SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ અનુવાદક પરિચય 'પ્રાધ્યાપક નગીનદાસ જીવણલાલ રાહનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ગામે સન 1931 માં થયો હતો. તે એલ. ડી. ઇન્સ્ટિટ્યુટ ઑફ ઇન્ડોલોજી (અમદાવાદ)ના અધ્યક્ષપદ પર હતા. હવે નિવૃત્ત છે. તે સંરકતના વિદ્વાન છે. ભારતીય તત્ત્વજ્ઞાનના ક્ષેત્રમાં તેમનું પ્રદાન બહુમૂલ્ય છે. જૈન, બૌદ્ધ, સાંખ્ય, યોગ, ન્યાય, વૈરોષિક અને વેદાન્ત દનો વિશે વિદ્વદભોગ્ય ગ્રન્થો લખી. જિજ્ઞાસુઓ અને અધ્યેતાઓને ભારતીય દર્શનના અભ્યાસ માટે ચિતનસામગ્રી પૂરી પાડી છે. પંડિત સુખલાલજીના માર્ગદર્શન નીચે તેમણે લખેલો અને ગુજરાત યુનિવર્સિટીએ પીએચ.ડી.ની પદવી માટે માન્ય રાખેલો મહાનિબંધ Akalaika's, Criticism of Dharmakirti's Philosophy A Study 1968માં પ્રકાશિત થયો છે; તેને આંતરરાષ્ટ્રીય વિદ્વાનોએ પ્રશંસાપૂર્વક આવકાર્યો છે. તે ઉપરાંત તેમણે અંગ્રેજી ભાષામાં ત્રણ બહુમૂલ્ય સ્વતન્ન ગ્રન્યોની રચના કરી હાનિક જગતની અનુપમ સેવા કરી છે. આ ત્રણ (1) A Study of Nyayamanjari, a Mature Sanskrit Work on INDIAN LOGIC (in three parts) (2) Essays in Indian Philosophy and (3) Samantabhadra's Aptamimamsa - Critique of an Authority. આ ઉપરાંત તેમણે મુનિશ્રી ન્યાયવિજયજીના વિશાલકાય પ્રસિદ્ધ ગ્રન્થ ‘જન દર્શન''નું વિરાટ અંગ્રેજી ભાષાન્તર (Jaind Philosophy and Religion) આપણને આપ્યું છે. તેમણે ગુજરાતીમાં (1) સાંખ્યયોગ, (2) ન્યાયવશેષિક, (3) ખોદ્ધધર્મદન, (4) ભારતીય તત્ત્વજ્ઞાન - કેટલીક સમસ્યા, (5) જેનદનમાં શ્રદ્ધા (સમ્યગ્દર્શન), મતિજ્ઞાન અને કેવળજ્ઞાનની વિભાવના, (6) શાંકર વેદાન્તમાં અવિઘાવિચાર જેવા છા ચિન્તનપ્રધાન ગ્રન્યોની રચના કરી દાર્શનિકોની પ્રીતિ સંપાદન કરી છે. સાથે સાથે સંક્ત ગ્રન્ય ન્યાયમંજરીનો તેમણે કરેલો ગુજરાતી અનુવાદ (પાંચ ભાગમાં) ભારતીય તત્ત્વજ્ઞાનના ગુજરાતીભાષી અધ્યાપકો અને અધ્યેતાઓને અત્યન્ત ઉપયોગી સાબિત થયો છે. તદુપરાંત, ન્યાયમંજરીની હસ્તપ્રતમાં ઉપલબ્ધ પરંતુ અઘાવધિ અપ્રકાશિત એકમાત્ર ટીકા ન્યાયમંજરીગ્રન્થિભંગનું તેમણે ઉચ્ચસ્તરીય સંપાદન-સંશોધન ક્યું છે. આ સિવાય બીજા પણ અનેક ‘અધ્યાત્મબિન્દુ' જેવા જ્ઞાનગૌરવપૂર્ણ સંસ્કૃત ગ્રન્યોનું હસ્તપ્રતોના આધારે સમીક્ષિત સંપાદન કર્યું છે. વળી, આધુનિક વિદ્વાનોનાં દાર્શનિક ગ્રંથોનું પણ તેમણે સંપાદન કર્યું છે. Bumi MetaYSL: (1) Jaina Theory of Multiple Facets of Reality and Truth (2) Pramanamimamsa - A Work on Jaina Logic (Sanskrit Text in Roman Script with English Translation, Pt. Sukhlalji's Extensive Introduction and Philosophical Notes.) મહામહોપાધ્યાય વિધુરોખર ભટ્ટાચાર્યજી લિખિત Basic Conception of Buddhism નામના પુસ્તકનો તેમણે કરેલો ગુજરાતી અનુવાદ પણ પ્રકાશિત થયો છે. વિલ્હેમ 915d India And Europe-ul WL UPL 'India in the History of European Self-Understanding'નો ગુજરાતી અનુવાદ પણ તેમણે કર્યો છે. આમ નિવૃત્તિ પછી પણ તે સૈદેવ ચિન્તન- મનનપત દાર્શનિક ગ્રંથોના લેખન, સંપાદન અને અનુવાદનો. કાર્યમાં રત રહે છે. નિવૃત્તિ પછી તેમણે સ્વતન્ત્રપણે સંસ્કૃત-સંસકૃતિ ગ્રન્થમાલાની સ્થાપના કરી છેઆ ગ્રન્થમાલામાં તેમણે લખેલા નવ ગ્રન્યો પ્રકાશિત થયા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001199
Book TitleNirgranthasampraday Jaintarkbhasha Gyanbinduparishilan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Nagin J Shah
PublisherJagruti Dilip Sheth Dr
Publication Year2006
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Philosophy
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy