________________
જ્ઞાનબિન્દુનું પરિશીલન છે. બીજો મત [67] એ છે કે રાગ શુક્રોપચયજન્ય છે ઇત્યાદિ. ત્રીજો મત [68] એ છે કે શરીરમાં પૃથ્વી અને જલ તત્ત્વની વૃદ્ધિથી રાગ પેદા થાય છે, તેજ અને વાયુની વૃદ્ધિથી દ્વેષ પેદા થાય છે, જલ અને વાયુની વૃદ્ધિથી મોહ પેદા થાય છે. આ ત્રણ મતોમાં રાગ, દ્વેષ અને મોહનું કારણ મનોગતયા આત્મગત ન માનીને શરીરગત વૈષમ્ય જ મનાયું છે. જો કે ઉક્ત ત્રણ મતો અનુસાર રાગ, દ્વેષ અને મોહનાં કારણો ભિન્નભિન્ન છે તેમ છતાં તે ત્રણ મતોની મૂળ દષ્ટિ એક જ છે અને તે એ કે પુનર્જન્મ યા પુનર્જન્મસંબદ્ધ કર્મ માનીને રાગ, દ્વેષ આદિ દોષોની ઉત્પત્તિ ઘટાવવાની કોઈ જરૂરત નથી, શારીરગત દોષો દ્વારા યા શરીરગત વૈષમ્ય દ્વારા જ રાગાદિની ઉત્પત્તિ ઘટાવી શકાય છે.
જોકે ઉક્ત ત્રણ મતોમાંથી પહેલા મતને જ ઉપાધ્યાયજીએ બાર્હસ્પત્ય અર્થાત્ચાર્વાક મત કહ્યો છે તેમ છતાં વિચાર કરતાં સ્પષ્ટ જણાય છે કે ઉક્ત ત્રણે મતોની આધારભૂત મૂલ દષ્ટિ પુનર્જન્મ માન્યા વિના જ વર્તમાન શરીરનો આશ્રય લઈને વિચાર કરનારી હોવાથી મૂળમાં ચાર્વાક દષ્ટિ જ છે. આ દષ્ટિનો આશ્રય લઈને ચિકિત્સાશાસ્ત્ર પ્રથમ મતને રજૂ કરે છે જ્યારે કામશાસ્ત્ર બીજા મતને રજૂ કરે છે. ત્રીજો મત સંભવતઃ હઠયોગનો છે. ઉક્ત ત્રણે મતની સમાલોચના કરીને ઉપાધ્યાયજીએ દર્શાવ્યું છે કે રાગ, દ્વેષ અને મોહના ઉપશમન યાક્ષયનો સાચો અને મુખ્ય ઉપાય આધ્યાત્મિક અર્થાત્ જ્ઞાનધ્યાન દ્વારા આત્મશુદ્ધિ કરવી એ જ છે, અને નહિ કે ઉક્ત ત્રણે મતો દ્વારા પ્રતિપાદન કરાતો માત્ર ભૌતિક ઉપાય. પ્રથમ મતના પુરસ્કર્તાઓએ વાત, પિત્ત, કફ આ ત્રણ ધાતુઓના સામ્ય સંપાદનને જ રાગાદિ દોષોના શમનનો ઉપાય માન્યો છે. બીજા મતના સ્થાપકોએ સમુચિત કામસેવન આદિને જ રાગાદિ દોષોના શમનનો ઉપાય માન્યો છે. ત્રીજા મતના સમર્થકોએ પૃથ્વી, જલ આદિ તત્ત્વોના સમીકરણને જ રાગાદિ દોષોના ઉપશમનનો ઉપાય માન્યો છે. ઉપાધ્યાયજીએ ઉક્ત ત્રણે મતોની સમાલોચનામાં એ જ દર્શાવવાની કોશિશ કરી છે કે સમાલોચ્ય ત્રણે મતોએ રાગાદિ દોષોના શમનના જે જે ઉપાયો દર્શાવ્યા છે તે વાસ્તવમાં રાગાદિ દોષોનું શમન કરી શક્તા જ નથી. ઉપાધ્યાયજી કહે છે કે વાત આદિ ધાતુઓનું ગમે તેટલું સામ્યકેમના સંપાદિત કરવામાં આવે, સમુચિત કામસેવન પણ કેમ ન કરવામાં આવે, પૃથ્વી આદિ તત્ત્વોનું સમીકરણ પણ કેમ ન કરવામાં આવે, તેમ છતાં જ્યાં સુધી આત્મશુદ્ધિ નથી થતી ત્યાં સુધી રાગદ્વેષ આદિ દોષોનો પ્રવાહ પણ સૂકાઈ શક્તો નથી. આ સમાલોચના દ્વારા ઉપાધ્યાયજીએ પુનર્જન્મવાદિસંમત આધ્યાત્મિક માર્ગનું જ સમર્થન કર્યું છે.
ઉપાધ્યાયજીની પ્રસ્તુત સમાલોચના કોઈ સર્વથા નવી વસ્તુ નથી. ભારત વર્ષમાં આધ્યાત્મિક દષ્ટિવાળાઓ ભૌતિક દષ્ટિનો નિરાસ હજારો વર્ષ પહેલાંથી કરતા આવ્યા છે. ઉપાધ્યાયજીએ પણ તે જ કર્યું છે પરંતુ તેમની શૈલી નવીન છે. જ્ઞાનબિંદુમાં ઉપાધ્યાયજીએ ઉપર્યુક્ત ત્રણે મતોની જે સમાલોચના કરી છે તે ધર્મકીર્તિના પ્રમાણવાર્તિક માં અને રાન્તરક્ષિતના તત્ત્વસંગ્રહમાં પણ મળે છે.
8. જુઓ જ્ઞાનાબિન્દુ ટિપ્પણ પૃ. 109 પંક્તિ 26થી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org