________________
૩૮
(4) આચાર-વિચાર
તથાગત બુદ્ધે પોતાના પૂર્વજીવનનું વર્ણન કરતાં અનેકવિધ આચારોનું વર્ણન કર્યું છે જે આચારોનું પાલન તેમણે પોતે કર્યું હતું. તે આચારોમાં અનેક આચારો એવા છે જે કેવળ નિગ્રન્થ પરંપરામાં જ પ્રસિદ્ધ છે અને તે સમયે પણ તે આચારો આચારાંગ, દશવૈકાલિક આદિ પ્રાચીન સૂત્રોમાં નિર્પ્રન્થના આચાર તરીકે વર્ણવાયા છે. આ આચારો સંક્ષેપમાં આ છે - નગ્નત્વ (વસ્ત્રો ધારણ ન કરવાં), ‘આવો ભદન્ત’ ‘ઊભા રહો ભદન્ત’ એમ કોઈ કહે તો સાંભળ્યું ન સાંભળ્યું કરવું, સામે લાવીને દેવામાં આવતી ભિક્ષાનો, પોતાના નિમિત્તે બનાવેલી ભિક્ષાનો અને આપવામાં આવેલા નિમન્ત્રણનો અસ્વીકાર; જે વાસણમાં રસોઈ રંધાઈ હોય તેમાંથી જ સીધી આપવામાં આવતી ભિક્ષાનો તથા ખલ આદિમાંથી આપવામાં આવતી ભિક્ષાનો અસ્વીકાર, જમતી બે વ્યક્તિઓમાંથી ઊઠીને એક દ્વારા દેવામાં આવતી ભિક્ષાનો, ગર્ભિણી સ્ત્રી દ્વારા આપવામાં આવતી ભિક્ષાનો, પુરુષોની સાથે એકાન્તમાં રહેલી સ્ત્રી દ્વારા આપવામાં આવતી ભિક્ષાનો, બાળકને દૂધ પિવડાવતી સ્ત્રી દ્વારા આપવામાં આવતી ભિક્ષાનો અસ્વીકાર; ઉત્સવ, મેળો, યાત્રા આદિમાં જ્યાં સામૂહિક રસોઈ બની હોય ત્યાંથી ભિક્ષાનો અસ્વીકાર; જ્યાં વચમાં કૂતરા જેવાં પ્રાણીઓ ખડાં હોય, માંખીઓ બણબણતી હોય ત્યાંથી ભિક્ષાનો અસ્વીકાર, મત્સ્ય, માંસ, શરાબ' આદિનો અસ્વીકાર; ક્યારેક એક ઘરેથી એક કોળિયો, ક્યારેક બે ઘરેથી બે કોળિયા આદિની ભિક્ષા લેવી, તો ક્યારેક એક ઉપવાસ, ક્યારેક બે ઉપવાસ આદિ કરતાં પંદર ઉપવાસ સુધી કરવું; દાઢીમૂછનું લુંચન કરવું, ઊભા ઊભા અને ઉભડક બેસી તપ કરવું, સ્નાનનો સર્વથા ત્યાગ કરીને શરીર ઉપર મલ ધારણ કરવો, એટલી સાવધાની રાખી આવવું-જવું કે જલબિંદુગત કે અન્ય કોઈ સૂક્ષ્મ જંતુનો ઘાત ન થાય, કડડતી ઠંડીમાં ખુલ્લા રહેવું, અજ્ઞ અને અશિષ્ટ લોકો થૂંકે, ધૂળફેકે, કાનમાં સળી નાખે, વગેરે તો પણ રોષ ન કરવો.
નિર્પ્રન્થસમ્પ્રદાય
બૌદ્ધ ગ્રન્થોમાં વર્ણવાયેલ ઉક્ત આચારો સાથે જૈન આગમોમાં વર્ણવાયેલ નિર્પ્રન્થ આચારોને મેળવીએ છીએ તો એમાં કોઈ સંદેહ રહેતો નથી કે બુદ્ધની સમકાલીન નિગ્રન્થ પરંપરાના જ તે આચાર હતા જે આજ પણ અક્ષરશઃ સ્થૂળપણે જૈન પરંપરામાં જોવા મળે છે. તો પછી મહાવીરની પૂર્વકાલીન પાર્શ્વપત્યિક પરંપરા પણ તે આચારનું પાલન કરતી હોય તોતેમાં શું આશ્ચર્ય. આચારનું કલેવર ભલે ને નિષ્પ્રાણ થઈ જાય પરંતુ તેને ધાર્મિક જીવનમાંથી વ્યુત કરવું અને તેના સ્થાને નવી આચારપ્રણાલી સ્થાપિત કરવી એ કામ સર્વથા વિકટ છે. આવી સ્થિતિમાં ભગવાન મહાવીરે જે બાહ્યાચાર નિગ્રન્થ પરંપરા માટે અપનાવ્યો તે પૂર્વકાલીન નિગ્રન્થ પરંપરાનો જ હતો, એવું માનીએ તો કોઈ અત્યુક્તિ નહિ થાય; તેથી સિદ્ધ થાય છે કે ઓછામાં ઓછું પાર્શ્વનાથથી લઈને આખી નિર્પ્રન્થ પરંપરાના આચારો એકસરખા જ ચાલ્યા આવ્યા છે.
Jain Education International
1. સૂત્રકૃતાંગ2.2.23માં નિર્ગન્ધ ભિક્ષુના સ્વરૂપનું વર્ણન છે. તેમાં ભિક્ષુઓને ‘અમજ્જયંસાસિણો’ અર્થાત્ મદ્ય-માંસનું સેવન ન કરનારા કહ્યા છે. નિસંદેહ નિગ્રન્થનું આ ઔત્સર્ગિક સ્વરૂપ છે જે બુદ્ધના ઉક્ત થન સાથે તુલનીય છે.
2. દીઘનિકાય, મહાસીહનાદ સુત્ત 8. દશવૈકાલિક, અ. 5. આચારાંગ, 2.1.
For Private & Personal Use Only
www.jainelibrary.org