________________
ભારતીય તત્વજ્ઞાન * અહીં કોઈ શંકા ઉઠાવે છે કે ઈશ્વર અશરીરી હોઈ તે કેવી રીતે કલાઓનું કૌશલ જીવોને દેખાડી કલાઓ શિખવી શકે ? આનો ઉત્તર આપતાં ઉદયનાચાર્ય સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે ઈશ્વર પણ કાર્યવશાત્ વચ્ચે વચ્ચે શરીર ધારણ કરે છે અને વિભૂતિ દર્શાવે છે.૪૮ - ઉદયનનો આ ઉત્તર સાંભળી કોઈ આપત્તિ કરે છે કે ન્યાયવૈશેષિકો શરીરને ભોગાયતન ગણે છે. જો ઈશ્વરને ધર્મ ન હોય તો તેને ભોગાયતન પણ ન જ હોય અને ઈશ્વરમાં ધર્મ માનવો તો ઈષ્ટ નથી. ટીકાકાર વર્ધમાન આ અસંગતિને દૂર કરવા માટે પ્રયત્ન કરે છે. તે કહે છે કે ઈશ્વરનો ધર્મ તેના શરીરનું કારણ નથી પરંતુ જીવોનો ધર્મ ઈશ્વરના શરીરનું કારણ છે.૪૯
(૫) પ્રત્યુતર વેદમાં વિષયવસ્તુનું યથાર્થ નિરૂપણ છે. વેદમાં કહેવામાં આવેલું બધું સત્ય છે. વેદ પ્રમાણ છે. વેદનું પ્રામાણ્ય નિર્દોષ વ્યક્તિને સૂચવે છે. રાગ આઠ દોષવાળી વ્યક્તિનાં વચનો અપ્રમાણ હોય છે-અયથાર્થ હોય છે, જ્યારે રાગ આદિ દોષરહિત વ્યક્તિનાં વચનો યથાર્થ જ હોય છે; રાગ આદિ દોષરહિત વ્યક્તિ જ વસ્તુને યથાર્થ જાણી શકે છે અને જેવી તેણે તે વસ્તુને જાણી હોય તેવી જ નિરૂપી શકે છે; રાગ આદિ દોષરહિત વ્યક્તિ સર્વજ્ઞ હોય છે. આવી રાગ આદિ દોષરહિત સર્વશ વ્યક્તિનાં વચનોરૂપ વેદ હોવાથી વેદનું પ્રામાણ્ય છે. આમ વેદનું પ્રામાણ્ય રાગ આદિ દોષરહિત સર્વજ્ઞ વ્યક્તિને અર્થાત્ ઈશ્વરને પુરવાર કરે છે.
(૬) શ્રખર-વેદના પ્રામાણ્ય ઉપથી નિર્દોષ ઈશ્વરને ઉપર પુરવાર કર્યો છે. પરંતુ મીમાંસક પ્રશ્ન ઊઠાવે છે કે વેદના પ્રામાણ્ય ઉપરથી તેનો કોઈ જ કર્તા નથી એમ કેમ માનતા નથી? ન્યાયવૈશેષિકો ઉત્તર આપે છે કે આયુર્વેદ વગેરે શાસ્ત્રો જેમ પુરુષકૃત છે તેમ વેદ પણ પુરુષકૃત જ હોવો જોઈએ. વેદનો જે કર્તા છે તે જ ઈશ્વર છે. | (૭) વાચાવેદ વાક્યરૂપ છે. વેદવાક્યો ઉપરથી પુરવાર થાય છે કે વેદનો કોઈ કર્તા હોવો જ જોઈએ. મહાભારતગત વાક્યોના કર્તા જેમ વ્યાસ છે તેમ વેઠગત વાક્યોના કર્તા પણ હોવા જ જોઈએ. વેદગત વાક્યોના જે કર્તા છે તે જ ઈશ્વર છે.
(૮) સ વિશેષા-સૃષ્ટયારંભે બે અણુઓનો સંયોગ થઈ Áયણુક બને છે. ચણકનું પરિમાણ અણુપરિમાણજન્ય નથી કારણ કે જો તેના પરિમાણને અણુપરિમાણજન્ય માનવામાં આવે તો તેનું (= દ્વચણકનું) પરિમાણ અણુતર બિનવાની આપત્તિ આવે; તે મહત્પરિમાણજન્ય પણ નથી કારણ કે અણુ
ઓમાં મહત્પરિમાણ નથી, વળી દ્વચણુકના પરિમાણને મહત્પરિમાણ ન્યાયવૈશેષિકો ગણતા નથી. દ્વચણકનું પરિમાણ પણ અણુપરિમાણ જ છે, પણ અણુના અણુપરિમાણ અને દ્વચણકના અણુપરિમાણ વચ્ચે કંઈક ભેદ છે; દ્વચણકનું અણુપરિમાણ કંઈક ઓછું અણુપરિમાણ છે અર્થાત્ અણુના પરિમાણ કરતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org