SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ 204 જૈનદર્શનનાં વૈજ્ઞાનિક રહસ્યો સંશોધનોને, આઈન્સ્ટાઈન દ્વારા મળેલી માન્યતાઓ, ડો. બોઝને વિશ્વપ્રસિદ્ધ બનાવી દીધા. ડૉ. બોઝ આ સદીના મહાન વિજ્ઞાની હતા, તેમાં કોઈ જ શંકા નથી. તેઓએ કવૉન્ટમ સ્ટેટિસ્ટિકસમાં પોતાના મહત્ત્વનાં સંશોધનો દ્વારા ક્રાંતિકારી પરિવર્તન કર્યું હતું. ઈ. સ.1900 મેક્સ પ્લાકે, બંધ પેટીમાં રહેલ સંપૂર્ણ કાળા પદાર્થ સંબંધિત વિકિરણની શક્તિ વિશે એક નવી ક્રાંતિકારી ધારણા રજૂ કરી. અલબત્ત, મેક્સ પ્લાંકે તેના નવા સમીકરણ E=માં પ્રકાશના કણો/ફોટૉનને વીજચુંબકીય તરંગ સ્વરૂપે જ લીધા હતા. મેક્સ પ્લાંક (ઈ. સ.1900) પીટર ડીબે (ઈ. સ. 1910) અને આઈન્સ્ટાઈન (ઈ. સ. 1917) ત્રણેએ સ્વતંત્ર રીતે મેક્સ પ્લાંકના સંપૂર્ણ કાળા પદાર્થના વિકિરણ સંબંધી શક્તિ અંગેના સમીકરણ(ફોર્મ્યુલા)ની સમજૂતી આપવામાં સીધી કે આડકતરી રીતે, વીજચુંબકીય તરંગો સંબંધી ઉચ્ચકક્ષાના ખ્યાલોનો જ ઉપયોગ કર્યો. આ ત્રણેને આ સમીકરણોની સમજૂતી આપવામાં કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો તેમ છતાં તેઓ તેનો ઉકેલ લાવી શક્યા નહોતા. ડૉ. સત્યેન્દ્રનાથ બોઝનું પ્રથમ અને સૌથી વિખ્યાત સંશોધન પત્ર (ઈ.સ. 1924) ફક્ત ચાર પાનાનું જ હતું. જેનું શીર્ષક હતું “Planck's law and the light quantum hypothesis.” (પ્લાંકનો નિયમ અને પ્રકાશની ક્વોન્ટમ ધારણા). આધુનિક ભૌતિકશાસ્ત્રમાં ક્વોન્ટમ સ્ટેટિસ્ટિક્સની શરૂઆત જ તેઓના આ સંશોધન પત્રથી થઈ હતી. ડૉ. બોઝે જ્યારે મેક્સ પ્લાંકના ફોટૉન સંબંધિત તરંગોના દૃષ્ટિકોણને સંપૂર્ણ રીતે નકારી કાઢ્યો તથા ક્લાસિકલ સ્ટેટિસ્ટિકલ મિકેનિકસને પડકાર ફેંક્યો ત્યારે તેમની ઉમર માત્ર 30 વર્ષની હતી. ડો. બોઝે પોતાનું આ સંશોધન પત્ર “ફિલોસોફિકલ મેગેઝીન માં મોકલ્યું પરંતુ છ મહિના બાદ રેફરી નિર્ણાયકની નકારાત્મક ભલામણના કારણે અમાન્ય કરવામાં આવ્યું એટલે ડૉ. બોઝે, તે જ સંશોધન પત્રની હસ્તપ્રત અને પોતાના હસ્તાક્ષરમાં લખેલ પત્ર બંને, 4 જૂન, 1924ના જર્મનીમાં આઈન્સ્ટાઈનને મોકલ્યા. પોતાના પત્રમાં ડૉ. બોઝે લખ્યું હતું: “હું આ પેપરને મહત્ત્વનું પ્રદાન માનું છું અને તેને પ્રકાશિત કરાવીશ જ.” (1 regard the paper as an important contribution and I will have it published.) આઈન્સ્ટાઈન, ડૉ. બોઝે આપેલી મેક્સ પ્લાંકના સૂત્રની સિદ્ધિથી ખૂબ જ પ્રભાવિત થયા હતા કારણ કે ડૉ. બોઝે એ સિદ્ધિમાં ફોટૉનને કણ સ્વરૂપે જ ગણ્યા હતા, પરંતુ તરંગ સ્વરૂપે નહિ, અર્થાત્ એ સિદ્ધિ ફોટોનના તરંગ સ્વરૂપથી તદન નિરપેક્ષ હતી. આમ છતાં આ ફોટોન કણોને તેઓએ દ્રવ્યમાનરહિત (massless) ગણ્યા હતા. આઈન્સ્ટાઈને જાતે જ ડૉ. બોઝના સંશોધન પત્રનો જર્મન ભાષામાં અનુવાદ કર્યો અને એક જર્મન મેગેઝીનના, ઓગસ્ટ, 1924ના અંકમાં પ્રકાશિત કરાવ્યું. આ લેખની સાથે આઇન્સ્ટાઇને નીચે પ્રમાણે નોંધ મૂકી હતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001200
Book TitleJain Darshanna Vaigyanik Rahasyo
Original Sutra AuthorN/A
AuthorNandighoshvijay
PublisherBharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
Publication Year2000
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Science
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy