________________
૩૦]
વિજ્ઞાન અને ધર્મ વિધાન ખૂબજ કટ્ટરતાપૂર્વક કરવામાં આવ્યું છે. પાશ્ચાત્ય જગતમાં સારા સારા જ્યોતિષીઓ અને ગણિતાચાર્યો તરીકે જેમની ગણના થતી હતી તે “અરસ્તુ' અને “ટાલમી” પણ પૃથ્વીને સ્થિર માનવાના જ મતના હતા. ઈ. સ. પૂર્વે ૨૦૦ વર્ષ હીપારકસ પણ પૃથ્વીને સ્થિર માનતે હતે.
પણ ૧૬ મી શતાબ્દીમાં સર્વ પ્રથમ કેપરનિકસે (Copernicus) પૃથ્વીને સ્થિર ન કહેતાં ચર કહી અને સૂર્યને ચર ન કહેતાં સ્થિર કહ્યો.
ત્યાર પછી ગેલેલિયેએ “દૂરવીક્ષક-યંત્ર આદિ દ્વારા નિરીક્ષણ કરીને તે જ માન્યતાને પુષ્ટ કરી. આ વિધાન બાઈબલના વિધાનથી પ્રતિકૂળ હતું માટે ગેલેલિયે સામે તે વખતના ધર્મગુરુ પિપે વધે લીધે, અને બાઈબલ જેવા ધર્મગ્રન્થને અ૫લાપ કરવા બદલ ગેલેલિને રાજકીય રીતે ખૂબ ખૂબ વેઠવું પડયું.
પણ તેથી કાંઈ પૃથ્વીના પરિભ્રમણની માન્યતા અટકી ન ગઈ. એટલું જ નહિ પણ ભૂતકાળમાં પૃથ્વીને જેઓ સ્થિર માનતા હતા અને ચર માનવામાં જે આપત્તિઓ બતાવતા હતા, જેવી કે–પૃથ્વી જે ફરતી હોય તે આકાશમાં ઊડતાં પક્ષીઓ પાછાં તે જ વૃક્ષ ઉપર કેવી રીતે આવી શકે? પૃથ્વીના ભયંકર વેગવાળા પરિભ્રમણને કારણે એ પ્રચંડ વાયુ ઉત્પન્ન થાય તેનાથી પૃથ્વી ઉપરની બધી વસ્તુઓ વેરણ-છેરણ કેમ થઈ ન જાય? એ વાયુને કારણે ધજાઓ એક જ દિશામાં કેમ ઊડ્યા ન કરે?* વળી તે વેગજન્ય પવનથી તે મહેલે અને પર્વતના શિખરે પણ કેમ તૂટી ન પડે?+ * भूगोलवेगजनितेन समीरणेन केत्वादयोऽप्यपरदिग्गतयः सदा स्युः ।
–શ્રીપત્તિ + भूगोलवेगजनितेन समीरणेन प्रसादभूधरशिरांस्यपि संपतेयुः ।
–કીરિઘ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org