SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૨] વિજ્ઞાન અને ધર્મ પણ મળે. આ સૌનું કહેવું હતું કે જમ્યા ત્યારથી અમે તે આ ગામમાં ગમે ત્યારે ઊગી નીકળતા અને પછી ધીરે ધીરે વધતા કાળમીંઢ પથ્થરના ટીંબા અને ખડકે જ જોયા છે. પેલા ૭૪ વર્ષની જૈફ જમાલભાઈએ આંખે નેજવું કરી ગામ ફરતા ઊભેલા તોતિંગ કાળમીંઢ પથ્થરના ખડકે ભણી આંગળી ચીંધતાં કહ્યું : હું નાનું હતું ત્યારે આ વીસ વીસ હાથ ઊંચાં પાણું માંડ એકાદ ફૂટના પણ નહોતા. અને જુઓને આજે કેવા ફાલીક્લી વધી ગાયા છે? વીરાવાડાને ઈતિહાસ એમણે આ ગામનો ઈતિહાસ પણ કહ્યો. એમણે કહ્યું: “આજે આ ગામ અમારા મલેકેનું જ છે. એમાં આંગળીને વેઢે ગણાય એવા હિન્દુ પરિવારને બાદ કરતાં ગામની અઢીથી ત્રણ હજારની વસ્તી અમારા મલેકેની છે. ગામનું નામ ભલે વીરાવાડા હોય, પણ આસપાસની વસ્તી એને પથ્થરિયા ગામ તરીકે જ ઓળખે છે.” આટલી પ્રસ્તાવના કર્યા પછી એમણે ગામને ઇતિહાસ કહેવા માંડ્યો: “મૂળ આ ગામ, આજથી ત્રણ વર્ષ ઉપર વીરાજી નામના એક બળિયા અને ખૂંખાર ઠાકરની ઠકરાત હતું. એ માથાભારે અને વકરેલા માણસથી આસપાસના મુલક થરથરતાં હતાં.” “એકવાર એની નજર બાજુના બ્રહ્મક્ષત્રિય ગામના ઠાકરની ખૂબસૂરત જુવાન રાજકુંવરી પર ઠરી. એને થયું આ રૂપને કટકે તે વીરાવાડામાં જ શોભે. એણે પળનીય વાટ જોયા વગર માંગુ મોકલ્યું: “તમારી દીકરીને મારી સાથે પરણાવે. નહિ તે તમારું ગામ ભાંગીને, એને રેળી–ટોળીને એને ઉપાડી જઈશ. વીરાજી હણાયે “વીરાજની આ માગણી અને એની પાછળની આકરી ધમકી સાંભળી પિલે બ્રહ્મક્ષત્રિય રાજવી તે ધ્રુજી ગયે. રક્ષણ માટે એણે વકરેલા કાર ની નજર . એને થ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001193
Book TitleVigyana ane Dharma
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1991
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy