________________
૨૬૦]
વિજ્ઞાન અને ધર્મ
ભયંકર દુરુપયોગ કરે છે? કેવાં નિત્ય નવાં સંહારક શસ્ત્રો શોધે છે તે જોઈએ.
બદલાતી ચુદ્રીતિઓ :
સમયાનુસાર દરેક વસ્તુ બદલાતી રહે છે. જૂની પરંપરાએ તૂટે છે અને નવી પરંપરાએ સ્થપાય છે. યુદ્ધ પણ કાળના પ્રભાવથી મુક્ત રહ્યું નથી. એની નીતિ-રીતિઓમાં પણ સદા પરિવર્તન થતું જ રહ્યું છે. મલ્લયુદ્ધથી આરભાયેલી યુદ્ધ-પરપરા મિસાઈલ્સ અને હાઈડ્રોજન એમ્ભ સુધી પહોંચી છે. માનવનું યુદ્ધવિજ્ઞાન ઉત્તરેાત્તર વધુ ને વધુ સંહારક બનતું આવ્યું છે.
મલ્લયુદ્ધમાં સપૂર્ણ રીતે શારીરિક બળ અજમાવવામાં આવતું હતું. ત્યાર બાદ લાઠી, તરવાર વગેરેના ઉપયેાગ થવા લાગ્યા. પછી બુદ્ધિ વધી અને ઢાલ, ભાલા વગેરે આવ્યાં. પછી આવ્યાં ઇન્દ્રાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર વગેરે.
ગજદળ, અશ્વદળ વગેરે પણ આવ્યાં. સેના ચતુરગણી કહેવાઈ. પછી ઊંટા પણ આવ્યાં.
અને હવે હાથીના સ્થાને પેન-શર્મન વગેરે ટેન્કે આવી. હેલિકોપ્ટર અને જેટ, સુપર–સાનિક વિમાના આવ્યાં. ભાલા, તીર, તલવાર વગેરેને સ્થાને મંદૂક, રીકેટ, મિસાઈલ્સ અને ન્યુક્લિઅર શસ્ત્રો આવ્યાં.
પ્રાચીન કાળમાં બે પક્ષે સામસામા આવીને લડતા, પછી દગાફૅટકા અને છળકપટનો આશ્રય લેવાવા લાગ્યું, જેમાં આજે ગેરિલાયુદ્ધ માખરે ગણાય છે.
,
વિજ્ઞાનના વિકાસ સાથે યુદ્ધની નીતિ-રીતિઓમાં મોટું પરિવર્તન આવ્યું છે. હવે લશ્કરનું સ`ખ્યાબળ એક ગૌણ વસ્તુ ખની ગઈ છે. સામા પક્ષના વૈજ્ઞાનિક રણભૂમિથી સેંકડો માઇલ દૂરથી જ ગણિત કરીને આંતરખંડીય મિસાઇલ્સ! છેડીને નિર્ધારિત સ્થળના વિધ્વંસ કરી નાંખવા સમર્થ છે. બધું જ જયાં સ્વયંસંચાલિત હાય ત્યાં પેલે જૂના જમાનાના સિપાઇ અને એની બંદૂકડી બિચારી શું કરી શકે? ટૂંકમાં,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org