SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ બુદ્ધ અને મહાવીર બુદ્ધ અને મહાવીર બુદ્ધ અને મહાવીર સમકાલીન હતા. બન્ને શ્રમણ સંપ્રદાયના સમર્થક હતા, તેમ છતાં બન્નેનું અંતર જાણ્યા વિના આપણે કોઈ નિષ્કર્ષ ઉપર પહોંચી શકીએનહિ. પહેલું અંતર તો એ છે કે બુદ્ધે મહાભિનિષ્ક્રમણથી લઈને પોતાનો નવો માર્ગ શરૂ ર્યો અર્થાત્ ધર્મચક્રપ્રવર્તન કર્યું ત્યાં સુધીના છ વર્ષોમાં તે સમયે પ્રચલિત ભિન્ન ભિન્નતપસ્વી અને યોગી સંપ્રદાયોનો એકે એકે સ્વીકાર-પરિત્યાગ અને છેવટે પોતાના અનુભવના બલ ઉપર નવો જ માર્ગ પ્રસ્થાપિત કર્યો. બીજી બાજુ, મહાવીરને કુલ પરંપરાથી જે ધર્મમાર્ગ મળ્યો હતો તેને સ્વીકારીને તે આગળ વધ્યા અને તે કુલધર્મમાં પોતાની સૂઝ અને શક્તિ અનુસાર તેમણે સુધારો યા શુદ્ધિ કરી. એકનો માર્ગ પુરાણા પંથોના ત્યાગ પછીનૂતન ધર્મસ્થાપનનો હતો તો બીજાનો માર્ગ કુલધર્મના સંશોધન માત્રનો હતો. તેથી આપણે દેખીએ છીએ કે બુદ્ધ જગાએ જગાએ ડગલે ને પગલે પૂર્વ સ્વીકૃત યા અસ્વીકૃત અનેક પંથોની સમાલોચના કરે છે અને કહે છે કે અમુક પંથના અમુકનાયક અમુક માને છે, બીજા અમુક માને છે પરંતુ હું એમાં માનતો નથી, હું તો આવું માનું છું ઇત્યાદિ. બુદ્ધ આખાય પિટમાં એવું ક્યાંય કહ્યું નથી કે હું જે કહું છું તે પુરાણું છે, હું તો તેનો પ્રચારકમાત્ર છું. બુદ્ધનાં બધાં કથનોની પાછળ એક જ ભાવ છે અને તે એ છે કે મારો માર્ગ ખુદ મારી પોતાની ખોજનું ફળ છે. એથી ઊલટું, મહાવીર એવું નથી કહેતા, કેમ કે એક વાર જ્યારે પાર્શ્વપત્યિકોએ મહાવીરને કેટલાક પ્રશ્નો પૂછવ્યા ત્યારે મહાવીરે પાશ્ચંપત્યિકોને પાર્શ્વનાથનાં જ વચનોની સાક્ષી આપીને પોતાના પક્ષ તરફી કરી લીધા હતા. આ જ કારણે બુદ્ધ પોતાના મત સાથે બીજા કોઈ સમકાલીન યા પૂર્વકાલીન મતનો સમન્વય નથી. તેમણે તો કેવળ પોતાના મતની વિશેષતાઓ દર્શાવી છે. મહાવીરે આવું નથી ક્યું. તેમણે પાર્શ્વનાથના તત્કાલીન સંપ્રદાયના અનુયાયીઓની સાથે પોતાના સુધારાઓનો યા પરિવર્તનોનો સમન્વય કર્યો છે. તેથી મહાવીરનો માર્ગ પાર્શ્વનાથના સંપ્રદાયની સાથે તેમની સમન્વયવૃત્તિનો સૂચક છે. નિર્ચન્ય પરંપરાનો બુદ્ધ પર પ્રભાવ: બુદ્ધ અને મહાવીરની વચ્ચે ધ્યાન દેવા યોગ્ય બીજું અંતર જીવનકાલનું છે. બુદ્ધ 80 વર્ષના થઈ નિર્વાણ પામ્યા જ્યારે મહાવીર 72 વર્ષના થઈ નિર્વાણ પામ્યા. હવે તો એ સાબિત થઈ ગયું છે કે બુદ્ધનું નિર્વાણ પહેલાં અને મહાવીરનું નિર્વાણ પછી થયું છે. તેવી જ રીતે મહાવીર કરતાં બુદ્ધકંઈક વધારે વૃદ્ધ અવશ્ય હતા. એટલું જ નહિ પણ મહાવીરે સ્વતંત્રપણે ઉપદેશ દેવાનું શરૂ ક્યું તેના પહેલાં જ બુદ્ધે પોતાનો માર્ગ સ્થાપવાનું શરૂ કરી દીધું હતું. બુદ્ધને પોતાના માર્ગમાંનવાનવા અનુયાયીઓને જોડીને જ બળ વધારવું હતું, જ્યારે મહાવીરને નવા અનુયાયીઓ બનાવવા ઉપરાંત ખાસ કરીને પાર્શ્વના પુરાણા અનુયાયીઓને પણ પોતાના પ્રભાવમાં અને પોતાની આસપાસ જમાવી રાખવા હતા. તત્કાલીન અન્ય બધા પંથોના 8. મઝિમનિકાય, 56. અંગુત્તરનિકાય, Vol. I. p. 206, Vol. III. p. 383. 9. ભગવતી 5.9.225. 10. ઉત્તરાધ્યયન, અ. 23. 11. વિરસંવત્ ઔર જેન કાલગણના. ભારતીય વિદ્યા ત્રીજો ભાગ પૃ. 177. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001199
Book TitleNirgranthasampraday Jaintarkbhasha Gyanbinduparishilan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Nagin J Shah
PublisherJagruti Dilip Sheth Dr
Publication Year2006
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Philosophy
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy