SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ 205 પૂર્વભારત અને પશ્ચિમ ભારતના બે મહાન વિજ્ઞાનીઓ "Bose's derivation of planck's formula appears to me an important step forward. The method used here gives also the quantum theory of an ideal gas as I shall show elsewhere." ડો. એસ. એન. બોઝ પ્રથમ ગણિત વિજ્ઞાની હતા કે જેમને ક્વૉન્ટમ સ્ટેટિસ્ટિક્સને તાર્કિક રીતે સૂત્રબદ્ધ કર્યું હતું : | (v) =5n h _* - per -1) " મેક્સ પ્લાંકનું આ વિશ્વપ્રસિદ્ધ વિકિરણ સમીકરણ છે. જે પ્રાયોગિક કક્ષાએ પૂર્ણતઃ સત્ય પુરવાર થયેલ છે. પ્લાંકના આ સમીકરણની સમજૂતી આપતાં ઘણા વિજ્ઞાનીઓએ વિકિરણને વીજચુંબકીય તરંગ સ્વરૂપે સ્વીકારેલ. જ્યારે ડૉ. બોઝે આ સૂત્રની સિદ્ધિ કરતા વિકિરણને વીજચુંબકીય કણ સ્વરૂપે સ્વીકાર્યું હતું, જે તેમની પોતાની મૌલિક સિદ્ધિ હતી. યોગાનુયોગ જ્યારે ડી. બ્રોગ્લી દ્રવ્યના તરંગ-કણ સ્વરૂપ દ્વિસ્વભાવનો વિકાસ કરી રહ્યો હતો ત્યારે જ ડૉ. બોઝે કવૉન્ટમ સ્ટેટિસ્ટિકસની શોધ કરી અને તેમની આ શોધ કણના તરંગ સ્વરૂપમાંથી સિદ્ધ થતી હતી એટલે જો કદાચ ડી. બ્રોગ્લીએ ઈ.સ.1924માં ઇલેક્ટ્રોનના તરંગ સ્વરૂપની શોધ ન કરી હોત તો, તે શોધ ડો. બોઝે અવશ્ય કરી હોત. આઈન્સ્ટાઈન જ પ્રથમ વિજ્ઞાની હતા કે જેઓ ડૉ. બોઝના સ્ટેટિસ્ટિકસનું મહત્ત્વ સારી રીતે સમજ્યા હોય અને તેઓએ ડૉ. બોઝના આ સ્ટેટિસ્ટિક્સનો ઉપયોગ આદર્શ વાયુઓના કવોન્ટમવાદમાં કર્યો અને બતાવી આપ્યું કે બોઝનું આ સ્ટેટિસ્ટિક્સ માત્ર ફોટોન કણો પુરતું નથી પરંતુ, વાયુઓ તથા બીજા પણ દ્રવ્ય-કણો માટે તે ઉપયોગી છે. આઈન્સ્ટાઈને વિકસિત કરેલ આ સ્ટેટિસ્ટિક્સને આજે પણ વિજ્ઞાન જગતમાં બોઝઆઈન્સ્ટાઈન સ્ટેટિસ્ટિક્સ કહેવામાં આવે છે. ડૉ. બોઝ, ઈ.સ. 1930ના દાયકાના અંતમાં અને ઈ. સ. 1940ના દાયકાની શરૂઆતમાં, ભારતની સ્વતંત્રતાની ચળવળમાં ભાગ લીધો હતો. ડૉ. બોઝ માનતા હતા કે વિજ્ઞાન અને તકનીકી જ્ઞાનને સામાન્ય માણસ સુધી પહોંચાડવું હોય તો તેને માતૃભાષામાં આપવું જોઈએ અને તે માટે તેઓએ “બંગીય વિજ્ઞાન પરિષદની સ્થાપના કરી. ડૉ. બોઝ, ઈ.સ. 1962માં જાપાનમાં ભરાયેલ, “વિજ્ઞાન અને અધ્યાત્મ” ઉપરના પરિસંવાદમાં ભાગ લેવા જાપાન ગયા હતા. ઈ. સ. 1945ના ઓગષ્ટમાં હીરોસીમા અને નાગાશાકી શહેરો ઉપર કરવામાં આવેલ અણુબોમ્બ વર્ષાની દુઃખદ સ્મૃતિમાં આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001200
Book TitleJain Darshanna Vaigyanik Rahasyo
Original Sutra AuthorN/A
AuthorNandighoshvijay
PublisherBharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
Publication Year2000
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Science
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy