________________
સત્યવાદી ભગવાન જિનેશ્વર
[૧૫
સાધનામાંથી સિદ્ધિને પામતી આ યૌગિક પ્રકિયા ઉપરથી સમજાય છે કે પૂરા સત્યવાદી બનવા માટે સર્વજ્ઞ બનવું જોઈએ અને સર્વજ્ઞ બનવા માટે સર્વથા રાગ-રેષથી રહિત બની જવું જોઈ એ. જે કઈ આત્મા આ રીતે વીતરાગ બને છે તે જિન કહે વાય છે. તે તરત જ સર્વજ્ઞ બને છે, અને તે અવશ્ય સત્યવાદી હિય છે.
જિન જે ક્ષીણરાગી હોય તે તે અવશ્ય સર્વજ્ઞ હોય અને સત્યવાદી હોય એ વાત નિશ્ચિત થાય છે. હવે એ વાત શી રીતે નક્કી કરવી કે તે ભગવાન જિનેશ્વરે અવશ્ય રાગ-દ્વેષને જીતનાર વીતરાગ હતા જ?
આ પ્રશ્નના ઉત્તરમાં એમ કહી શકાય કે કઈ પણ વ્યક્તિના ગુણનું દર્શન કરવું હોય તે તેનું જીવન, તેનું સ્વરૂપ અને તેની આકૃતિ દર્શાવતું ચિત્ર કે મૂતિર્ યા બાવલું તપાસવું જોઈએ. જવાહરલાલ નહેરુમાં રાષ્ટ્રપ્રેમ હતો કે નહિ? તે વાત સમજવા માટે નહેરુના જીવન ઉપર દષ્ટિપાત નાખ જેઈ એ. નહેરનું પિતાનું સ્વરૂપ જાણવું જોઈએ. ત્રણેયમાં જે રાષ્ટ્રપ્રેમ ઊભરાતે જેવા મળે તે કબૂલવું જોઈએ કે નહેરુ બેશક રાષ્ટ્રપ્રેમી હતા.
આ જ રીતે શ્રીજિનના જીવનમાં, સ્વરૂપમાં અને મૂર્તિમાં વિતરાગતા જ નીતરતી જણાતી હોય તે તેમને વીતરાગ માનવા જ જોઈએ.
હવે જિનેશ્વર ભગવાન મહાવીર દેવનું દષ્ટાંત લઈએ. તેમના જીવન વગેરે ત્રણેયમાં વીતરાગતા જોવા મળે છે કે નહિ તે જોઈએ.
ભગવાન મહાવીરના જીવનમાં ડોકિયું કરો. જ્યારે તેઓ ગૃહસ્થ જીવનમાં હતા ત્યારે યોગ્ય વય થતાં તેમનાં માતા ત્રિશલા. યશોદા સાથે વિવાહ કરવાનું કહે છે તે વખતે તેઓ કેટલા ઉદાસ થઈ ગયા હતા? તેમણે માતાજીને વિરાગ-નીતરતી વાણીમાં જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org