SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ 32 જૈનદર્શનનાં વૈજ્ઞાનિક રહસ્યો સ્લિટોમાંથી પસાર થાય છે ત્યારે, અને ખોજયંત્ર વડે નોંધાતી વખતે 1,2,3 વગેરે સંખ્યામાં જ આવે છે. જે રીતે બંદૂકની ગોળીઓ નોંધાતી હતી. આમ છતાં જોવાની ખૂબી એ છે કે બંને સ્લિટોથી મળતાં પ્રાયોગિક પરિણામો, તરંગોથી મળતાં પરિણામો જેવાં છે. અહીં એક એક સ્લિટ ખુલ્લી રાખીને કરેલા પ્રયોગનાં પરિણામોમાં ઈલેક્ટ્રૉન કણ સ્વરૂપે વર્તતો જોવા મળે છે. જ્યારે બંને સ્લિટોનાં સંયુક્ત પરિણામોમાં તે તરંગ સ્વરૂપે વર્તતો જોવા મળે છે. એટલે ઈલેક્ટ્રોન, એ વાસ્તવમાં કણ છે કે તરંગ એવો પ્રશ્ન આધુનિક વિજ્ઞાનની દષ્ટિએ યથાવત્ જ રહેતો જણાય છે. પણ સૂક્ષ્મ બુદ્ધિથી વિચારીએ તો, આ પ્રયોગો એવું સિદ્ધ કરી આપે છે કે સૂક્ષ્મ જગતના સભ્યો, કણ સ્વરૂપ હોવા છતાં તરંગ સ્વરૂપે પણ વર્તી શકે છે. જે ભવિષ્યમાં દ્રવ્યકણ-તરંગવાદ માટે આધાર સમાન બની શકે છે. તે જ રીતે આધુનિક વિજ્ઞાનની દૃષ્ટિએ, પ્રકાશને માટે તરંગો કે કણો એવો પ્રશ્ન યથાવત્ જ રહ્યો અને એ પ્રમાણે અત્યારે પણ છે, કારણ કે પ્રકાશને લગતી વ્યતિકરણ, ધ્રુવીભવન અને વિવર્તન જેવી ઘટનાઓ સમજાવવા તરંગવાદ સિવાય બીજો કોઈ ઉપાય નથી. જ્યારે બીજી બાજુ તરંગવાદ વિકિરણની તીવ્રતા તથા ફોટોઈલેક્ટ્રિક ઘટનાને સમજાવવામાં સદંતર નિષ્ફળ જાય છે. આમ અત્યારે પણ પ્રકાશની બાબતમાં કણવાદ અને તરંગવાદ બંનેને સ્વીકારવામાં આવ્યા છે. આ વિષે ફ્રીટજોફ કેપ્રા (Fritjof Capra)એ પોતાના The Turning Point નામના પુસ્તકમાં કહ્યું છે કે : "A few years later quantum theory made it clear that even the subatomic particles - the electrons and the protons and the neutrons in the nucleus - were nothing like the solid objects of classical physics..... They appear sometimes as particles, sometimes as waves, and this dual nature is also exhibited by light, which can take the form of electromagnetic waves or particles. The particles of light were first called 'quanta' by Einstein hence the origin of the term 'Quantum Theory' and are now known as photons. This dual nature of matter and of light is very strange. It seems impossible to accept that something can be, at the same time, a particle, an entity confined to a very small volume, and a wave, which is spread out over a large region of space. An electron is neither a particle nor a wave but it may show particle - like aspects in some situations and wave-like aspects in others. While it acts like a particle, it is capable of developing its wave-nature at the expense Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001200
Book TitleJain Darshanna Vaigyanik Rahasyo
Original Sutra AuthorN/A
AuthorNandighoshvijay
PublisherBharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
Publication Year2000
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Science
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy