________________
૫૬
જૈનતર્કભાષાનું પરિશીલન તેમાંથી અનેક શાસ્ત્રોનું નિર્માણ થવા લાગ્યું. ઉપાધ્યાયજીના ગ્રન્થોના નિર્માણનું નિશ્ચિત સ્થાન અને તે નિર્માણનો નિશ્ચિત સમય આપવો અત્યારે સંભવ નથી. તેમ છતાં એટલું તો અવશ્ય કહી જ શકાય કે તેમણે અન્ય જૈન સાધુઓની જેમ મંદિરનિર્માણ, મૂર્તિપ્રતિષ્ઠા, સંઘ કાઢવો આદિ બહિર્મુખ ધર્મકાર્યોમાં પોતાનો મનોયોગ ન લગાવીને પોતાનું સારું જીવન જ્યાં તે ગયા અને જ્યાં તે રહ્યા ત્યાં એક માત્ર શાસ્ત્રોના ચિન્તનમાં તથા ન્યાયશાસ્ત્રોના નિર્માણમાં સમર્પિત કરી દીધું.
ઉપાધ્યાયજીના ગ્રન્થોની બધી પ્રતિઓ ઉપલબ્ધ નથી. કેટલીક તો ઉપલબ્ધ હોવા છતાં અધૂરી છે. કેટલીક સાવ અનુપલબ્ધ છે. તેમ છતાં જે પૂર્ણ ઉપલબ્ધ છે તે જ કોઈ પ્રખર બુદ્ધિશાળી અને પ્રબળ પુરુષાર્થીના આજીવન અભ્યાસ માટે પર્યાપ્ત છે. તેમની લભ્ય, અલભ્ય અને અપૂર્ણ લક્ષ્ય કૃતિઓની આજ સુધીની યાદી જોવાથી જ અહીં સંક્ષેપમાં કરવામાં આવનારું તે કૃતિઓનું સામાન્ય વર્ગીકરણ અને મૂલ્યાંકન પાઠકોના ધ્યાનમાંસમજમાં આવી રાકરો.
ઉપાધ્યાયજીની કૃતિઓ સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી અને હિન્દી-મારવાડી આ ચાર ભાષાઓમાં ગદ્યબદ્ધ, પદ્યબદ્ધ અને ગદ્ય-પદ્યબદ્ધ છે. દાર્શનિક જ્ઞાનનો અસલ અને વ્યાપક ખજાનો સંસ્કૃત ભાષામાં હોવાથી તથા સંસ્કૃત ભાષા દ્વારા જ સકલ દેશના બધા વિદ્વાનોની આગળ પોતાના વિચાર રજૂ કરવા શક્ય હોવાથી ઉપાધ્યાયજીએ સંસ્કૃતમાં તો લખ્યું જ પરંતુ તેમણે જૈન પરંપરાની મૂળભૂત પ્રાકૃત ભાષાને ગૌણ ન સમજી. તેથી તેમણે પ્રાકૃતમાં પણ રચનાઓ કરી. સંસ્કૃત-પ્રાકૃત ન જાણનારા કે ઓછી જાણનારાઓ સુધી પોતાના વિચાર પહોંચાડવા માટે તેમણે તત્કાલીન ગુજરાતી ભાષામાં પણ વિવિધ રચનાઓ કરી. તક મળતાં ક્યારેક તેમણે હિન્દી-મારવાડીનો પણ આશ્રય લીધો.
વિષયની દષ્ટિએ ઉપાધ્યાયજીનું સાહિત્ય સામાન્યપણે આગમિક અને તાર્કિક એમ બે પ્રકારનું હોવા છતાં પણ વિરોષપણે અનેક વિષયાવલંબી છે. તેમણે કર્મતત્ત્વ, આચાર, ચરિત્ર આદિ અનેક આગમિક વિષયો ઉપર આગમિક શૈલીથી પણ લખ્યું છે અને પ્રમાણ, પ્રમેય, મંગલ, મુક્તિ, આત્મા, યોગ આદિ અનેક તાર્કિક વિષયો ઉપર પણ તાર્કિક શૈલીમાં, ખાસ કરીને નવ્ય તાર્કિક શૈલીમાં લખ્યું છે. વ્યાકરણ, કાવ્ય, છંદ, અલંકાર, દર્શન આદિ બધા તે સમયમાં પ્રસિદ્ધ શાસ્ત્રીય વિષયો ઉપર તેમણે કંઈ ને કંઈ અતિ મહત્ત્વનું લખ્યું છે.
નય,
શૈલીની દૃષ્ટિએ તેમની કૃતિઓ ખંડનાત્મક પણ છે, પ્રતિપાદનાત્મક પણ છે અને સમન્વયાત્મક પણ છે. જ્યારે તે ખંડન કરે છે ત્યારે પૂર્ણ ઊંડાણ સુધી પહોંચે છે. તેમનું પ્રતિપાદન સૂક્ષ્મ અને વિશદ છે. જ્યારે તે યોગશાસ્ત્ર અને ગીતા આદિનાં તત્ત્વોનો જૈન મન્તવ્ય સાથે સમન્વય કરે છે ત્યારે તેમના ગંભીર ચિન્તનનો અને આધ્યાત્મિક ભાવનો પરિચય થાય છે. તેમની અનેક કૃતિઓ કોઈ અન્યના ગ્રન્થની વ્યાખ્યા નથી પણ મૂલ, ટીકા યા બંને રૂપમાં સ્વતન્ત્ર જ છે, જ્યારે અનેક કૃતિઓ પ્રસિદ્ધ પૂર્વાચાર્યોના ગ્રન્થોની વ્યાખ્યારૂપ છે. ઉપાધ્યાયજી હતા પાકા જૈન અને શ્વેતામ્બર તેમ છતાં વિદ્યાવિષયક તેમની દૃષ્ટિ એટલી વિશાળ હતી કે તે પોતાના સંપ્રદાયમાત્રમાં સમાઈ ન શકી, તેથી તેમણે પાતંજલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org