________________
નિર્ગન્ધસમ્પ્રદાય
૩૬
નૈતિક જીવન તથા પ્રજ્ઞા ઉપર જ મુખ્ય ભાર આપ્યો. તેમને તેના દ્વારા આધ્યાત્મિક સુખ પ્રાપ્ત થયું અને તે જ તત્ત્વ ઉપર પોતાનો નવો સંઘ સ્થાપ્યો. નવો સંઘ સ્થાપનારના માટે એ અનિવાર્યપણે જરૂરી બની જાય છે કે તે પોતાના આચારવિચાર સંબંધી નવા ઝુકાવને વધુમાં વધુ લોગ્રાહ્ય બનાવવા માટે પ્રયત્ન કરે અને પૂર્વકાલીન તથા સમકાલીન અન્ય સંપ્રદાયોના મન્તવ્યોની ઉગ્ર આલોચના કરે. એમ કર્યા વિના કોઈ પોતાના નવા સંઘમાં ન તો અનુયાયીઓને એકઠા કરી શકે છે કે ન તો એકઠા થયેલા અનુયાયીઓને સ્થિર રાખી શકે છે. બુદ્ધના નવા સંઘની પ્રતિસ્પર્ધી અનેક પરંપરાઓ મોજૂદ હતી જે પરંપરાઓમાં નિર્પ્રન્થ પરંપરાનું પ્રાધાન્ય જેવું તેવું ન હતું. સામાન્ય જનતા સ્થૂલદર્શી હોવાના કારણે બાહ્ય ઉગ્ર તપ અને દેહદમનથી તપસ્વીઓ તરફ સરળતાથી આકર્ષાય છે, આ અનુભવ સનાતન છે. એક તો પાર્શ્વપત્યિક નિર્પ્રન્થ પરંપરાના અનુયાયીઓને તપસ્યાસંસ્કાર જન્મસિદ્ધ હતા અને બીજું મહાવીરના તથા તેમના નિર્પ્રન્થસંઘના ઉગ્ર તપશ્ચરણ દ્વારા સાધારણ જનતા અનાયાસ જ નિર્ગુન્થો પ્રતિ ઝૂકતી હતી આકર્ષાતી હતી અને તપોનુષ્ઠાન પ્રત્યે બુદ્ધનું શિથિલ વલણ જોઈને તેમની સમક્ષ પ્રશ્ન કરી બેસતી હતી કે આપ તપને કેમ માનતા નથી8 જ્યારે બધા શ્રમણો તપ ઉપર ભાર આપે છે ? ત્યારે બુદ્ધને પોતાના પક્ષનો ખુલાસો પણ કરવો હતો અને સાધારણ જનતા તથા અધિકારી તેમજ રાજામહારાજાઓને પોતાનાં મન્તવ્યો તરફ આકર્ષવા પણ હતા. તેથી બુદ્ધને માટે એ અનિવાર્ય બની જતું હતું કે તે તપની ઉગ્ર સમાલોચના કરે. તેમણે કર્યું પણ એમ જ. તે તપની સમાલોચનામાં સફળ ત્યારે થઈ શકતા હતા જ્યારે તે એ દર્શાવે કે તપ કેવલ કષ્ટ માત્ર છે. તે સમયે અનેક તપસ્વીમાર્ગો એવા પણ હતા જે કેવળ બાહ્ય વિવિધ ક્લેશોમાં જ તપની ઇતિશ્રી સમજતા હતા. તે બાહ્ય તપોમાર્ગોની નિઃસારતાનો જ્યાં સુધી સંબંધ છે ત્યાં સુધી તો બુદ્ધનું તપસ્યાનું ખંડન યથાર્થ છે, પરંતુ જ્યારે આધ્યાત્મિક શુદ્ધિ સાથે સંબંધ ધરાવનાર તપસ્યાઓના પ્રતિવાદનો સવાલ આવે છે ત્યારે તે પ્રતિવાદ ન્યાયમૂત જણાતો નથી. તેમ છતાં બુદ્ધે નિર્પ્રન્થ તપસ્યાઓનો ખુલ્લંખુલ્લા અનેક વાર વિરોધ કર્યો છે તો એનો અર્થ એટલો જ સમજવો જોઈએ કે બુદ્ધે નિર્પ્રન્થ પરંપરાના દષ્ટિકોણને પૂરેપૂરો લક્ષ્યમાં લીધા વિના કેવળ તેના બાહ્ય તપની તરફ જ ધ્યાન દીધું છે અને બીજી પરંપરાઓના ખંડનની સાથે નિર્પ્રન્થ પરંપરાના તપને પણ ઢસડ્યું છે. નિર્પ્રન્થ પરંપરાનો તાત્ત્વિક દૃષ્ટિકોણ ગમે તે કેમ ન રહ્યો પરંતુ મનુષ્ય સ્વભાવને જોતાં તથા જૈન ગ્રન્થોમાં આવતાં કેટલાંક વર્ણનોના આધારે આપણે એ પણ કહી શકીએ છીએ કે બધા નિર્પ્રન્થતપસ્વી એવા ન હતા જે પોતાના તપ યા દેહદમનને કેવળ આધ્યાત્મિક શુદ્ધિમાં જ ચરિતાર્થ કરતા હોય. આવી સ્થિતિમાં જો બુદ્ધે તથા તેમના શિષ્યોએ નિર્પ્રન્થતપસ્યાનો પ્રતિવાદ કર્યો તો તે પ્રતિવાદને અંશત સત્ય પણ કહી શકાય.
(2) બીજા પ્રશ્નનો ઉત્તર આપણને જૈન આગમોમાંથી જ મળી જાય છે. બુદ્ધની જેમ મહાવીર પણ કેવળ દેહદમનને જીવનનું લક્ષ્ય સમજતા ન હતા, કેમ કે એવા અનેકવિધ
8. અંગુત્તરનિકાય, વોલ્યૂમ 1, પૃ. 220.
9. ઉત્તરાધ્યયન, અ. 17.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org