SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ 3 શત્રુંજય-મંડન શ્રી આદિનાથ પ્રભુની પ્રતિષ્ઠા-તિથિ શંકા અને સમાધાન ‘શ્રીશત્રુંજયતીર્થોદ્ધાર પ્રબંધ'માં પ્રબન્ધકર્તાએ, શત્રુંજયતીર્થાધિપતિ શ્રી આદિનાથ પ્રભુની પ્રતિષ્ઠાની તિથિ વૈશાખ વદ-6, વિ.સં. 1587 નોંધી છે, જ્યારે તે જ પ્રતના અંતે આ પ્રમાણે લખાણ મળે છે. સં.1587,ચૈત્ર વદિ6, રવી શ્રવણ નક્ષત્રે દો. કરમાકારિતઃ શત્રુંજયોદ્ધાર ઉપાધ્યાય શ્રીવિનયમંડન સાહાયાત્ ભટ્ટારક શ્રીવિદ્યામંડનસૂરિભિઃ પ્રતિષ્ઠિતા મૂલનાયકપ્રતિમા ઇતિ"1 આમ એક જ પ્રતમાં પ્રતિષ્ઠાની તિથિ માટે વૈશાખવદ 6 અને ચૈત્ર વદ 6, એવા બે ઉલ્લેખો મળે ત્યારે સ્વાભાવિક રીતે શંકા થાય કે પ્રતિષ્ઠાની સાચી તિથિ કઈ? શ્રી જયંતભાઈ કોઠારી એક સમાધાન એ આપે છે કે ગુજરાતની ચૂત્રવદ 6, એ મારવાડી વૈશાખ વદ 6 ગણાય છે, મતલબ કે પ્રબધુમાં જણાવેલ વૈશાખ વદ 6ને મારવાડી તિથિ માની લઈએ તો ગુજરાતી ચૈત્ર વદ 6 આવે. શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસમાં નોંધે છે કે “કર્મા સાહે... સં. 1587ના વૈશાખવદ (ગુજરાતની ગણનાએ ચૈત્રવદિ) 6, રવિવારના દિને ધર્મરત્નસૂરિ શિષ્યપટ્ટધર વિદ્યામંડનસૂરિ પાસે પ્રતિષ્ઠા કરાવી. આ રીતે શ્રી શંત્રુજયની ખંડિત પ્રતિમાનો ઉદ્ધાર કર્મા સાથે કર્યો અને તેની પ્રશસ્તિ ઉક્ત સૂરિના શિષ્ય શ્રી વિવેકધીરે બનાવી, તે ઉપરાંત તેમને તે સંબંધી “શ્રી શત્રુંજય તીર્થોદ્ધાર પ્રબંધ' સંસ્કૃતમાં રચ્યો.” શ્રી મો. દ. દેસાઈએ, આ જ પુસ્તકની પ્રસ્તાવનામાં શ્રી શત્રુંજય ઉપરના શ્રી આદિનાથ જિનાલયનો પરિચય આપતાં પ્રતિષ્ઠાની તિથિ, “સં. 1587ના ચૈત્રવદ 6, રવિવાર’ સ્પષ્ટરૂપે નોંધી છે.' આ વાતને માન્ય રાખીએ તો પ્રતિષ્ઠાની સાલગિરિ અત્યારે જે ગુજરાતી વૈશાખ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001200
Book TitleJain Darshanna Vaigyanik Rahasyo
Original Sutra AuthorN/A
AuthorNandighoshvijay
PublisherBharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
Publication Year2000
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Science
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy