________________
ભવિષ્યવાણી
[૩૭૧
પેઝનાનથી કેન્ટાન સુધીના તમામ પૂર્વના દેશેાના એક સરેરાશ માનવીને ચે ચેાખ્ખું દેખાય તેવું ચિત્ર ઉપર આપ્યું છે. તેમાં કોઈ અતિશયક્તિ નથી. છેલ્લાં ૬૦ વર્ષથી વિશ્વના એક જ કેન્દ્રથી આ પ્રકારની ગુલામી માટેની જોહુકમી ઊઠે છે અને પછી દેશેને ગુલામ બનાવાતા જાય છે. હવે મલયેશિયા, ઇન્ડોનેશિયા, ફાર્માંસા કે ફિલિપાઇન્સને કદાચ પશ્ચિમના દેશો ઉપર બહુ મદાર ન રહે તે સ્વાભાવિક છે. કારણ કે, ઘણાંને પ્રતીત થઇ ગયું છે કે ત્રીજું' વિશ્વયુદ્ધ કેમ દૂર ઠેલવું તે પ્રશ્ન હવે રહ્યો નથી. હવે તે તેવા પ્રશ્ન કરવામાં મોડું થઇ ચૂકયું છે. હવે તેા ચેાથા વિશ્વયુદ્ધને અટકાવવા માટેની કિંમતની જરૂર છે. હવે એ યુદ્ધમાં ઘૂંટણીએ પડીને તાબે થઈ શકાય તેમ નથી.
પરિશિષ્ટ [૬] વનસ્પતિનું રહસ્યમય જીવન
[ઓગસ્ટ-૭૬ના પ્રમુદ્દે જીવનામાંથી સાભાર]
[જૈન દર્શન પ્રમાણે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ બધાં સજીવ છે. ૨૫૦૦ વર્ષ પૂર્વે ભગવાન મહાવીરને આ દઈન થયું ત્યારે, અત્યારે છે તેવાં વિજ્ઞાનનાં સાધના ન હતાં. આવું અદ્ભુત દન આત્મજ્ઞાન અને અંતરષ્ટિનું પરિણામ માનવું જોઈએ. વિજ્ઞાન હવે આ હકીકત સ્વીકારે છે. વનસ્પતિ સજીવ છે તે શ્રી જગદીશચંદ્ર બેઝે પ્રથમ પૂરવાર કર્યું. ત્યાર પછી વનસ્પતિ સંબંધે ઘણા પ્રયાગે થયા છે. આ બાબતમાં આ લેખ ધણી રસપ્રદ હકીકતા પૂરી પાડે છે. જૈન દનનું જીવશાસ્ત્ર-ખાયલાજી-અતિ ગહન છે. કોઈ પ્રખર વૈજ્ઞાનિક ખાયેલેજિસ્ટ–તેને અભ્યાસ કરે તો વિજ્ઞાનને તેમાંથી ઘણું જાણવાનું મળે તેમ છે. જૈનદર્શનના અભ્યાસ કરે છે તેને વૈજ્ઞાનિક માહિતી નથી, એટલે જૂની પરિભાષામાં રટણ થયા કરે છે. જીવના અનતા ભેદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org