________________
ભવિષ્યવાણું
[૩૬૯
નથી. કેઈ પક્ષ તરફથી સહાયની આશા નથી. આફ્રિકાના ઘણા નાના દેશે તેમ જ અમુક આરબ દેશે તે સામ્યવાદનાં બચ્ચાં હોય તેમ માને ધાવવા તલપાપડ હોય તેવાં દેખાય છે. બીજા કેટલાક દેશોને તમે આ પ્રકારની ધાવવાની તાલાવેલી દેખાડતાં જોવા માગે છે? આ પ્રશ્ન કરીને શ્રી. સેલ્જીનિન્સીન તરત આપણું ધ્યાન સંયુક્ત રાષ્ટ્રસંઘ તરફ દોરે છે. સંયુક્ત રાષ્ટ્રસંઘ અત્યારે શું કરે છે? કદાચ કહીએ કે તે નિષ્ફળ નથી ગયું. પણ જગતમાં કનિષમાં કનિષ્ઠ લેકશાહીને દાખલો પૂરો પાડતે આ સંઘ બળવાન અને બેજવાબદાર રાષ્ટ્રના હાથા જેવો બની ગયું છે.
રાષ્ટ્રસંઘ એક એ તખ્ત બની ગયે છે, જ્યાં મુક્તિની હાંસી ઊડે છે. પશ્ચિમનાં રાષ્ટ્રની ઠેકડી ઊડે છે. અને મહાન રાષ્ટ્ર તરીકે ગણતા અમેરિકા, બ્રિટન અને ફ્રાંસના ગઢના કાંગરા ખરતા હોય તેવાં દૃશ્ય સર્જાય છે.
હવે જ્યારે લાખે લોકોની કતલ પછી અને હજારો લોકોને ગુલામેની છાવણીમાં ધકેલ્યા પછી જગતના લાંબામાં લાંબા યુદ્ધ વિયેતનામના યુદ્ધને અંત આવ્યો છે, ત્યારે આપણે ૩૦ વર્ષને ઈતિહાસ જોઈશું તે માલૂમ પડશે કે પશ્ચિમના દેશે તેમની મજબૂત સ્થિતિ જાળવી જ શક્યા નથી. તેમના પગ નીચેથી રેતી સરતી જ ગઈ છે. આશ્વાસન માટે આપણે ત્રણેક દાખલા લઈએ. ૧૯૪૭માં વિયેતનામ, ઈ. સ. ૧૯૪૮માં પશ્ચિમ બર્લિન અને ૧૯૫૦માં દક્ષિણ કેરિયા. માનો કે આ ત્રણેય દેશે કે પ્રદેશના કિસ્સામાં પશ્ચિમના દેશેએ રશિયાને ભૂ પાયું હતું ત્યારે આશા જન્મી હતી કે, ત્રીજા વિશ્વયુદ્ધમાં જીત થશે. પણ ફરીથી આ ત્રણેય દેશોનાં નામ લઈ જુઓ. આ ત્રણ દેશમાંથી કોની તાકાત છે કે તે ગુલામીની તરાપ સામે સામને કરી શકે? જે આ ત્રણેય પ્રદેશ ઉપર આક્રમણ થાય તે તેનું કેણ રક્ષણ કરી શકશે? કઈ સેનેટ કે કયું પ્રધાનમંડળ તે દેશની મદદ માટે લશ્કર કે યુદ્ધસામગ્રી મોકલશે? આ ત્રણે દેશની
વિ. ધ. ૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org