________________
(૨)
પરમાણુવાદ
[રર૩ ઓછામાં ઓછી ચાર ગુણ સ્નિગ્ધતા હોવી જોઈ એ. બીજા એવા બે પરમાણુ લઈએ, જેમાં બંનેયમાં રક્ષતા છે. આ બે પરમાણુઓ પણ સજાતીય સ્પર્શવાળા છે માટે તેમની રક્ષતાના ગુણ વચ્ચે ઓછામાં ઓછું બેનું અંતર પૂર્વવત્ રહેવું જોઈએ. એક પરમાણુમાં બે રુક્ષતા હોય તે તેની સાથે સંગ થવા માટે બીજે પરમાણુમાં ઓછામાં એછી ચાર ગુણ રુક્ષતા હોવી જોઈએ.
ટૂંકમાં, સજાતીય ગુણવાળા પરમાણુને સંગ ત્યારે જ થાય, જ્યારે તેમના ગુણમાં ઓછામાં ઓછું બેનું અંતર
હોય. (૩) હવે વિજાતીય સ્પર્શવાળા બે પરમાણુના સંગમાં શરત
જોઈએ. એક પરમાણુમાં સ્નિધતા છે અને બીજા એક પરમાણુમાં રુક્ષતા છે. આવા બે પરમાણુને સંગ અવશ્ય થાય. ચાહે બેયના સમાન ગુણ હોય કે વિષમ સંખ્યાના ગુણ હોય. બે ગુણ સિનગ્ધતા અને બે ગુણ રક્ષતાવાળા બે પરમાણુને પણ સ્કંધ બને. એક ગુણ રિનગ્ધતા અને બે-ત્રણ
કે તેથી વધુ ગુણ રુક્ષતાવાળા બે પરમાણુને પણ સ્કધ બને. (૪) આ શરતમાં એક અપવાદ છે કે એક ગુણ-નિગ્ધતા અને
એક ગુણ રુક્ષતાવાળા-જઘન્ય ગુણવાવાળા પરમાણુને કદી સંગ થાય નહિ!
જ્યાં શરત લાગુ પડતી હોય ત્યાં તે પરમાણુઓને સ્કંધ બને છે. આમ બે પરમાણુને, ત્રણ પરમાણુને, ચાર પરમાણુને યાવત્ અસંય અને અનંત–પરમાણુઓને પણ એક સ્કંધ બની શકે છે.
જ્યાં સુધી પરમાણુના બનેલા સર્કમાં રહેલી સ્નિગ્ધતા અને રુક્ષતાના અંશમાં ફેરફાર ન થાય ત્યાં સુધી તે સ્કંધમાં સંયોજિત થયેલે પરમાણુ તે સ્કધમાંથી છૂટો ન જ પડે એ નિયમ નથી. કેમકે સ્કંધમાંથી પરમાણુના છૂટા પડવામાં એ જ માત્ર કારણ નથી, બીજા પણ કેટલાંક કારણે છે. તેમનું જે કઈ કારણ ઉપસ્થિત થાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org