________________
[૩] વિજ્ઞાનનાં ફરતાં વિધાને
જેને ભગવાન જિનેશ્વર ઉપર અતૂટ વિશ્વાસ છે, તેને જિનના વચનની સત્યતા સમજવાની કે વિચારવાની રહેતી જ નથી. એ તે વચનેને સત્યમય માને છે.
અહીં જે પ્રયત્ન કરવામાં આવ્યું છે તે તે વિજ્ઞાનનાં સંશેધનથી જિન-વચનની સત્યતાને સિદ્ધ કરવાનો પ્રયત્ન છે. અથવા તે એવું પણ વિચારવાને યત્ન છે કે ભગવાન જિનેશ્વર પિતે જેમ વીતરાગ હેવાથી સર્વજ્ઞ હતા એ વાત સિદ્ધ થાય છે તેમ આજનાં વૈજ્ઞાનિક સંશોધનોથી પણ એમની સર્વજ્ઞતાની સિદ્ધિ થઈ જાય છે.
એટલે જેઓ શ્રદ્ધા પક્ષના સાધકે છે તેમને તે ભગવાન જિનેશ્વરોનાં જીવન, સ્વરૂપ અને મૂર્તિમાં છલછલ ઊભરાયેલી વિતરાગતાના દર્શનથી જ એમની સર્વજ્ઞતા સિદ્ધ થઈ જાય છે; પરંતુ જેઓ સામાન્ય રીતે આધુનિક વિજ્ઞાનને અવલંબતા તક અને પ્રગપક્ષના હિમાયતીઓ છે તેમને એ વિજ્ઞાનનાં સંશાધનોથી જિનની સર્વજ્ઞતા સિદ્ધ કરી આપવાનું આવશ્યક જણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org