________________
૧૬]
વિજ્ઞાન અને ધર્મ વાત કરી તે બધું સાંભળતાં જ એમ થાય છે કે હજી જેઓ જિન બની ચૂક્યા નથી, હજી તે ગૃહસ્થ જીવનમાં છે ત્યાં પણ કેટલા વિરાગી છે !
- ત્યાર બાદ મેટાભાઈ નંદિવર્ધનના આગ્રહથી વધુ બે વર્ષ સંસારમાં રહ્યા તે પણ કેવા ઉત્કૃષ્ટ વિરાગભાવથી રહ્યા હતા તે વાતે શામાંથી સાંભળવા મળે છે.
- ત્યાર બાદ મુનિજીવનમાં રાગની અને રેષ કરવાના અગણિત પ્રસંગો આવ્યા. શૂલપાણિ, ચણ્ડકૌશિક, સંગમ વગેરેએ ભયાનક કહી શકાય તે જુલમ ગુજાર્યો છતાં પિતે લેશ પણ રોષ ન કર્યો. જિન બન્યા પછી દેવ-દેવીઓએ અસાધારણ કહી શકાય તેવી સેવા કરી છતાં સર્વથા રાગભાવરહિત-અલિપ્ત રહ્યા.
આમ તેમનું ગૃહસ્થજીવન શું કે સાધનાનું જીવન શું કે જિનની અવસ્થાનું જીવન શું ? સર્વત્ર તેઓ રાગ વિનાના અને રેષ વિનાના જ જોવા મળે છે. એમના જીવનમાં રાગપ્રેરિત કોઈ લીલા જોવા મળતી નથી. રેષપ્રેર્યા કઈ તાંડ કે સંહારે સાંભળવા મળતાં નથી, એટલે તેમનું લગભગ સમગ્ર જીવન જાણે નરી વીતરાગતાથી છલકાયેલું જ જોવા મળે છે.
આવું જ તેમના સ્વરૂપમાં સાંભળવા મળે છે. જિન તેને જ કહેવાય છે, જેઓ વીતરાગતામય હોય; સર્વથા રેષમુક્ત હોય; હાસ્યાદિથી પર હેય. જિન શબ્દનો અર્થ પણ તે જ છે કે જેમણે રાગરેષને જીત્યા હોય તે જિન.
તેમની મૂતિ તપાસવામાં આવે તે ત્યાં પણ પ્રશમરસમન્નતા દેખાય છે, નથી હાથમાં કઈ શસ્ત્ર કે જે રેષભાવને સૂચવતું હોય, નથી ખળામાં કે બાજુમાં કોઈ સ્ત્રી કે જે તેમના રાગભાવને સૂચવતી હોય. શસ્ત્રરહિત અને સ્ત્રીરહિત એમની મૂતિમાં જે પ્રસન્નતા માધ્યચ્ય ભાવ વગેરેનું હૂબહૂ દર્શન થાય છે તે બધું ય તેમની વીતરાગતાને જ પુકારી પુકારી જાહેર કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org