________________
[૨]
સત્યવાદી ભગવાન જિનેશ્વરા
કઈ વચનની સત્યતાને સાષિત કરવાના પ્રયત્ન કરવા કરતાં
તે વચનના કહેનાર સત્યવાદી હતા એ વાત સાબિત કરવી જોઈએ. જિનાગમના પ્રત્યેક વચનની સત્યતા તે આજના અસ`ગ જીવા સાબિત કરી શકે તેમ નથી, કેમકે તેટલુ વિરાટ તેમનું જ્ઞાન નથી. બહુ બહુ તા આજે ઉપલબ્ધ થતાં સાધના, આજના વિજ્ઞાન વગેરેના બળે એમાંનાં ૫–૫૦ સત્યાને તાગ પામી શકાય. એટલે પ્રથમ તો સમગ્ર જિનાગમને કહેનાર કોણ હતા ? તેમાં સત્યવાદિતા સંભવી શકે છે કે નહિ ? તે જ અહી વિચારી લેવાનું
જરૂરી લાગે છે.
જે કોઈ વ્યક્તિ સત્યવાદી હેાય તે અવશ્ય રાગદ્વેષથી પર હાય. જ્યાં રાગ કે રોષ છે ત્યાં અવશ્ય અસત્યને સ્થાન છે. ખીજુ, જે સત્યવાદી હોય તે જે વિષયમાં સત્યનું પ્રતિપાદન કરે તે વિષયની તમામ માનુ તેને જ્ઞાન હોવું જ જોઈ એ. જેને અમેરિકાનું જ્ઞાન જ નથી તે માણસ અમેરિકા વિષે ખેલવા લાગે તા શું તેમાં સત્ય જ હોય તેવું બને ? આઈન્સ્ટાઈનના જટિલ એવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org