SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ 141 જંબુદ્વીપ(લઘુ)સંગ્રહણી અને આધુનિક વિજ્ઞાન તરફથી કોઈ પ્રત્યુત્તર નહોતો મળ્યો પરંતુ અત્યારે સંપૂર્ણ ધ્રુવીય ભ્રમણકક્ષાવાળા કૃત્રિમ ઉપગ્રહોની માહિતી ઇસરો તરફથી પ્રાપ્ત છે. તેથી આ અંગે વધુ સશોધન થવું જરૂરી છે અને વેધશાળા તરફથી જે ઉત્તર આપવામાં આવ્યો છે તેમાં પુછાયેલ પ્રશ્ન સિવાયની માહિતી આપી છે પરંતુ જે માહિતી જોઈએ છે તે અંગે કાંઈ જણાવ્યું નથી. પ્રાન્ત, આ ગ્રંથની વિસ્તૃત વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી લખવામાં આવેલી પ્રસ્તાવનામાં શાસ્ત્રવિરુદ્ધ કાંઈ પણ લખાયું હોય તો તે બદલ “મિચ્છા મિ દુક્કડ' દઈ વિરમું છું. વિ.સં. 2045 આસો વદિ-5 તા. 29-10-1988 (“નવુદીપ (નપુ) અંગ્રેજી) ગ્રંથની પ્રસ્તાવનામાંથી સાભાર ઉદ્ધત) 1. A. W. Barton : (Introduction, Cosmology: Old and New by G.R.Jain) 2. જો કે આ રચના યાકિનીમહારાસૂનુ આચાર્ય ભગવાન શ્રીહરિભદ્રસૂરિજી મહારાજની જ છે કે બીજા કોઈ આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજીની છે, તે કહેવું મુશ્કેલ છે છતાં ચાલુ પરંપરા તથા પ્રસ્તુત ટીકાના કર્તા પ.પૂ. આ શ્રી વિજયોદયસૂરીશ્વરજી મ.સા.ના કથન અનુસાર અહીં વિધાન કરેલ છે. આમ છતાં, પ્રો.હીરાલાલ રસીકદાસ કાપડિયાએ લખેલ અને સયાજી ગ્રંથમાળામાં પ્રસિદ્ધ થયેલ “શ્રી હરિભદ્રસૂરિ' પુસ્તકમાં પૃ-50 માં જણાવ્યા પ્રમાણે – “જંબુદ્વીપ સંગ્રહણી'ના કર્તા તરીકે યાકિનીમહત્તરાસૂનુ શ્રી હરિભદ્રસૂરિજીનો ઉલ્લેખ પીટર્સન, મ. કિ. મહેતા, મ. ન. દોશી, પં. હરગોવિંદદાસ, ૫. કલ્યાણવિજયજી, પં. બેચરદાસ દોશી વગેરેએ કર્યો છે પરંતુ તે જ પુસ્તકના પૃ. 48 ઉપર “ગણતરસદ્ધસાગ” ઉપરની શ્રી સુમતિગણિની વિ.સં. 1295 માં સંસ્કૃતમાં રચેલ બૃહદ્રવૃત્તિમાં ગાથા-કડની બૃહવૃત્તિમાં તેઓએ ભગવાન શ્રી હરિભદ્રસૂરિ મહારાજની કૃતિઓની યાદી આપી છે તેમાં “સંગ્રહણી વૃત્તિ'નો ઉલ્લેખ છે પરંતુ જંબુદ્વીપ સંગ્રહણી'નો ઉલ્લેખ નથી. આ સંગ્રહણી વૃત્તિ' શબ્દમાંના સંગ્રહણી શબ્દથી કઈ સંગ્રહણી લેવી એની પણ કોઈ સ્પષ્ટતા નથી. ટૂંકમાં, આ લઘુ સંગ્રહણી (જંબુદ્વીપ-સંગ્રહણી)ના કર્તા સૂરિપુરંદર યાકિનીમહારાજૂનુ આચાર્ય ભગવાન હરિભદ્રસૂરિજી જ છે, તે અંગે કોઈ સબળ પ્રાચીન પુરાવો ઉપલબ્ધ નથી. 3. દેવોની વાત અત્યારના લોકોને અસત્ય લાગે, પરંતુ પશ્ચિમમાં ચાલતા E.S.P. સંશોધનોમાં, પ્રયોગો દરમ્યાન કેટલાક મનુષ્યો – પોતાના પૂર્વભવનું જે વર્ણન કરે છે, તે જૈન શાસ્ત્રોમાં દર્શાવેલા વર્ણનની સાથે 100 ટકા મળતું આવે છે. આ માટે જુઓ : “વિજ્ઞાન અને અધ્યાત્મ લેખકઃ મુનિશ્રી અમરેન્દ્રવિજયજી મહારાજ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001200
Book TitleJain Darshanna Vaigyanik Rahasyo
Original Sutra AuthorN/A
AuthorNandighoshvijay
PublisherBharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
Publication Year2000
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Science
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy