________________
૧૧૦
જ્ઞાનબિન્દુનું પરિશીલન
આત્મામાં જડત્વની યા શૂન્યત્વની બુદ્ધિ કરવી એ જ અજ્ઞાન છે. આ અજ્ઞાનને દૂર કરવા માટે વિવેકજ્ઞાનની આવશ્યકતા છે.
ઉપાધ્યાયજી જૈન દષ્ટિ અનુસાર વિવેકભાવનાના પુરસ્કર્તા છે. જો કે વિવેકભાવનાના સમર્થક સંખ્યાયોગ તથા ન્યાયવૈરોષિક સાથે જૈન દર્શનનો થોડો મતભેદ અવશ્ય છે તેમ છતાં
પણ ઉપાધ્યાયજીએ પ્રસ્તુત ગ્રન્થમાં નૈરામ્યભાવના અને બ્રહ્મભાવના ઉપર જ ખાસ કરીને પ્રહાર કરવાનું ઇચ્છવું છે. તેનું કારણ એ છે કે સાંખ્યયોગાદિસંમત વિવેકભાવના જૈનસંમત વિવેકભાવનાથી એટલી ક્રૂર યા વિરુદ્ધ નથી જેટલી દૂર યા વિરુદ્ધ નૈરાત્મ્યભાવના અને બ્રહ્મભાવના છે. નૈરાશ્ર્ચભાવનાના ખંડનમાં ઉપાધ્યાયજીએ ખાસ કરીને બૌદ્ધસંમત ક્ષણભંગવાડનું જ ખંડન કર્યું છે. તે ખંડનમાં તેમની મુખ્ય દલીલ એ રહી છે કે એકાન્ત ક્ષણિકત્વવાદની સાથે બન્ય અને મોક્ષની વિચારસરણિનો મેળ ખાતો નથી. જો કે ઉપાધ્યાયજીએ જેવું નૈરાત્મ્યભાવનાનું નામોલ્લેખપૂર્વક ખંડન કર્યું છે તેવું બ્રહ્મભાવનાનું નામોલ્લેખપૂર્વક ખંડન કર્યું નથી તેમ છતાં તેમણે આગળ જઈને અતિવિસ્તારથી વેદાન્તસંમત પૂરી પ્રક્રિયાનું જે ખંડન કર્યું છે તેમાં બ્રહ્મભાવનાનો નિરાસ આપોઆપ જ સમાઈ જાય છે. (6) બ્રહ્મજ્ઞાનનો નિરાસ :
[73] ક્ષણભંગવાદનો નિરાસ કર્યા પછી ઉપાધ્યાયજી અદ્વૈતવાદિસંમત બ્રહ્મજ્ઞાનનું, જે જૈનદર્શનસંમત કેવલજ્ઞાનસ્થાનીય છે તેનું, ખંડન શરૂ કરે છે. મુખ્યપણે મધુસૂદન સરસ્વતીના ગ્રન્થોને જ સામે રાખીને તેમનામાં પ્રતિપાદિત બ્રહ્મજ્ઞાનની પ્રક્રિયાનો નિરાસ ઉપાધ્યાયજી કરે છે. મધુસૂદન સરસ્વતી શાંકર વેદાન્તના અસાધારણ નવ્ય વિદ્વાન છે, તે ઈ.સ.ની સોળમી શતાબ્દીમાં થયા છે. અદ્વૈતસિદ્ધિ, સિદ્ધાન્તબિન્દુ, વેદાન્તકલ્પલતિકા આદિ અનેક ગંભીર અને વિદ્વન્માન્ય ગ્રન્થ તેમણે રચ્યા છે. તેમનામાંથી મુખ્યપણે વેદાન્ત૫લતિકાનો ઉપયોગ પ્રસ્તુત ગ્રન્થમાં ઉપાધ્યાયજીએ કર્યો છે.19 મધુસૂદન સરસ્વતીએ વેદાન્તકલ્પેલતિકામાં જેટલા વિસ્તારથી અને જે પરિભાષામાં બ્રહ્મજ્ઞાનનું વર્ણન કર્યું છે ઉપાધ્યાયજીએ બરાબર તેટલા જ વિસ્તારથી અને તે જ પરિભાષામાં પ્રસ્તુત જ્ઞાનબિન્દુમાં તેનું ખંડન કર્યું છે. શાંકરસંમત અદ્વૈત બ્રહ્મજ્ઞાનપ્રક્રિયાનો વિરોધ બધાં દ્વૈતવાદી દર્શનો એકસરખો કરે છે. ઉપાધ્યાયજીએ પણ એવો જ વિરોધ કર્યો છે પરંતુ પર્યવસાનમાં થોડુંક અન્તર છે, તે એ કે જ્યારે બીજા દ્વૈતવાદીઓ અદ્વૈતદર્શન પછી પોતપોતાને અભિમત દ્વૈતની સ્થાપના કરે છે ત્યારે ઉપાધ્યાયજી બ્રહ્મજ્ઞાનના ખંડન દ્વારા જૈનદર્શનસંમત દ્વૈતપ્રક્રિયાની જ સ્પષ્ટપણે સ્થાપના કરે છે. તેથી એ કહેવાની તો આવશ્યકતા જ નથી કે ઉપાધ્યાયજીની ખંડનયુક્તિઓ પ્રાયઃ તે જ છે જે અન્ય દ્વૈતવાદીઓની હોય છે.
પ્રસ્તુત ખંડનમાં ઉપાધ્યાયજીએ મુખ્યપણે ચાર મુદ્દાઓ ઉપર વાંધો ઉઠાવ્યો છે - (1)[73] અખંડ બ્રહ્મનું અસ્તિત્વ, (2) [84] બ્રહ્માકાર અને બ્રહ્મવિષયક નિર્વિકલ્પક વૃત્તિ, (3) [94] એવી વૃત્તિનું શબ્દમાત્રજન્યત્વ, અને (4)[79] બ્રહ્મજ્ઞાનથી અજ્ઞાનાદિની નિવૃત્તિ. આ ચાર મુદ્દાઓ ઉપર જાતજાતના વાંધાઓ ઉઠાવીને અન્ને એ જ દર્શાવ્યું છે કે અદ્વૈતસંમત 10. જુઓ જ્ઞાનબિન્દુ ટિપ્પણ, પૃ. 109 પંક્તિ 6 તથા પૃ. 111 પંક્તિ 30.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org