________________
વશીકરણવિદ્યાથી આત્મસિદ્ધિ : પુનર્જન્મવાદ
[૬૫
આ ક્ષેત્રમાં આગળ વધેલા સમર્થ હીગ્નેટિસ્ટોનાં જે વિધાને વાંચવા મળે છે એ જાણે કે હૂબહૂ શાસ્ત્રવચન હોય એવાં જ જણાતાં હોય છે. એથી જ એ વિધાને નજરે ચડતાં અંતર ઝૂકી જાય છે એ વીતરાગ સર્વજ્ઞ ભગવંતને! એમની અપ્રતિહત સર્વજ્ઞત્વની અખંડિત પ્રતિમાને !
જૈનદર્શન એમ માને છે પ્રાણીમાત્રે કઈ પણ અશુભ વિચાર ન કરવો જોઈએ અને સદા શુભ વિચારમાં રમમાણ બનવું જોઈએ. એની પાછળને હેતુ જણાવતાં તેઓ કહે છે કે, “કેઈ પણ વિચાર અંતે તે આત્માને સંસ્કાર બને છે. અને જો એ અશુભ સંસ્કાર છે તે તે પુનઃ પુનઃ જાગૃત થત રહીને આત્મામાં અઢળક વિકારો ઉત્પન્ન કરતો, પ્રકાશપુંજ આત્મામાં અનંત અંધકાર ફેલાવી મૂકે છે. આથી ઊલટું જ, શુભ વિચારના સુંદર સંસ્કારમાં બને છે, એટલે જ મનુષ્ય વિચાર કરવામાં ખૂબ જ કાળજી રાખવી જોઈએ. અશુભ વિચાર જે ભયંકર ગણાતું હોય તે તેનાથી નિષ્પન્ન થતી અશુભ સંસ્કારોથી વિરાટ પરંપરાને કારણે જ (આ હકીકતને અનુલક્ષીને) વિચારથી થતાં કર્મોનાં બંધ કરતાં સંસ્કારોના અનુબંધનું મહત્વ વધુ આંકવામાં આવ્યું છે અને તેથી જ માનવ જીવનના પરમ કર્તવ્ય તરીકે જન્માંતરમાં નિષ્પન્ન કરેલાં અશુભ કર્મોનાં અનુબંધને તેડી નાંખવાનું શ્રીઉપદેશપદમાં જણાવવામાં આવ્યું છે.
આ જ વાતને આધુનિક વિજ્ઞાનના પુસ્તકર્તાઓ હીટિઝમની વિદ્યા દ્વારા પુષ્ટિ આપે છે. તેઓ કહે છે કે સામાન્ય રીતે તે માણસનાં બે મન મહત્ત્વનાં છેઃ જાગ્રત (Conscious) મન અને આંતર (sub_conscious) – મન. જાગ્રત મનમાં જે કંઈ વિચાર આવે છે તે થોડો સમય ત્યાં રહીને પછી આંતર મનમાં ચાલ્યા જાય છે. આ વિચાર ત્યાં જઈને સર્વવ્યાપી બની જાય છે. પછી
જ્યારે જ્યારે તેને તક મળે છે ત્યારે ત્યારે તે વ્યાપી ગયેલે વિચાર વિ છે. ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org