જ્ઞાન જાણે છે." પરંતુ ધર્મકીર્તિ જણાવે છે કે તેમનો આશય એમ કહેવાનો છે કે અજ્ઞાત સ્વલક્ષણને જાણનારું જ્ઞાન પ્રમાણ છે;' પ્રમાણ દ્વારા લોકો સ્વલક્ષણરૂપ વિશેષને મેળવવા ઇચ્છે છે, કારણ કે સ્વલક્ષણરૂપ વિશેષ જ સ્નાન, પાન, વગેરે અભિમત અર્થક્રિયા પાર પાડવાનું સાધન છે.' બૌદ્ધ મતે વસ્તુ ક્ષણિક હોઈ કોઈ એક વસ્તુને ગ્રહણ કરનારાં બે જ્ઞાનો સંભવી જ ન શકે. તેથી ક્ષણિકવાદના મૂળભૂત સિદ્ધાન્તની સાથે સંવાદ જાળવવા માટે પ્રમાણના વિશિષ્ટ લક્ષણ તરીકે અગૃહીતગ્રાહિત્વને રજૂ કરવાનું ધર્મકીર્તિ યોગ્ય સમજે છે.
૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org