SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદર્શનને વિજ્ઞાનનું સમર્થન મારું એ અહોભાગ્ય છે કે પૂ. મુનિશ્રી નંદીઘોષવિજયજીએ તેમના પુસ્તક ‘જૈનદર્શનનાં વૈજ્ઞાનિક રહસ્યો’(Scientificc Secrets of Jainism)ની પ્રસ્તાવના લખવાનું મને આમંત્રણ આપ્યું. છેલ્લાં કેટલાક વર્ષ દરમ્યાન પૂ. મુનિશ્રીએ લખેલા વિજ્ઞાન વિષયક વિવિધ પ્રકારના નિબંધો/લેખોનો સંગ્રહ આ પુસ્તકમાં કરવામાં આવ્યો છે. જો કે બધા લેખોનો સંપૂર્ણ અભ્યાસ કરવાનો મને સમય મળ્યો નથી, આમ છતાં મેં જેટલું પણ વાંચ્યું, તેનાથી મારા મન ઉપર એક છાપ પડી છે કે મુનિશ્રીએ આ પુસ્તકમાં ઘણા વિષયો આવરી લીધા છે અને તે જ દર્શાવે છે કે જૈનદર્શન અર્થાત્ જૈન વિજ્ઞાનને આધુનિક વિજ્ઞાન સાથે ખૂબ જ મેળ મળે છે. અલબત્ત, જૈન વિજ્ઞાન ખરેખર ગુણાત્મક (Qualitative) છે અને તે તીર્થંકર પરમાત્મા દ્વારા કથિત છે, જ્યારે આધુનિક વિજ્ઞાન મહદંશે પરિમાણાત્મક (Quantitative) છે, તોપણ બંને(જૈનદર્શન અને આધુનિક વિજ્ઞાન)માં તેના મૂળભૂત ખ્યાલોનો આધાર તાર્કિક દલીલો જ છે. આલ્બર્ટ આઇન્સ્ટાઇન ‘વિજ્ઞાન અને ધર્મ' (Science and Religion) નામના તેમના લેખમાં (1940, Nature, Vol. 146, P. 605-607) કહે છે : “Science, without religion is lame; Religion, without science is blind.” (ધર્મ વિના વિજ્ઞાન પંગુ છે, વિજ્ઞાન વિના ધર્મ અંધ છે.) જૈન દર્શન એ વિજ્ઞાન સાથેનો ધર્મ / દર્શન છે. આઇન્સ્ટાઇન આગળ લખે છેઃ "Science is the attempt at the posterior reconstruction of existence by the process of conceptualization.” (નવા ખ્યાલો નીપજાવવાની પ્રક્રિયા દ્વારા કોઈ પણ ઘટના કે પદાર્થની ત્યારપછીની પુનર્રચના માટેનો પ્રયત્ન, એ વિજ્ઞાન છે.) જૈન દર્શનમાં સજીવ અને નિર્જીવ પદાર્થો સહિત આ બ્રહ્માંડના પ્રત્યેક પાસાનો /દૃષ્ટિકોણનો સમાવેશ કરવામાં આવેલ છે. આઇન્સ્ટાઇન પણ કહે છે: A person who is religiously enlightened appears to me to be one who has, to the best of his ability, liberated himself from the fetters of his selfish desires." (કોઈ પણ મનુષ્ય, જે ધાર્મિક રીતે પ્રબુદ્ધ અથવા સંસ્કાર સંપન્ન છે, તે મને, મારી દૃષ્ટિએ, તેની પોતાની અંગત સ્વાર્થવૃત્તિઓના બંધનથી મુક્ત થયેલ અથવા તો મુક્ત થવાની સૌથી વધુ શક્તિ ધરાવનાર જણાય છે.) આ રીતે આઇન્સ્ટાઇન જીવન જીવવાના જૈન માર્ગનું / જૈન પદ્ધતિનું વર્ણન કરે છે. મુનિશ્રી માત્ર આધુનિક વિજ્ઞાનના વિવિધ દૃષ્ટિકોણો / પાસાંઓની ઐતિહાસિક ભૂમિકાનું જ વર્ણન કરીને અટકી જતા નથી, પણ તેઓ તેની જૈનદર્શન સાથે તુલના કરી, તેની જૈનદર્શન સાથે ભિન્નતા પણ દર્શાવે છે. તેઓ ઘણી સારી રીતે આધુનિક વિજ્ઞાનની મર્યાદાઓ પણ દર્શાવે છે અને વિજ્ઞાનીઓને પડકાર ઝીલી લેવા ઉચિત રીતે વિનંતિ કરે છે. દા.ત. "So our scientists have to do a special research in this field (relativity) and they have to put forth scientific secrets, shown by our Indian philosophical tradition before the world with a modern scientific method" (માટે આપણા વિજ્ઞાનીઓ આ દિશામાં (ક્ષેત્રમાં) વિશિષ્ટ સંશોધન કરે અને ભારતીય 17 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001200
Book TitleJain Darshanna Vaigyanik Rahasyo
Original Sutra AuthorN/A
AuthorNandighoshvijay
PublisherBharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
Publication Year2000
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Science
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy