________________
ભવિષ્યવાણી
[૩૮૩
રાત ઈિતી પર પાસેથી આ પણ અને આ
અતી
આસપાસ નજર નાખી. છેવટે એની નજર અમારા મલકના દૂર દૂર આવેલા ગામ પર પડી. એણે ત્યાં પહોંચી જઈ પનાહ માગતાં કહ્યું. તમે જે વીરાજીથી મને, મારા ગામને અને મારી પારેવડી જેવી દીકરીને બચાવવા વીરાવાડા ઉપર ચડાઈ કરીને વીરાજને ઠાર કરશે તે એ ગામ તે તમારી ઠકરાત ઠરશે, પણ ઉપરથી મારી ઠકરાતનું એક ગામ પણ સરપાવ આપીશ.”
મલેકને કશું ગુમાવવાનું હતું જ નહિ. એમને ઠરીઠામ થવા ઠકરાત જોઈતી જ હતી એટલે એમણે એ શરત કબૂલ રાખી. વીરાજીના આ વીરાવાડા ઉપર ચપાસથી હુમલો કરી એને બરાબરને ઘેર્યો. વીરાજ બળિયે હતો એટલે લડ્યો પણ પૂરા ઝનૂન અને તાકાતથી પણ બૂરી નૈયત કદી ફળે ખરી ? એ ઠાર થયે અને આ વીરાવાડા અમારા હાથમાં આવ્યું. બસ ત્યારથી અમારી કેમ અહી રહેતી આવી છે.”
ગામ પથ્થરીયું છે, એમાં પાણી જ પાકે છે. છતાં એ અમને કોઠે પડી ગયું છે, એટલું જ નહિ પણ એને છોડી જવાને બદલે એના પર અમારું મમત્વ ઉપજયું છે.”
શીળી બિછાત અને સાહેબ, આ કાળકરાળ પથ્થરના અડાબીડ જંગલમાં અમે સુખી થયા છીએ. ગમે તે ધમધખતે હોય તેમ આ ડુંગરેની શીળી બિછાત ઉપર બેસીને અમે જયાફત માણતા હોઈએ છીએ કારણ કે આ કાળમીંઢ પથ્થરે એવા આકરા તાપમાં પણ તપતા નથી, ધીખતા નથી.
શરૂઆતમાં તે આ ગામમાં રસ્તે પણ નહતો. પણ રસ્તે કરવા માટે સુરંગે ફેડવામાં નિષ્ણાત એવા રાજસ્થાની કારીગરોને તેડાવી એમના પાસે સુરંગ મૂકાવીને પથ્થરે સાફ કરાવી આ રસ્તે બનાવ્યું છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org