SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ 140 જૈનદર્શનનાં વૈજ્ઞાનિક રહસ્યો અમદાવાદ) જણાવે છે કે c.14ના સમસ્થાનિકોવાળી પદ્ધતિ માત્ર 50,000 વર્ષ સુધીના પ્રાચીન અવશેષોના કાળનિર્ણય માટે વપરાય છે. એથી વધુ પ્રાચીન અવશેષો માટે બીજી પદ્ધતિઓ અપનાવાય છે. વળી Carbon - 14 પદ્ધતિ, જે અવશેષોમાં કાર્બન હોય તેને જ કાળ નિર્ણય કરી શકે છે. અત્યારે વિજ્ઞાનીઓ એવો ભય સેવી રહ્યા છે કે જો વિકસિત દેશો અને વિકાસશીલ દેશો અવકાશમાં વારંવાર ઉપગ્રહો મૂકવા માટે અને અવકાશમાં પ્રયોગો કરવા માટે સ્પેસ શટલનો વધુ પડતો ઉપયોગ કરશે તો, સૂર્યમાંથી આવતા, મનુષ્ય અને સજીવસૃષ્ટિને હાનિકર્તા એવાં પારજાંબલી (ultraviolet) કિરણોને રોકનાર વાતાવરણનું ઉપરનું ઓઝોન વાયુનું સ્તર ખલાસ થઈ જશે અને સૂર્યનાં પારજાંબલી કિરણોથી સજીવસૃષ્ટિનો નાશ થઈ જશે. સૂર્યમાંથી આગનો વરસાદ થશે અને પૃથ્વીનો પ્રલય થશે. આવું જ વર્ણન જૈન ગ્રંથોમાં છઠ્ઠા આરા માટેનું છે. ત્યાં જણાવ્યું છે કે અગ્નિનો વરસાદ થશે, મીઠું વગેરે ક્ષારોનો વરસાદ થશે. તે વરસાદ ખૂબ ઝેરી હશે. તેનાથી પૃથ્વી હાહાકાર કરશે. આ રીતે પૃથ્વીનો પ્રલય થશે. મનુષ્યો વગેરે દિવસે વૈતાઢ્ય પર્વતની ગુફામાં રહેશે. ફક્ત રાતે જ બહાર નીકળશે. બધા જ માંસાહારી હશે. ટૂંકમાં, વિજ્ઞાનીઓએ જે ભય સેવ્યો છે તે યથાર્થ છે. અને એની આગાહી ભગવાન મહાવીરે 2500-2500 વર્ષ પહેલાં કરેલી છે. આ રીતે ડાર્વિનના ઉત્ક્રાંતિવાદના પુરાવા રૂપ અવશેષો જ જૈન ધર્મના અવસર્પિણી કાળના પુરાવા બની શકે તેમ છે. ફક્ત એ વિશે વધુ સંશોધન થવું જરૂરી છે. જંબુદ્વીપ સંગ્રહણી સૂત્રમાં જણાવ્યા પ્રમાણે પૃથ્વી ગોળ નથી અને ફરતી પણ નથી એ સનાતન સત્ય છે એમ વૈજ્ઞાનિક પ્રયોગો દ્વારા આપણે સિદ્ધ કરી આપવું પડશે. પૃથ્વી સંપૂર્ણ દડા જેવી ગોળ હોય તો જેમ પૂર્વ-પશ્ચિમ પ્રદક્ષિણા થાય છે તેમ સંપૂર્ણ રીતે ઉત્તર-દક્ષિણ પ્રદક્ષિણા થવી જોઈએ. જેમ ઉત્તર ધ્રુવ ઉપર થઈને વિમાનમાં મુસાફરી થઈ શકે છે. તેમ દક્ષિણ ધ્રુવ ઉપર થઈને પણ મુસાફરી કરવી જોઈએ, પરંતુ વિશ્વની પ્રખ્યાત વિમાની સર્વિસો Trans World Airlines અને Pan-American Airwaysને આ અંગે પુછાવ્યું તો તેઓએ પણ જણાવ્યું કે આવી કોઈ વિમાની સર્વિસ (flight) છે નહિ. બીજી તરફ ભારતની પ્રસિદ્ધ વિજ્ઞાન સંસ્થા ઇસરો (ISRO)નો અને વેધશાળાનો સંપર્ક સાધતાં અને તેઓને ઉપગ્રહોની ભ્રમણકક્ષા અંગે પુછાવતાં તથા ઉપર જણાવ્યું તેમ સંપૂર્ણ ઉત્તર-દક્ષિણ ભ્રમણકક્ષાવાળા ઉપગ્રહોની માહિતી મંગાવી પરંતુ ઇસરો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001200
Book TitleJain Darshanna Vaigyanik Rahasyo
Original Sutra AuthorN/A
AuthorNandighoshvijay
PublisherBharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
Publication Year2000
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Science
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy