________________
૧૧૧
બ્રહાજ્ઞાનનો નિરાસ બ્રહ્મજ્ઞાન તથા તેના દ્વારા અજ્ઞાનનિવૃત્તિની પ્રક્રિયા જ સદોષ અને ત્રુટિપૂર્ણ છે. આ ખંડનના પ્રસંગે તેમણે એક વેદાન્તસંમત અતિ રમણીય અને વિચારણીય પ્રક્રિયાનો સવિસ્તર ઉલ્લેખ કરીને તેનું ખંડન કર્યું છે. તે પ્રક્રિયા આ પ્રકારની છે - (76) વેદાન્ત પારમાર્થિક, વ્યાવહારિક અને પ્રાતિમાસિક એવી ત્રણ સત્તાઓ માને છે જે અજ્ઞાનગત ત્રણ શક્તિઓનું કાર્ય છે. અજ્ઞાનની પ્રથમ શક્તિ બ્રહ્મભિન્ન વસ્તુઓમાં પારમાર્થિકત્વબુદ્ધિ પેદા કરે છે જેને વશીભૂત થઈને લોકો બાહ્ય વસ્તુઓને પારમાર્થિક માને છે અને કહે છે. નૈયાયિકાદિ દર્શન, જેઓ આત્મભિન્ન વસ્તુઓનું પણ પારમાર્થિકત્વ સ્વીકારે છે તેઓ, અજ્ઞાનગત પ્રથમ શક્તિનું જ પરિણામ છે અર્થાત્ આત્મભિન્ન બાહ્ય વસ્તુઓને પારમાર્ષિક સમજનારાં બધાં દરનો પ્રથમશક્તિગર્ભિત અજ્ઞાનજનિત છે. જ્યારે વેદાન્તવાક્યથી બ્રહ્મવિષયક શ્રવણાદિનો પરિપાક થાય છે ત્યારે પેલી અજ્ઞાનની પ્રથમ શક્તિ નિવૃત્ત થાય છે જેનું કાર્ય પ્રપંચમાં પારમાર્થિકત્વબુદ્ધિ પેદા કરવાનું હતું. પ્રથમ શક્તિ નિવૃત્ત થતાં જ અજ્ઞાનની બીજી શક્તિ પોતાનું કાર્ય કરે છે. તે કાર્ય છે પ્રપંચમાં વ્યાવહારિકત્વની પ્રતીતિ પેદા કરવાનું. જેણે શ્રવણ, મનન, નિદિધ્યાસન સિદ્ધ ક્યું હોય તે પ્રપંચમાં પારમાર્થિકત્વનું જ્ઞાન કદી કરતો નથી પરંતુ બીજી શક્તિ દ્વારા તેને પ્રપંચમાં વ્યાવહારિકત્વની પ્રતીતિ તો અવશ્ય થાય છે. બ્રહ્મસાક્ષાત્કારથી બીજી શક્તિનો નાશ થતાં જ તજ્જન્ય વ્યાવહારિક પ્રતીતિનો પણ નાશ થઈ જાય છે. જે બ્રહ્મસાક્ષાત્કારવાનું હોય છે તે પ્રપંચને વ્યાવહારિકરૂપે પણ નથી જાણતો પરંતુ જે ત્રીજી રાતિ બાકી રહી છે તે શક્તિના બળે તે પ્રપંચને પ્રતિભાસિક રૂપે જાણે છે. તે ત્રીજી શક્તિ અને તે શક્તિનું પ્રતિભાસિક પ્રતીતિરૂપ કાર્ય અંતિમ બોધની સાથે નિવૃત્ત થાય છે અને ત્યારે જ બન્ધમોક્ષની પ્રક્રિયા પણ સમાપ્ત થઈ જાય છે.
ઉપાધ્યાયજીએ ઉપર્યુક્ત વેદાન્ત પ્રક્રિયાનું બલપૂર્વક ખંડન કર્યું છે કેમ કે જો તે તે પ્રક્રિયાનું ખંડન ન કરે તો તેનો ફલિતાર્થ એ થાય કે વેદાન્તનાથન અનુસાર જેન દર્શન પણ પ્રથમશક્તિયુક્ત અજ્ઞાનનો જ વિલાસ છે અને તેથી અસત્ય છે. ઉપાધ્યાયજી પ્રસંગે પ્રસંગે જેનદની યથાર્થતા જ સાબિત કરવા ઇચ્છે છે. તેથી તેમણે પૂર્વાચાર્ય હરિભદ્રની પ્રસિદ્ધ ઉક્તિ (જ્ઞાનબિન્દુ પૃ. 1.26), જેમાં પૃથ્વી આદિ બાહ્ય તત્ત્વોની તથા રાગાદિદોષરૂપ આન્તરિક વસ્તુઓની વાસ્તવિકતાનું ચિત્રણ છે તેનો હવાલો આપીને વેદાન્તની ઉપર્યુક્ત અજ્ઞાનશક્તિપ્રક્રિયાનું ખંડન કર્યું છે.
અહીંવેદાન્તની ઉપર્યુક્ત અજ્ઞાનગત ત્રિવિધ રાક્તિની ત્રિવિધ સૃષ્ટિવાળી પ્રક્રિયાની સાથે જૈનદર્શનની ત્રિવિધ આત્મભાવવાળી પ્રક્રિયાની તુલના કરી શકાય.
જૈન દર્શન અનુસાર બહિરાત્મા, જે મિથ્યાદષ્ટિ હોવાના કારણે તીવ્રતમષાય અને તીવ્રતમ અજ્ઞાનના ઉદયથી યુક્ત છે અને તેથી જે અનાત્માને આત્મા માની કેવળ તેમાં જ પ્રવૃત્ત થાય છે તે, વેદાન્તાનુસારી આદ્યશક્તિયુક્ત અજ્ઞાનના બળે પ્રપંચમાં પારમાર્થિકત્વની પ્રતીતિ કરનારના સ્થાને છે. જેને જૈન દર્શન અંતરાત્મા અર્થાત્ અન્ય વસ્તુઓ પ્રતિ અહંત્વમમત્વના ભાવમાંથી ઉદાસીન બનીને ઉત્તરોત્તર શુદ્ધ આત્મસ્વરૂપમાં લીન થવા તરફ આગળ વધનાર કહે છે તે વેદાન્તાનુસારી અજ્ઞાનગત બીજી શક્તિ દ્વારા વ્યાવહારિક સત્ત્વની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org