SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ મતિજ્ઞાનના વિશેષ નિરૂપણમાં નવો ઊહાપોહ ન્યાય-નૈરોષિકાદિ વૈદિક દર્શન જૈનદર્શન તથા મહાયાનીય બૌદ્ધદર્શન 1. સન્નિદૃષ્યમાણ ઈન્દ્રિય 1. વ્યંજનાવગ્રહ યા વિષયેન્દ્રિયસન્નિકર્ષ 2. નિર્વિકલ્પક 3. સંશય તથા સંભાવના 4. સવિકલ્પક નિર્ણય 1. આરંભણના ઇન્દ્રિયઆપાથગમન-ઇન્દ્રિયઆલંબનસંબંધ તથા આવજ્જન 2. ચક્ષુરાદિવિજ્ઞાન 3. સંપટિચ્છન, સંતીરણ 4. વોટ્કપન 5. જવન તથા જવનાનુબન્ધ તારમ્ભણપાક (2) [38] પ્રામાણ્યનિશ્ચયના ઉપાય અંગે ઊહાપોહ કરતી વખતે ઉપાધ્યાયજીએ મલયગિરિસૂરિના મતની ખાસ સમીક્ષા કરી છે. મલયગિરિસૂરિનું મન્તવ્ય છે કે અવાયગત પ્રામાણ્યનો નિર્ણય અવાયની પૂર્વવર્તિની ઈહાથી જ થાય છે, ભલે તે ઈહા લક્ષિત હો યા ન હો.41 આ મત પર ઉપાધ્યાયજીએ આપત્તિ ઉઠાવીને કહ્યું છે [39] કે જો ઈહાથી જ અવાયના પ્રામાણ્યનો નિર્ણય માનવામાં આવે તો વાદિદેવસૂરિનું પ્રામાણ્યનિર્ણયવિષયક સ્વતત્ત્વપરતત્ત્વનું પૃથક્કરણ ક્યારેય ઘટી શકો નહિ. મલયગિરિના મતની સમીક્ષામાં ઉપાધ્યાયજીએ બહુ સૂક્ષ્મ કોટિક્રમ ઉપસ્થિત કર્યો છે. ઉપાધ્યાયજી જેવી વ્યક્તિ, જે મલયગિરિસૂરિ આદિ જેવા પૂર્વાચાર્યો પ્રત્યે બહુ જ આદરશીલ અને તેમના અનુગામી છે તે, તે પૂર્વાચાર્યોના મતની ખુલ્લા દિલે સમાલોચના કરીને સૂચવે છે કે વિચારના શુદ્ધીકરણના તથા સત્યગદ્વેષણાના પથમાં અવિચારી અનુકરણ બાધક જ બને છે. 5. ધારાવાહિજ્ઞાન તથા સંસ્કારસ્મરણ 2. અર્થાવગ્રહ 3. ઈહા 4. અવાય 5. ધારણા Jain Education International પાલિ અભિધર્મ 40 ૯૯ (3) [40] ઉપાધ્યાયજીને પ્રસંગવશ અનેકાન્ત દષ્ટિએ પ્રામાણ્યના સ્વતસ્ત્વપરતસ્ત્વ નિર્ણયની વ્યવસ્થા કરવી ઇષ્ટ છે. આ ઉદ્દેશ્યની સિદ્ધિ માટે તેમણે બે એકાન્તવાદી પક્ષકારોને પસંદ કર્યા છે જે પરસ્પર વિરુદ્ધ મન્તવ્ય ધરાવે છે. મીમાંસક માને છે કે પ્રામાણ્યની સિદ્ધિ સ્વતઃ જ થાય છે જ્યારે નૈયાયિક કહે છે કે પ્રામાણ્યની સિદ્ધિ પરતઃ જ થાય છે. ઉપાધ્યાયજીએ પહેલાં તો મીમાંસકના મુખે સ્વતઃ પ્રામાણ્યનું જ સ્થાપન કરાવ્યું છે અને પછી તેનું ખંડન નૈયાયિકના મુખે કરાવીને તેના દ્વારા સ્થાપિત કરાવ્યું છે કે પ્રામાણ્યની સિદ્ધિ પરતઃ જ થાય છે. મીમાંસક અને નૈયાયિકની પરસ્પર ખંડનમંડનવાળી પ્રસ્તુત પ્રામાણ્યસિદ્ધિવિષયક ચર્ચા પ્રામાણ્યના ખાસ ‘તવ્રુતિ પ્રત્વરૂપ' દાર્શનિકસંમત પ્રકાર પર જ કરાવવામાં આવી છે. તેના પહેલાં ઉપાધ્યાયજીએ સૈદ્ધાન્તિકસંમત અને તાર્કિકસંમત એવા અનેકવિધ પ્રામાણ્યના પ્રકારોને એક પછી એક ચર્ચાના માટે પસંદ કર્યા છે અને અન્તે દર્શાવ્યું 40. The Psychological Attitude of Early Buddhist Philosophy by Anagarika B. Govinda, p. 184. અમિધમ્મર્ત્યસંગો, 4.8. 41. જુઓ નન્દીસૂત્રની ટીકા, પૃ. 73. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001199
Book TitleNirgranthasampraday Jaintarkbhasha Gyanbinduparishilan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Nagin J Shah
PublisherJagruti Dilip Sheth Dr
Publication Year2006
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Philosophy
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy