________________
૧૦૦
જ્ઞાનબિન્દુનું પરિશીલન છે કે આ બધા પ્રકારો પ્રસ્તુત ચર્ચા માટે ઉપયુક્ત નથી. કેવળ ‘તવ્રુતિ તવ્રરત્નરૂપ’ તેનો પ્રકાર જ પ્રસ્તુત સ્વતઃ પરતત્ત્વની સિદ્ધિની ચર્ચા માટે ઉપયુક્ત છે. અનુપયોગી કહીને છોડી દેવાયેલા જે અને જેટલા પ્રામાણ્યના પ્રકારોનું ઉપાધ્યાયજીએ વિભિન્ન દૃષ્ટિએ જૈન રાશાસ્ત્રાનુસાર જ્ઞાનબિન્દુમાં જેવું નિદર્શન કર્યું છે તે અને તેટલા પ્રકારોનું તેવું નિદર્શન કોઈ એક જૈન ગ્રન્થમાં જોવા મળતું નથી.
મીમાંસક અને નૈયાયિકની જ્ઞાનબિન્દુગત સ્વતઃ પરતઃ પ્રામાણ્યવાળી ચર્ચાનવ્યન્યાયના પરિષ્કારોથી જટિલ બની ગઈ છે. ઉપાધ્યાયજીએ ઉદયન, ગંગેરા, રઘુનાથ, પક્ષધર આદિ નવ્ય નૈયાયિકોના તથા મીમાંસકોના ગ્રન્થોનું જે આકંઠ પાન કર્યું હતું તેનો ઉદ્ગાર પ્રસ્તુત ચર્ચામાં પડે પડે આપણને મળે છે. પ્રામાણ્યની સિદ્ધિ સ્વતઃ માનવી કે પરતઃ માનવી કે પછી ઉભયરૂપ માનવી એ પ્રશ્ન જૈન પરંપરાની સામે આવ્યો, ત્યારે વિદ્યાનન્દ42 આદિએ બૌદ્ધ43 મતને અપનાવીને અનેકાન્ત દષ્ટિએ એ કહી દીધું કે અભ્યાસદશામાં પ્રામાણ્યની સિદ્ધિ સ્વતઃ થાય છે અને અનભ્યાસદશામાં પરતઃ. તેના પછી તો પાછી આ મુદ્દા ઉપર અનેક જૈન તાર્કિકોએ સંક્ષેપ અને વિસ્તારથી અનેકમુખી ચર્ચા કરી છે. પરંતુ ઉપાધ્યાયજીની ચર્ચા એ પૂર્વાચાર્યોની ચર્ચાઓથી નિરાળી છે. એનું મુખ્ય કારણ છે ઉપાધ્યાયજીનું નવ્ય દર્શનશાસ્ત્રોનું સર્વાંગીણ પરિશીલન. ચર્ચનો ઉપસંહાર કરતાં [42, 43] ઉપાધ્યાયજીએ મીમાંસકના પક્ષમાં અને નૈયાયિકના પક્ષમાં આવતા દોષોનો અનેકાન્ત દૃષ્ટિએ પરિહાર કરીને બન્ને પક્ષોના સમન્વય દ્વારા જૈન મન્તવ્યની સ્થાપના કરી છે.44
3. અવધિ અને મન:પર્યાયની ચર્ચા
મતિ અને શ્રુત જ્ઞાનની વિચારણા પૂરી કરીને ગ્રન્થકારે ક્રમરાઃ અવધિ [51, 52] અને મનઃ પર્યાય [53, 54] એ બેની વિચારણા કરી છે. આર્ય તત્ત્વચિન્તક બે પ્રકારના થયા છે - ભૌતિક અર્થાત્ લૌકિક ભૂમિકાવાળા અને આધ્યાત્મિક ભૂમિકાવાળા. જે ભૌતિક અર્થાત્ લૌકિક ભૂમિકાવાળા હતા તેમણે ભૌતિક સાધન અર્થાત્ ઇન્દ્રિયમન દ્વારા જ ઉત્પન્ન થતા અનુભવ માત્ર પર વિચાર કર્યો છે. તેઓ આધ્યાત્મિક અનુભવથી પરિચિત હતા નહિ. જેમની ભૂમિકા આધ્યાત્મિક અર્થાત્ લોકોત્તર હતી તેમનો અનુભવ પણ આધ્યાત્મિક હતો. આધ્યાત્મિક અનુભવ મુખ્યપણે આત્મરાક્તિની જાગૃતિ પર નિર્ભર છે. ભારતીય દર્શનોની બધી પ્રધાન શાખાઓમાં એવા આધ્યાત્મિક અનુભવનું વર્ણન એકસરખું છે. આધ્યાત્મિક અનુભવની પહોંચ ભૌતિક જગતની પેલે પાર સુધી હોય છે. વૈદિક, બૌદ્ધ અને જૈન પરંપરાના પ્રાચીન સમજવામાં આવતા ગ્રન્થોમાં એવા વિવિધ આધ્યાત્મિક અનુભવોનું, ક્યાંક ક્યાંક મળતા આવતા રાખ્તોમાં તો ક્યાંક બીજા શબ્દોમાં, વર્ણન મળે છે. જૈન વાડ્મયમાં આધ્યાત્મિક અનુભવ અર્થાત્ સાક્ષાત્કારના ત્રણ પ્રકારો વર્ણવાયેલા છે – અવધિ, મનઃ પર્યાય અને કેવલ. અવધિ પ્રત્યક્ષ તે છે જે ઇન્દ્રિયો દ્વારા અગમ્ય એવા સૂક્ષ્મ, વ્યવહિત અને વિપ્રકૃષ્ટ 42. જુઓ પ્રમાણપરીક્ષા, પૃ. 63; તત્ત્વાર્યશ્લોકવાર્તિક, પૃ. 175; પરીક્ષામુખ, 1.13. 43. જુઓ તત્ત્વસંગ્રહ, પૃ. 811.
44. પ્રમાણમીમાંસા ભાષાટિપ્પણ, પૃ. 16 પંક્તિ 18થી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org