________________
(૧) પાણીનું મૂળ કારણ વાયુ (૨) છઠ્ઠો આરે
[૨૭૧
અત્યન્ત દુસહ અને ભય ઉત્પન્ન કરવાવાળા હશે. વાયુ પણ વર્તલાકારે વાશે જેથી ધૂળ વગેરે એકત્રિત થશે. ફરી ફરી ધૂળના ગોટા ઊડવાથી બધી દિશા રજવાળી થશે. ધૂળથી મલિન અધિકાર સમૂહ થઈ જવાથી પ્રકાશનો આવિર્ભાવ ખૂબ જ કઠિનતાથી થશે. સમયની રક્ષતાને કારણે ચન્દ્ર વધુ ઠંડો હશે અને સૂર્ય પણ વધુ તપશે. એ ક્ષેત્રમાં વારંવાર અરસ-વિરસ વગેરે પ્રકારના વરસાદ વરસશે. એ મુશળધાર વરસાદને લીધે ભરતક્ષેત્રનાં ગામે, નગર વગેરેને વિધવંસ થઈ જશે. વૈતાઢય પર્વત સિવાયના તમામ પર્વતને નાશ થશે. ગંગા અને સિધુ બે જ નદી રહેશે. એ વખતે ભરતક્ષેત્રની ભૂમિ અગ્નિ વગેરે જેવી થશે. પૃથ્વી ઉપર રહેનારા લેકોને ખૂબ કષ્ટ પડશે. એ શરીરથી તદ્દન કુરૂપ હશે; વાણીથી અસભ્ય બનશે, માંસાહારી હશે. એમના શરીરની વધુમાં વધુ ઊંચાઈ ફક્ત એક હાથની હશે.
આયુષ્ય વધુમાં વધુ વીસ વર્ષનું હશે. એ મનુષ્ય સૂર્યના ભયંકર તાપને નહી સહી શકવાને કારણે ગંગા, સિધુ નદીનાં કેતરિમાં જ ઘર કરીને રહેશે. સૂર્યોદયથી એક મુહૂર્ત પૂર્વે અને સૂર્યા
સ્ત થયા બાદ એક મુહૂર્ત પછી જ તેઓ બિલમાંથી બહાર નીકળશે અને માછલાં વગેરેને ગરમ રેતીમાં પકવીને ખાશે. * આવી સ્થિતિ ૨૧ હજાર વર્ષ સુધી રહેશે. ત્યારે પછી ફરી વાતાવરણ ઉત્તરોત્તર સુધરતું જશે.
- હવે આપણે આ વિષયમાં વૈજ્ઞાનિક દષ્ટિબિંદુને વિચાર કરીએ. બેશક, જિનામના સમયના ગણિત જેટલું ચોક્કસ ગણિત વૈજ્ઞાનિકોનાં સંશોધનમાંથી જ મળે; કેમકે એ ભગવાન જિનના બનાવેલા આગમ છે, જ્યારે વૈજ્ઞાનિકો તે હજી ઘણુ અપૂર્ણ છે. છતાં એમનાં વિધાને બીજા કેઈ પણ વિધાન કરતાં જિનાગમનાં વિધાનની ખૂબ જ નજદીકમાં ક્યારેક આવી રહે છે એ હકીકત છે.
હમણું જ આપણે કાળનાં જુદાં જુદાં થતાં પરિવર્તનની જે * ભગવતી શતક સૂત્ર ૭, ઉદેશ. ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org