________________
કેવલજ્ઞાનના અસ્તિત્વની સાધક યુક્તિ સાક્ષાત્કાર કરી શકે. બીજું તે જે મૂર્તિઅમૂર્ત બધી સૈકાલિક વસ્તુઓનો એક સાથે સાક્ષાત્કાર કરે. આ બેમાંથી પહેલા પ્રકારનો સાક્ષાત્કાર તો બધા આધ્યાત્મિક તત્ત્વચિન્તકોને માન્ય છે, પછી ભલેને નામ આદિના સંબંધમાં ભેદ હોય. પૂર્વમીમાંસક જે આધ્યાત્મિક શક્તિજન્ય પૂર્ણ સાક્ષાત્કાર યા સર્વજ્ઞત્વનો વિરોધી છે તેને પણ પહેલા પ્રકારનો આધ્યાત્મિકશક્તિજન્ય અપૂર્ણ સાક્ષાત્કાર માનવામાં કોઈ વાંધો નથી. મતભેદ છે તો કેવળ આધ્યાત્મિકશક્તિજન્ય પૂર્ણ સાક્ષાત્કારના હોઈ શકવા ન હોઈ શકવાના વિષયમાં. મીમાંસક સિવાય બીજો કોઈ આધ્યાત્મિકવાદી નથી જે એવા સાર્વજ્ઞય અર્થાત્ પૂર્ણ સાક્ષાત્કારને ન માનતો હોય. બધી સાર્વયવાદી પરંપરાઓનાં શાસ્ત્રોમાં પૂર્ણ સાક્ષાત્કારના અસ્તિત્વનું વર્ણન તો પરાપૂર્વથી ચાલ્યું જ આવે છે, પરંતુ પ્રતિવાદીની સમક્ષ તેની સમર્થક યુક્તિઓ હંમેશા એકસરખી રહી નથી. તેમનામાં વખતોવખત વિકાસ થતો રહ્યો છે. ઉપાધ્યાયજીએ પ્રસ્તુત ગ્રન્થમાં સર્વજ્ઞત્વની સમર્થક જે યુક્તિને રજૂ કરી છે તે યુક્તિ ઉરયતઃ પ્રતિવાદી મીમાંસક આગળ જ રજૂ કરવામાં આવી છે. મીમાંસકનું કહેવું છે કે એવું કોઈ શાસ્ત્રનિરપેક્ષ કેવળ આધ્યાત્મિક શક્તિજન્ય પૂર્ણ જ્ઞાન હોઈ શકતું નથી જે ધર્માધર્મ જેવા અતીન્દ્રિય પદાર્થોનો પણ સાક્ષાત્કાર કરી શકે. તેની સામે સર્વજ્ઞત્વવાદીઓની એક યુક્તિ આ રહી છે કે જે વસ્તુ સાતિશય અર્થાત્ તરતમભાવાપન્ન હોય છે તે વધતી વધતી ક્યાંક ને ક્યાંક તો પૂર્ણ દશાને પ્રાપ્ત કરી લે છે, જેમ કે પરિમાણ. પરિમાણ નાનું પણ છે અને તરતમભાવથી મોટું પણ છે. તેથી જ તે આકાશ આદિમાં પૂર્ણ કાષ્ટાને પ્રાપ્ત દેખાય છે. આ જ દશા જ્ઞાનની પણ છે. જ્ઞાન ક્યાંક અલ્પ છે તો ક્યાંક અધિક છે - આ રીતે જ્ઞાન તરતમભાવવાળું દેખાય છે, તેથી જ તે ક્યાંક ને ક્યાંક સંપૂર્ણ પણ હોવું જ જોઈએ. જ્યાં તે પૂર્ણકલાપ્રાપ્ત થશે તે જ સર્વજ્ઞ. આયુક્તિ દ્વારા ઉપાધ્યાયજીએ પણ જ્ઞાનબિન્દુમાં કેવલજ્ઞાનના અસ્તિત્વનું સમર્થન છે.
અહીં ઐતિહાસિક દષ્ટિએ આ પ્રશ્ન થાય છે કે પ્રસ્તુત યુક્તિનું મૂળ ક્યાં સુધી મળે છે અને જૈન પરંપરામાં તે ક્યારથી દેખાય છે? અત્યાર સુધીના અમારા વાચનચિત્તનથી અમને એ જ જણાય છે કે આ યુક્તિનો પ્રાચીનતમ ઉલ્લેખ યોગસૂત્ર સિવાય અન્યત્ર નથી. અમે પાતંજલ યોગસૂત્રના પ્રથમ પાદમાં ‘તત્ર નિતિશય સર્વજ્ઞવીનમ્' (1.25) એવું સૂત્ર મળે છે જેમાં
સ્પષ્ટપણે એ દર્શાવવામાં આવ્યું છે કે જ્ઞાનનું તારતમ્ય જ સર્વજ્ઞના અસ્તિત્વનું બીજ છે જે ઈશ્વરમાં પૂર્ણપણે વિકસિત છે. આ સૂત્ર ઉપરના ભાગમાં વ્યાસે તો જાણે કે સુત્રના વિધાનનો આરાય હસ્તામલકવત્ પ્રકટર્યો છે. ન્યાયવૈશેષિક પરંપરા જે સર્વજ્ઞવાદી છે તેના સૂત્ર ભાગ આદિ પ્રાચીન ગ્રન્થોમાં સર્વજ્ઞાસ્તિત્વની સાધક આ યુક્તિનો ઉલ્લેખ નથી, આપણને પ્રશસ્તપાદની ટીકા વ્યોમવતીમાં (પૃ. 560) તેનો ઉલ્લેખ મળે છે. પરંતુ એમ કહેવું નિર્યુક્તિક નથી કે વ્યોમવતીનો તે ઉલ્લેખ યોગસૂત્ર તથા તેના ભાષ્ય પછીનો જ છે. કામની કોઈ પણ સારી દલીલનો પ્રયોગ જ્યારે એક વાર કોઈના દ્વારા ચર્ચાક્ષેત્રમાં આવી જાય છે ત્યારે પછી તો આગળતે સર્વસાધારણ બની જાય છે. પ્રસ્તુત યુક્તિના અંગે પણ એ જ થયું જણાય છે. સંભવતઃ સાંખ્યયોગ પરંપરાએ તે યુક્તિનો આવિષ્કાર કર્યો અને પછી તો ન્યાયવૈરોષિક
1. સર્વજ્ઞત્વવાદના તુલનાત્મક ઇતિહાસ માટે જુઓ પ્રમાણમીમાંસા ભાષાટિપ્પણ, પૃ. 27. 2. જુઓ જ્ઞાનબિન્દુ ટિપ્પણ, પૃ. 108 પંક્તિ 19.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org