________________
૨૭૨]
વિજ્ઞાન અને ધર્મ
વિચારણું કરી અને તેની સાથે ભવિષ્યમાં ૧૮ હજાર વર્ષ પછી આવનારા દુઃખદ કાળની પણ જે વિચારણા કરી તેનું આજનું વૈજ્ઞાનિક સંશોધન ખૂબ જ મળતું આવે છે.
“ટાઈમ” નામના અમેરિકન સાપ્તાહિક (૧૯૬૩)માં “ભૂસ્તર ભૌતિક પદાર્થશાસ્ત્ર” (Geophysics)ના મથાળા નીચે એક લેખ આવ્યું છે. તેનું અવાંતર બીજું મથાળું છે; “પૃથ્વીના પેટાળમાં ચુંબકીય ક્ષેત્રની હિલચાલ” (Flipping the Magnetic Field) છે. એ લેખમાં જે કાંઈ જણાવ્યું છે તેને જરૂરી સાર ભાગ આપણે અહીં જઈ શું. - દરેક પાંચ લાખ વર્ષ અથવા લગભગ તેટલા કાળમાં અજ્ઞાત કારણેથી ચુંબકીય ક્ષેત્રમાં આકસિક હિલચાલ થાય છે. દસ હજાર વર્ષના કાળમાં (જે પૃથ્વી સંબંધી વિજ્ઞાનના કાળના માપમાં કેવળ એક સામાન્ય કાળ મનાય છે) ઉત્તરના અને દક્ષિણના ચુંબકીય ધવ પિતાનું સ્થાન પરસ્પર બદલે છે. વૈજ્ઞાનિકોને ઘણુ કાળ પહેલાંથી આ સંદેહ હતો કે આ રહસ્યપૂર્ણ અલટપલટ પૃથ્વી ઉપરના બાહ્ય દશ્યમાન રૂપમાં ઘણું મોટું પરિવર્તન કરી શકે છે. હવે એવું જણાયું છે કે આ અલટપલટને હવે તે વધુ ગહન પ્રભાવ થઈ શકે છે. કેલમ્બિયા વિશ્વવિલયના વૈજ્ઞાનિકના એક પક્ષે આ વિષયમાં પ્રમાણે એકત્ર કર્યા છે અને એવી સલાહ આપી છે કે આ ક્રિયાશીલ ક્ષેત્ર પૃથ્વી ઉપર વનસ્પતિ અને પ્રાણીઓના વિકાશમાં ઘણે મોટો હિસ્સો આપી શકે છે.
મેસ્ક વિશ્વવિદ્યાલયના વૈજ્ઞાનિક હેઝને સમુદ્રવિજ્ઞાન સંબંધિત એક સભામાં એવું પ્રગટ કર્યું કે આ ભૂગર્ભના અવશેના વિશ્લેષણથી એ સ્પષ્ટ થયું છે કે ચુંબકીય ક્ષેત્રમાં હાલની હિલચાલ ૭ લાખ વર્ષ પૂર્વે થઈ હતી. એ અંગેના મળી આવેલા જીવેના અવશેષોએ એમ પણ પ્રગટ કર્યું કે પાણીમાં ઉત્પન્ન થનારા છેડવા કે પાણીની કેટલીક જાત ૨૪ લાખ વર્ષ પહેલાં અકસ્માત ઉત્પન્ન (!) થઈ અને ૭ લાખ વર્ષ સુધી કોઈ વિશેષ પરિવર્તન વિના અસ્તિત્વમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org