SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદર્શનની દષ્ટિએ આઈન્સ્ટાઈનના વિશિષ્ટ. - 15 વળી આ ત્રણે ય સમીકરણો પ્રકાશ કરતાં વધુ વેગવાળા પદાર્થોને લાગુ પાડી શકાતાં નથી, તેથી પણ આ સમીકરણો યોગ્ય નથી. સદિશો(vectors)ના સરવાળાની બાબતમાં પણ આઈન્સ્ટાઈનનું સમીકરણ સંતોષકારક જણાતું નથી. કારણ કે પ્રકાશ કરતાં વધુ વેગવાળા સદિશોનો સરવાળો તે સમીકરણ પ્રમાણે હંમેશાં ઓછો જ રહે છે અને જે સદિશોનો સરવાળો કરવાનો છે, તે સદિશો, જો પ્રકાશ જેટલા અને પ્રકાશ કરતાં બમણા વેગવાળા હોય તો તે સદિશનો સરવાળો ફક્ત જેટલો જ આવે છે. જે વાસ્તવિકતાની વિરુદ્ધ છે. ટૂંકમાં આઈન્સ્ટાઈનનાં આ ચારેય સમીકરણો, પ્રકાશ કરતાં વધુ વેગવાળા પદાર્થ માટે બિનઉપયોગી છે. જ્યારે વિશ્વના ટોચના વિજ્ઞાનીઓ એમ માને છે કે આપણા આ ભૌતિકશાસ્ત્રનાં દરેક સમીકરણો દરેક પરિસ્થિતિમાં વાસ્તવિક અને સંતોષકારક ખુલાસો આપતાં હોવાં જોઈએ એટલે જે સમીકરણો વિશ્વની નાનામાં નાની ઘટના અથવા પદાર્થને સમજાવતાં હોય, તે જ સમીકરણો વિશ્વની મોટામાં મોટી ઘટના અથવા પદાર્થને તે જ રીતે સરળતાથી સમજાવી શકતાં હોવાં જોઈએ. પરંતુ આપણે ઉપર જોયું તેમ વિશિષ્ટ સાપેક્ષતા સિદ્ધાંતનાં સમીકરણો, પ્રકાશ કરતાં વધુ વેગવાળા પદાર્થોની ઘટના કે પદાર્થોને સમજાવી શકતાં નથી માટે, આપણા વિજ્ઞાનીઓ આ દિશામાં વિશિષ્ટ સંશોધન કરે અને ભારતીય દાર્શનિક પરંપરાએ પ્રરૂપેલા સત્યને, આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિએ જગત સમક્ષ મૂકે. હું જાણું છું કે આ કાર્ય ખૂબ મહાન અને ભગીરથ છે અને તે કોઈક એક વિજ્ઞાની દ્વારા થઈ શકે તેમ નથી અને આ કાર્ય અત્યંત ધીરજવાળા, ખંતીલા અને વિજ્ઞાન તથા દર્શન પ્રત્યે જેણે જીવન સમર્પિત કર્યું છે એવા વિજ્ઞાનીઓ દ્વારા જ થઈ શકે તેમ છે. તો આપણા મહાન વિજ્ઞાનીઓ આ કાર્યમાં મને યોગ્ય સહકાર આપશે એવી આશા અને શુભેચ્છા સહ મારો આ નિબંધ પૂર્ણ કરું છું. તા. 14-12-1985 1. વર્ગણા સંબંધી વધુ માહિતી, આચારાંગ ટીકા, પંચસંગ્રહ, કર્મપ્રકૃતિ વગેરે જૈનગ્રંથોમાં ઉપલબ્ધ છે. સામાન્ય માહિતી પ્રકાશ તરંગો કે કણો?” લેખમાં આપેલ છે. 2. નૈનશાસ્ત્રો મેં કાન કી રૂા. પ સર્વેક્ષણ, – શ્રી નનન નૈન (અમરમાતી, માર્વપ્રિલ, 1985, પૃ. 22) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001200
Book TitleJain Darshanna Vaigyanik Rahasyo
Original Sutra AuthorN/A
AuthorNandighoshvijay
PublisherBharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
Publication Year2000
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Science
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy